Amreli Rain: અમરેલી જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ, ફુલઝર નદીમા આવ્યું ઘોડાપૂર
જાફરાબાદ તાલુકાના સરોવડા સહિત આસપાસના ગામડામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સરોવડા ગામમાં ધોધમાર વરસાદ પડતા તળાવ ચેકડેમ છલકાયા છે.
અમરેલી: હવામાન વિભાગની આગાહી વચ્ચે અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. અમરેલી જિલ્લામાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે. જાફરાબાદ તાલુકાના સરોવડા સહિત આસપાસના ગામડામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સરોવડા ગામમાં ધોધમાર વરસાદ પડતા તળાવ ચેકડેમ છલકાયા છે.
સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ વરસાદ પડતાં ગાધકડા ગામનો ફુલઝર નદી ઉપર નો ચેકડેમ છલકાયો છે. ગોરડકા ગામમાં નીકળતી ફુલઝર નદીમા ઘોડાપૂર આવ્યું છે. સીઝનના પ્રથમ વરસાદમાં નદી નાળાના ચેક ડેમો છલકાતા ખેડૂતોને પાણીની સમસ્યામાંથી મુક્તિ મળશે.
સારા વરસાદને કારણે ખેડૂતોમા ખુશી
અમરેલી જિલ્લામાં પણ સતત વરસાદ વરસી રહ્યો છે. રાજુલાના કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. રાજુલાના હિંડોરણા, છતડીયા, કડીયાળી, નિંગાળા, ભેરાઈ, રામપરા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. અસહ્ય ગરમી ઉકળાટ બાદ બપોરના વરસાદી માહોલ જોવા મળ્યો હતો. સારા વરસાદને કારણે ખેડૂતોમા ખુશીનો માહોલ છે.
ગુજરાતમાં હાલ વરસાદની માહોલ જામ્યો છે. અનેક જિલ્લાઓમાં છેલ્લા એક સપ્તાહથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. 7મી અને 8મીએ રાજ્યભરમાં ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. પૂર્વ-પશ્ચિમ તરફનું દબાણ વધાવાના લીધે અસર જોવા મળશે.
અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં આગામી દિવસોમાં બે તબક્કામાં મન મૂકીને મેઘરાજા વરસશે. અંબાલાલ પટેલના મતે 7 થી 15 જુલાઈ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે. ત્યારબાદ 25 જુલાઈથી 8 ઓગસ્ટ દરમિયાન ફરી એક વખત સારો વરસાદ વરસશે.
આગામી બે દિવસ ગુજરાતમાં મન મુકીને વરસાદ પડશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરી છે.ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર,કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. 25 જૂલાઇથી 8 ઓગષ્ટ ફરી એક વાર વરસાદ પડશે. પવન સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ચોમાસાની સિઝનમાં અત્યાર સુધી ગુજરાતમાં સરેરાશ 11 ઇંચ વરસાદ નોંધાયો છે. સૌથી વધુ કચ્છ ઝોનમાં સરેરાશ 16 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં 15.33 ઇંચ વરસાદ નોંધાયો છે. સૌથી ઓછો મધ્ય ગુજરાતમાં વરસાદ નોંધાયો છે. અહીં સિઝનનો 20.40 ટકા વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રમાં સરેરાશ 46.71 અને ઉત્તર ગુજરાતમાં 29.29 ટકા વરસાદ નોંધાયો છે.
https://t.me/abpasmitaofficial