શોધખોળ કરો
Advertisement
રાજ્યમાં આ વિસ્તારોમાં આગામી ત્રણ દિવસમાં પડશે ભારે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી, જાણો વિગતે
અત્યાર સુધીમાં ગુજરાતમાં સીઝનનો 94.89 ટકા વરસાદ નોંધાયો છે.
અમદાવાદઃ ગુજરાતમાં વરસાદની બીજી ઇનિંગની ધમાકેદાર શરૂઆત થઈ છે. આગામી ત્રણ દિવસમાં ગુજરાતના કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. કચ્છ પર સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય થતા આ આગાહી કરવામાં આવી છે. બીજી બાજુ સૌરાષ્ટ્ર, દીવ, દમણમાં પણ મધ્યમ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
અત્યાર સુધીમાં ગુજરાતમાં સીઝનનો 94.89 ટકા વરસાદ નોંધાયો છે. 29 ઓગસ્ટ-2019ની સ્થિતિએ રાજ્યના કુલ 204 જળાશયોમાંથી 35 જળાશયો 25થી 50 ટકા વચ્ચે ભરાયા છે. જ્યારે 35 જળાશયો છલોછલ ભરાઈ ગયા છે. 54 જળાશયો 70થી 100 ટકા તેમજ 22 જળાશયો 50થી 70 ટકા વચ્ચે ભરાયા છે. સરદાર સરોવર જળાશય કુલ સંગ્રહશક્તિના 85.33 ટકા ભરાયું છે.
રાજ્યમાં હાલમાં 5,000 ક્યુસેક તથા તેથી વધુ પાણીની આવક ધરાવતા જળાશયોમાં સરદાર સરોવરમાં 4,46,725, કડાણામાં 84,522, ઉકાઇમાં 70,763, વણાકબોરીમાં 69,357, પાનમમાં 6,148 ક્યુસેકનો સમાવેશ થાય છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
અમદાવાદ
દેશ
અમદાવાદ
Advertisement
gujarati.abplive.com
Opinion