(Source: ECI/ABP News/ABP Majha)
રાજ્યમાં 10 સપ્ટેમ્બર સુધી વરસાદને લઈ હવામાન વિભાગે શું કરી આગાહી ?
નવસારી શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે. નવસારી શહેર અને ગ્રામ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. અચાનક જ ધોધમાર વરસાદ શરૂ થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.
ગાંધીનગર: રાજ્યમાં 8 થી 10 સપ્ટેમ્બર સુધી મધ્યમથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 46 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.
નવસારી શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે. નવસારી શહેર અને ગ્રામ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. અચાનક જ ધોધમાર વરસાદ શરૂ થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. છેલ્લા 30 મિનિટથી વરસી રહેલા વરસાદના કારણે શહેરના પ્રજાપતિ આશ્રમ વિસ્તારમાં પાણી ભરાયા હતા. નવસારી જિલ્લામાં અત્યાર સુધી સિઝનનો 61.62 ટકા, ચીખલીમાં 56.02 ટકા, ગણદેવીમાં 56.76 ટકા, જલાલપોરમાં 62.80 ટકા, ખેરગામમાં 73.68 ટકા, નવસારી શહેરમાં66.06 ટકા, વાંસદામાં 55.68 ટકા વરસાદ વરસી ચુક્યો છે.
અમરેલીના લાઠી શહેરમાં પણ ધોધમાર વરસાદ શરૂ થયો છે. ધોધમાર વરસાદને પગલે લાઠીના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના દ્રશ્યો સર્જાયા છે. અમરેલી જિલ્લામાં અત્યાર સુધી સિઝનનો 54.51 ટકા વરસાદ વરસ્યો છે. લાઠીમાં સિઝનનો 38.38 ટકા, બાબરામાં સિઝનનો 58.87 ટકા, બગસરામાં 40.87 ટકા, ધારીમાં સિઝનનો 43.97 ટકા, જાફરાબાદમાં સિઝનનો 36.23 ટકા, ખાંભામાં સિઝનનો 49.89 ટકા, લીલીયામાં 79.57 ટકા, રાજુલામાં સિઝનનો 58.10 ટકા, સાવરકુંડલામાં સિઝનનો 63.96 ટકા, વડિયામાં સિઝનનો 47.12 ટકા વરસાદ વરસ્યો વરસ્યો છે.
રાજ્યના આ 5 તાલુકામાં નથી પડ્યો પાંચ વરસાદ
ગુજરાતના જે જિલ્લામાં હજુ વરસાદની ૫૦%થી વધુ ઘટ છે તેમાં અમદાવાદ-અરવલ્લી-બનાસકાંઠા-દાહોદ-ગાંધીનગર-ખેડા-મહીસાગર-પંચમહાલ-સાબરકાંઠા-તાપી-વડોદરાનો સમાવેશ થાય છે. જેમાં ૬૩% સાથે ગાંધીનગર જિલ્લો સૌથી વધુ ઘટ ધરાવે છે. સમગ્ર ગુજરાતમાં હજુ વરસાદની ૪૧% ઘટ છે. રાજ્યમાં વાવ-થરાદ-સાંતલપુર-લાખાણી અને લખપત એમ પાંચ તાલુકામાં કુલ પાંચ ઈંચ પણ વરસાદ નોંધાયો નથી. જેમાં બનાસકાંઠાના વાવમાં સૌથી ઓછો ૩.૦૩ ઈંચ, થરાદમાં ૩.૦૭ ઈંચ વરસાદ નોંધાયો છે.
દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ
દક્ષિણ ગુજરાતમાં ૩૨.૬૨ ઈંચ સાથે મોસમનો સૌથી વધુ ૫૬.૬૯% જ્યારે ૮.૬૨ ઈંચ સાથે કચ્છમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. ગત વર્ષની સરખામણીએ ગુજરાતમાં ચોમાસાની સ્થિતિ અત્યંત સાધારણ છે. ગત વર્ષે ૫ સપ્ટેમ્બર સુધીમાં રાજ્યમાં ૩૯.૭૧ ઈંચ સાથે મોસમનો ૧૨૧.૩૯% વરસાદ નોંધાઇ ચૂક્યો હતો. ગત વર્ષે ૯.૮૪ ઈંચથી ઓછો વરસાદ નોંધાયો ન હોય તેવા એક પણ જિલ્લા નહોતા. જેની સરખામણીએ આ વખતે ૬૯ એવા તાલુકા છે જ્યાં ૯.૮૪ ઈંચથી ઓછો વરસાદ છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં જૂનમાં ૪.૭૩ ઈંચ, જુલાઇમાં ૬.૯૫ ઈંચ, ઓગસ્ટમાં ૨.૫૭ ઈંચ, સપ્ટેમ્બરમાં હજુ સુધી ૨.૧૪ ઈંચ વરસાદ નોંધાઇ ચૂક્યો છે.