શોધખોળ કરો

Gujarat Rain: આજથી ત્રણ દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી, આ વિસ્તારોમાં વરસશે વરસાદ

છેલ્લા બે દિવસથી અમદાવાદ સહિત રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે. ત્યારે ફરી એકવાર રાજ્યમાં ભારે વરસાદના હવામાન વિભાગે સંકેત આપ્યા છે.

અમદાવાદઃ આજથી ત્રણ દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  છેલ્લા બે દિવસથી અમદાવાદ સહિત રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે. ત્યારે ફરી એકવાર રાજ્યમાં ભારે વરસાદના હવામાન વિભાગે સંકેત આપ્યા છે. હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર આજે મધ્ય અને દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે. જો કે આ સપ્તાહમાં સૌથી વધુ ઉત્તર ગુજરાતમાં વરસાદ વરસ્યો છે.  બે દિવસથી રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે.  ત્યારે સોમવારથી ફરી ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ધોધમાર વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

 હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર આજે દાહોદ, મહીસાગર, ડાંગ, નવસારી, વલસાડ અને દમણમાં ભારે વરસાદ વરસી શકે છે.  તો આવતીકાલે બનાસકાંઠા, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને નવસારીમાં ધોધમાર વરસાદ વરસી શકે છે. મંગળવારે પણ બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠામાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.  આ વખતે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠામાં 100 ટકા કરતા વધુ વરસાદ વરસી ગયો છે અને અન્ય જિલ્લાઓમાં 100 ટકાને નજીક વરસાદ પહોંચી ગયો છે.

જામનગરમાં બનેવીએ કરી સાળાની હત્યા

CRIME NEWS: જામનગરમાં કાલાવડના માછરડા ગામે હત્યાની ઘટના સામે આવી છે. પતિ પત્નીના ઝઘડામાં યુવતીના ભાઈનો ભોગ લેવાઈ ગયો છે. આ અંગે વિગતે વાત કરીએ તો રિસામણે બેસેલી પત્નીના ઘરે જઈને પતિએ હુમલો કર્યો હતો. આરોપીએ રિસામણે બેઠેલ પત્ની, સાળા અને સસરા પર હુમલો કર્યો હતો. જેમાં આરોપીના સાળાનું મોત નિપજ્યું છે, આ ઉપરાંત ઇજાગ્રસ્ત થયેલા સસરાને જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા છે. 

આમ બનેવીના હાથે સાળાની હત્યા થતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી ગઈ છે. આરોપીનું નામ નરેન્દ્રસિંહ ઉર્ફે જીગો ઝાલા છે. હવે આ મામલે પોલીસે ફરિયાદ નોંધી છે અને હત્યા અને હત્યા પ્રયાસ સહિતની કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપીના પિતાનું તાજેતરમાં જ અવસાન થતા સાસરા પક્ષના સભ્યો ખરખરો કરવા ન જતા આરોપી ગુસ્સે ભરાયો હતો. જે બાદ આવેશમાં આવીને તે સસરાના ઘરે ગયો અને હુમલો કરી દીધો.

વડોદરામાં પિતાએ 16 વર્ષની પુત્રી પર 3 વર્ષ સુધી આચર્યું દુષ્કર્મ

વડોદરામાં સંબંધોને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. વડોદરાના મક્કરપુરા વિસ્તારમાં રહેતા સાવકા પિતાએ જધન્ય અપરાધ કરતા ચકચાર મચી છે. આ અંગે વિગતે વાત કરીએ તો 43 વર્ષના સાવકા પિતા 3 વર્ષ સુધી 12માં ધોરણમાં અભ્યાસ કરતી 16 વર્ષની પુત્રી પર દુષ્કર્મ કરતો રહ્યો. જેના કારણે સગીર પુત્રી ડિપ્રેસનમાં રહેતી હોવાથી આખરે માતાએ મક્કરપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

પત્નીની ફરિયાદ બાદ પતિ અનિલની પોલીસે ધરપકડ કરી છે. નોંધનિય છે કે, સપ્ટેમ્બર 2019થી આરોપી પિતા તેની પુત્રી દુષ્કર્મ કરતો હતો. સાવકા પિતા અનિલ વિરુદ્ધ કલમ 376 (2), 323 અને જાતીય રક્ષણ સામે બાળકોને રક્ષણ આપતા અધિનિયમ 2012ની હેઠળ ગુનો નોંધાયો છે. ઘટનાને પગલે આરોપી પિતા પર લોકો ફિટકાર વર્સાવી રહ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Forecast: રાજ્યમાં ગરમીનું થર્ડ ડિગ્રી ટોર્ચર, રાજકોટ, અમદાવાદ હોટેસ્ટ સિટી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Weather Forecast: રાજ્યમાં ગરમીનું થર્ડ ડિગ્રી ટોર્ચર, રાજકોટ, અમદાવાદ હોટેસ્ટ સિટી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
અમરેલીના લાઠી પાસે ગોઝારો અકસ્માત: બસ-કારની ટક્કરમાં કારનો કચ્ચરઘાણ વળ્યો, 3 લોકોનાં મોત
અમરેલીના લાઠી પાસે ગોઝારો અકસ્માત: બસ-કારની ટક્કરમાં કારનો કચ્ચરઘાણ વળ્યો, 3 લોકોનાં મોત
મોરબીમાં મોટો ખેલ: 17 બેઠકો સાથે બહુમતી છતાં ભાજપ પ્રમુખ પદથી વંચિત, કોંગ્રેસને મળ્યો તાજ!
મોરબીમાં મોટો ખેલ: 17 બેઠકો સાથે બહુમતી છતાં ભાજપ પ્રમુખ પદથી વંચિત, કોંગ્રેસને મળ્યો તાજ!
પશુપાલકોને મોટો ઝટકો: અમૂલે પશુદાણમાં કર્યો તોતિંગ ભાવ વધારો, જાણો 50 કિલોની ગુણીના નવા ભાવ
પશુપાલકોને મોટો ઝટકો: અમૂલે પશુદાણમાં કર્યો તોતિંગ ભાવ વધારો, જાણો 50 કિલોની ગુણીના નવા ભાવ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : OBC માટે મંત્રાલય?
Hun To Bolish : હું તો બોલીશ : ભુવો કે શેતાન?
Ahmedabad Student Missing in Georgia : અભ્યાસ માટે જ્યોર્જિયા ગયેલો અમદાવાદનો યુવક લાપતા
Haribhai Chaudhary : OBC મંત્રાલય બનાવવાની ઉઠી માગ: હરિભાઈ ચૌધરીએ PMને લખ્યો પત્ર
Mehsana BJP: રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અંગે બોલાયા અપશબ્દો, જુઓ Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઇબોલાને લઇને ભારત એલર્ટ, આફ્રિકી દેશોમાં યાત્રા ટાળવા અનુરોધ, WHOએ જાહેર કરી મેડિકલ ઇમર્જન્સી
ઇબોલાને લઇને ભારત એલર્ટ, આફ્રિકી દેશોમાં યાત્રા ટાળવા અનુરોધ, WHOએ જાહેર કરી મેડિકલ ઇમર્જન્સી
Weather: ઝડપથી આગળ વધી રહ્યું છે ચોમાસું, 19 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
Weather: ઝડપથી આગળ વધી રહ્યું છે ચોમાસું, 19 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
વ્હાઇટ હાઉસ નજીક 30 રાઉન્ડ ફાયરિંગ, ડોનાલ્ડ ટ્રમ્પ પરિસરમાં જ હતા હાજર, હુમલાખોરનું મોત
વ્હાઇટ હાઉસ નજીક 30 રાઉન્ડ ફાયરિંગ, ડોનાલ્ડ ટ્રમ્પ પરિસરમાં જ હતા હાજર, હુમલાખોરનું મોત
ઇરાન અને અમેરિકા વચ્ચે ક્યારે શરૂ થશે ડીલ, ડોનાલ્ડ ટ્રમ્પે કરી મોટી જાહેરાત, જાણો અપડેટ્સ
ઇરાન અને અમેરિકા વચ્ચે ક્યારે શરૂ થશે ડીલ, ડોનાલ્ડ ટ્રમ્પે કરી મોટી જાહેરાત, જાણો અપડેટ્સ
અમરેલીના લાઠી પાસે ગોઝારો અકસ્માત: બસ-કારની ટક્કરમાં કારનો કચ્ચરઘાણ વળ્યો, 3 લોકોનાં મોત
અમરેલીના લાઠી પાસે ગોઝારો અકસ્માત: બસ-કારની ટક્કરમાં કારનો કચ્ચરઘાણ વળ્યો, 3 લોકોનાં મોત
આવતીકાલનું હવામાન: આગામી 22 કલાકમાં 15 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી, એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: આગામી 22 કલાકમાં 15 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી, એલર્ટ જાહેર
શું ફરી મોટું યુદ્ધ થવાનું છે? ઈરાનને લઈને ટ્રમ્પના એક ફોટાથી દુનિયાભરમાં ખળભળાટ!
શું ફરી મોટું યુદ્ધ થવાનું છે? ઈરાનને લઈને ટ્રમ્પના એક ફોટાથી દુનિયાભરમાં ખળભળાટ!
Dwi Dwadash Yog: 2 જૂને બનશે દ્વી દ્રાવદશી યોગ, આ 3 રાશિના જીવનામાં થશે મોટો ઉલેટફેર, થશે માલામાલ
Dwi Dwadash Yog: 2 જૂને બનશે દ્વી દ્રાવદશી યોગ, આ 3 રાશિના જીવનામાં થશે મોટો ઉલેટફેર, થશે માલામાલ
Embed widget