Gujarat Rain: ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં પણ થશે મેઘમહેર
રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ વધુ એક આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગાંધીનગર: રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ વધુ એક આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં મૂશળધાર વરસાદ વરસશે. હવામાન વિભાગે આ આગાહી કરી છે.
ઉત્તર ગુજરાત પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર ગુજરાત પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે.જેને લઈ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ વરસશે. રાજ્યના અન્ય વિસ્તારમાં પણ મેઘવર્ષા થશે. આજે અરવલ્લી, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદ વરસશે. 4 ઓગસ્ટના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, દાહોદ, અને મહીસાગરમાં મૂશળધાર વરસાદ વરસશે. 5 ઓગસ્ટના અરવલ્લી, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસશે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, ગુજરાતમાં ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં વરસાદી માહોલ રહેશે. આગાહીકાર અંબાલાલ પટેલનું કહેવું છે કે, ઓગસ્ટ મહિનામાં ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ વરસશે. 9 ઓગસ્ટ સુધી ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસશે.
બુધવારે રાજ્યમાં તાપી, ડાંગ, વલસાડ, સુરત, નવસારી, નર્મદા, ભરૂચ, છોટાઉદેપુર, વડોદરા, દાહોદ, મહીસાગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં પણ સામાન્યથી લઈ ભારે વરસાદ વરસી શકે છે.
ગુરુવારે રાજ્યમાં તાપી, ડાંગ, વલસાડ, સુરત, નવસારી, નર્મદા, ભરૂચ, છોટાઉદેપુર, વડોદરા, અરવલ્લી, સાબરકાંઠા, મહીસાગર, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 85 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. અમદાવાદમાં અત્યાર સુધી સિઝનનો 75 ટકા વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ ધંધૂકામાં 110 ટકા અને સૌથી ઓછો બાવળામાં 30 ટકા વરસાદ થયો છે. અમદાવાદ શહેરમાં આગામી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
3થી 4 દિવસ બાદ વરસાદનું જોર ઘટશે
ગુજરાતમાં આગામી 3થી 4 દિવસ બાદ વરસાદનું જોર ઘટશે. આગામી 5 દિવસ ગુજરાતમાં વરસાદ ઓછો રહેશે. હાલ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાથી વરસાદનું જોર ઘટશે. એક આંકડા અનુસાર, ગુજરાતમાં અત્યાર સુધી 85 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. જેમાં મોટાભાગના વિસ્તારોમાં સરેરાશ કરતાં વધુ વરસાદ પડ્યો. આગાહી વચ્ચે હાલ માછીમારોને દરિયો ન ખેડવા માટે ચેતવણી અપાઈ છે.
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial