શોધખોળ કરો

Gujarat Rain:  આગામી ત્રણ કલાક આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે અતિભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર 

આજે પણ વહેલી સવારથી જ અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા નાવ કાસ્ટ જાહેર કરવામાં આવ્યું છે.

અમદાવાદ : આજે પણ વહેલી સવારથી જ અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા નાવ કાસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી ત્રણ કલાક સુધી રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.  રાજ્યમાં અતિ ભારે, મધ્યમ અને હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 

આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર 

હવામાન વિભાગની આગાહી અનુસાર, સાંજે 4 વાગ્યાથી આગામી ત્રણ કલાક માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ભાવનગર,  નર્મદા,  આણંદ, પંચમહાલ,  વડોદરા,  દાહોદ,  મહીસાગર,  ભરૂચ,  છોટાઉદેપુર,  સાબરકાંઠા,  અરવલ્લી અને  ખેડામાં અતિ ભારે વરસાદની આગાહી  સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.   

આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ 

જ્યારે હવામા વિભાગની આગાહી મુજબ,  બનાસકાંઠા,  પાટણ,  સુરેન્દ્રનગર, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ભાવનગર, બોટાદ, અરવલ્લી,  જુનાગઢ,  ગીર સોમનાથ,  દીવ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ,  દમણ,  દાદરા નગર હવેલી,  રાજકોટ,  નર્મદા  જિલ્લાઓમાં ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.  

આ સિવાય હવામાન વિભાગે કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર  જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપ્યું છે.

અમદાવાદમાં ભારે વરસાદની આગાહી

અમરેલી, ભાવનગર, સુરેન્દ્નગર, રાજકોટ,જૂનાગઢ, ગીર સોમનાથ અને દિવમાં  પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે.  માછીમારોને આજે દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. દરિયાકાંઠે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. અમદાવાદમાં પણ આજે ઠંડર સ્ટ્રોમ સાથે ભારે વરસાદની આગાહી છે. આજે મંગળવારના દિવસે અમદાવાદ શહેરમાં ભારે વરસાદનું અનુમાન હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું છે. 

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 170 તાલુકામાં વરસાદ 

રાજ્યમાં  છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 170 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ સુરત શહેરમાં 13.6 ઈંચ વરસાદ ખાબક્યો છે, આ ઉપરાંત સુરત જિલ્લામાં પણ મૂશળધાર વરસાદ વરસ્યો છે. સુરતમાં છેલ્લા 24 કલાકમાં કામરેજમાં 10.7 ઈંચ વરસાદ પડ્યો છે.  પલસાણામાં 8.2 ઇંચ વરસાદ, બારડોલીમાં 6.6 ઈંચ વરસાદ, ઓલપાડમાં 5 ઈંચ વરસાદ, ચૌર્યાસીમાં 4.3 ઈંચ વરસાદ, સુરત જિલ્લાના માંડવીમાં 3.5 ઈંચ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત ભરૂચ અને નવસારીમાં 3-3 ઈંચ વરસાદ અને તાપી જિલ્લાના વ્યારામાં 3.7 ઈંચ વરસાદ ખાબક્યો છે. વરસાદને કારણે સુરત શહેરનો કોઈ પણ વિસ્તાર એવો નહોતો કે જ્યાં પાણી ના ભરાયું હોય. સુરતના દરેક વિસ્તારમાં પાણીનો ભરાવો થયો હતો. અતિભારે વરસાદ વરસતા જિલ્લા કલેકટરે શાળાઓમાં રજા જાહેર કરી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો

Embed widget