શોધખોળ કરો
Advertisement
રાજ્યમાં મેઘમહેરઃ જાણો દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં એક દિવસમાં ક્યાં કેટલો પડ્યો વરસાદ
આ વખતે મેઘરાજા દક્ષિણ અને ઉત્તર ગુજરાત પર તુડી પડ્યા છે. રાજ્યમાં છેલ્લા એક દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે
અમદાવાદઃ સમગ્ર રાજ્યમા ફરી એકવાર મેઘરાજાના ધમાકેદાર એન્ટ્રી થઇ છે, સૌરાષ્ટ્ર બાદ આ વખતે મેઘરાજા દક્ષિણ અને ઉત્તર ગુજરાત પર તુડી પડ્યા છે. રાજ્યમાં છેલ્લા એક દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયુ છે
છોટાઉદેપુરમાં ધોધમાંર 6 ઇંચ વરસાદ પડવાની સાથે સમગ્ર જિલ્લા અને દાહોદ જિલ્લામાં 3 ઇંચ સુધીનો વરસાદ પડ્યો હતો. આની સાથે સાથે સંખેડા તાલુકામાં 4 ઇંચ વરસાદ પડતાં લોકોના ઘરમાં પાણી ઘૂસ્યાં ગયાના અહેવાલ છે. આણંદ જિલ્લાની વાત કરીએ તો ખંભાત અને તારાપુરમાં 4.5 અને આણંદમાં 4 ઇંચ વરસાદ પડ્યો હતો. વડોદરામાં પણ 2 ઇંચ વરસાદ પડતાં પાણી ભરાઈ ગયાં હતાં.
ઉત્તર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ
ઉત્તર ગુજરાત આ રાઉન્ડમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. અહીં 3 ઇંચ સુધીનો વરસાદ હતો. હિંમતનગરમાં 3 ઇંચ વરસાદ પડતાં નેશનલ હાઈવે પર પાણી ભરાઈ ગયાં હતાં.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ટેકનોલોજી
બિઝનેસ
Advertisement