શોધખોળ કરો
Advertisement
આગામી પાંચ દિવસ અહીં પડશે ભારે વરસાદ, હવામાન વિભાગે કરી મોટી આગાહી
27 અને 28 જુલાઈના રોજ દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
અમદાવાદઃ ગુજરાતમાં આગામી પાંચ દિવસ સારો વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, ઉત્તર મધ્ય મહારાષ્ટ્ર પર છવાયેલું સર્ક્યુલેશન ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે અને બંગાળની ખાડીમાં 26મીએ લો પ્રેશન સર્જાઈરહ્યું છે. જેના કારણે ગુજરાતમાં સારો એવો વરસાદ પડી શકે છે.
24 જુલાઈના રોજ દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, જુનાગઢ, પોરબંદર તેમજ દીવમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ સિવાય ઉત્તર ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના બાકીના ભાગોમાં વાતાવરણ સામાન્ય રહેશે.
25 જુલાઈના રોજ દક્ષિણ ગુજરાત તેમજ દમણ, દાદરા અને નગર હવેલીમાં વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રનમાં સારો વરસાદ પડવાની શક્યતા છે. 26મી જુલાઈના રોજ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા, સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને દીવમાં વરસાદની શક્યતા છે. આણંદ, ખેડા, અરવલ્લી અને સાબરકાંઠામાં પણ આ દિવસે વરસાદ પડી શકે છે.
27 અને 28 જુલાઈના રોજ દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉપરાંત અમદાવાદમાં પણ આ દિવસોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. જોકે કચ્છમાં હાલમાં વરાસદની કોઈ શક્યતા દેખાઈ રહી નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ટેકનોલોજી
આરોગ્ય
Advertisement