શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
દક્ષિણ ગુજરાત જળબંબાકાર, આગામી 48 કલાકમાં આ વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી
રવિવાર સુધીમાં વાપીમાં ૧૫ ઇંચ, ઉમરગામમાં ૧૩ ઇંચ, કપરાડામાં ૧૦ ઇંચ, ધરમપુરમાં ૭ ઇંચ જ્યારે દમણમાં ૧૪ કલાકમાં ૧૧ ઇંચ વરસાદ નોંધાયો છે.
અમદાવાદઃ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે અને હજી સાયક્લોનિક સર્ક્યુલેશન પણ સક્રિય છે. જેના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 48 કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહી પ્રમાણે સુરત,તાપી,વલસાડ, નવસારી,ડાંગ,ભાવનગર, અમરેલી સહિતનાં વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે.
રવિવાર સુધીમાં વાપીમાં ૧૫ ઇંચ, ઉમરગામમાં ૧૩ ઇંચ, કપરાડામાં ૧૦ ઇંચ, ધરમપુરમાં ૭ ઇંચ જ્યારે દમણમાં ૧૪ કલાકમાં ૧૧ ઇંચ વરસાદ નોંધાયો છે. તેવી જ રીતે વલસાડના ભિલાડમાં ૧૩ કલાકમાં ૧૦ ઇંચ વરસાદ વરસ્તા મોટાભાગનો વિસ્તાર જળબંબાકારમાં ફેરવાઇ ગયો હતો.સેલવાસમાં પણ ૩૦ કલાકમાં ૧૫ ઇંચ વરસાદ નોંધાયો હતો આ સાથે જ મધુબન ડેમમાં લે લાખ ક્યુસેક પાણી છોડાતા દમણગંગા નદી બંને કાંઠે વહેતી થઇ છે.
નવસારીના ખેરગામમાં ૪ ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે ચિખલીમાં ૨ ઇંચ, વાંસદા ૧ ઇંચ નોંધાયો હતો. દમણમાં રવિવારે બપોર સુધીમાં ૧૧ ઇંચ વરસાદ ખાબકતા કેટલીક સોસાયટીઓમાં ત્રણ ફૂટ સુધી પાણી ભરાઇ ગયા હતા. મધુબન ડેમની સપાટી વધતા સાત દરવાજા ૫.૨૦ મીટર સુધી ખોલી પ્રતિકલાક ૧.૫૦ લાખ ક્યુસેક દમણગંગા નદીમાં છોડવામાં આવ્યું હતું. જેને કારણે દમણગંગા અને વાપીનો વિયર છલોછલ ભરાઇ ગયો હતો. ગિરિમથક સાપુતારામાં વીતેલા ૨૪ કલાકમાં ૩ ઇંચ, આહવા ૨ ઇંચ, વઘઈ સવા ત્રણ ઇંચ, જ્યારે તાપી જિલ્લાના વ્યારામાં ૪ ઇંચ, વાલોડમાં ૨ ઇંચ, ઉચ્છલમાં ૩ ઇંચ, ડોલવણમાં સવા ત્રણ ઇંચ પાણી પડયું હતું. સુરત જિલ્લામાં બારડોલી અને ઉમરપાડામાં પોણાથી એક ઇંચ વરસાદ નોંધાયો હતો.
ખેડામાં નડીઆદમાં ચાર ઈંચ, મહેમદાવાદમાં પાંચ, માતરમાં ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે અરવલ્લીના બાયડ અને ધનસુરામાં બે ઈંચ, સાબરકાંઠાના પ્રાંતિજ-પોશીનામાં અઢી ઈંચ જ્યારે ઝાલાવાડમાં સાયલામાં બે ઈંચ વરસાદ પડયો હતો.
વડોદરા શહેરમાં વિતેલા ૨૪ કલાકમાં ૭૪ મિમી એટલે કે ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે પાદરા તાલુકામાં ૪૬ મિમી, ડભોઈ તાલુકામાં ૭૧ મિમી વરસાદ નોંધાયો હતો.
નર્મદા ડેમની સપાટી ૧૨૦.૬૨ મીટરે પહોચતાં ૨૪ કલાકમાં ૨૨ સેમી જેટલો સપાટીમાં વધારો થયો છે. જ્યારે કરજણ ડેમની સપાટી ૯૯.૫૩ મીટર, નાના કાકડી આંબા ડેમની સપાટી ૧૭૯.૨૦ મીટર, ચોપડવાવડેમની સપાટી૧૭૮.૭૫ મીટર નોંધાઇ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
મનોરંજન
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion