ખેડાના અભરીપુર ગામમાં અતિભારે વરસાદ, મકાન, મંદિરો, દુકાનો, ખેતરો ફેરવાયા બેટમાં
ખેડાના કઠલાલ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે અભરીપુર ગામમાં પાણી ભરાયા છે. ભારે વરસાદના કારણે આ ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.
ખેડાના કઠલાલ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે અભરીપુર ગામમાં પાણી ભરાયા છે. ભારે વરસાદના કારણે આ ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ગામમાં ખેતરો, ઘરો, દુકાનોમાં પાણી ફરી વળ્યા છે. કેડ સમા પાણી ભરાઈ જવાના કારણે લોકોને અવર-જવર માટે મુશ્કેલી ઉભી થઈ છે.
ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના અભરીપુર ગામમાં કેડ સમા પાણી ભરાયા છે. ગત મોડી રાત્રે અતિશય વરસાદ પડતા પાણી ભરાયા છે. મકાન, મંદિરો, દુકાન અને ખેતરોમાં પાણી ભરાયા છે. અભરીપુર આશરે 3000 જેટલી વસ્તી ધરાવતું ગામ છે. પાણી ભરાવાના કારણે ઘાસચારા, દૂધ અને અન્ય વસ્તુઓની ગ્રામજનોને હાલાકી પડી રહી છે. પશુપાલનનો વ્યવસાય કરતા લોકો પાણીમાં જઈ ઘાસચારો લાવવા મજબૂર છે. ખેતી પાક મકાનો અને દુકાનોમાં પાણી ભરાવાથી આર્થિક નુકસાન થયું છે. ગામમાંથી અવર-જવર કરવા માટે ટ્રેક્ટર સહિતના સાધનોનો ઉપયોગ કરવો પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે.
ઉપરવાસમાંથી આવતા વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન હોવાના કારણે પાણી ભરાયા છે. અંડર ગ્રાઉન્ડ ગટર લાઈન કરી વરસાદી પાણીનો નિકાલ થાય તો ગ્રામજનોને આ સમસ્યામાંથી છુટકારો મળે. અહીંના તળાવ અને રોડ રસ્તા ઉપર પણ વરસાદી પાણી ભરાયા છે. ગામના મુખ્ય રસ્તાઓ ઉપર કમરથી લઈ છાતી સમા વરસાદી પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે.
ખેડા જિલ્લાનાં મહેમદાવાદ તાલુકાના બારમુંવાડા ખાતે ધોધમાર વરસાદ પડતા રસ્તા પર પાણી ફરી વળ્યા છે. બારમુંવાડાના આંબડીયાની મુવાડી વિસ્તારમાં રાત્રે ધોધમાર વરસાદ પડ્યો હતો. ગામમાંથી અન્ય ગામને જોડતા રોડ પર ગુંઠણસમા પાણી ભરાયા છે. ગામમાં દૂધ મંડળીનું દૂધનું ટેન્કર મંડળીના કર્મચારીઓ દ્વવારા દોરડા વડે બાંધીને પાણીમાં ખેંચી કાઢવામાં આવ્યું. મુસળધાર વરસાદને લઈને ગામમાં અને વિસ્તારમાં ગુંઠણસમા પાણી ફરી વળ્યા છે.