શોધખોળ કરો
Advertisement
અમરેલી જિલ્લાના સાવરકુંડલા, લાઠીમાં ધોધમાર વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહોલ
અમરેલી જિલ્લાના લાઠી શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ઘણાં દિવસોના વિરામ બાદ વાદળછાયા વાતાવરણ વચ્ચે ધોધમાર વરસાદ વરસતા ધરતી પુત્રોમાં ખુશીનો માહોલ છે.
અમરેલી: અમરેલી જિલ્લાના લાઠી શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ઘણાં દિવસોના વિરામ બાદ વાદળછાયા વાતાવરણ વચ્ચે ધોધમાર વરસાદ વરસતા ધરતી પુત્રોમાં ખુશીનો માહોલ છે. ભારે વરસાદના કારણે રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા છે.
અમરેલીના સાવરકુંડલા અને ગ્રામીણ પંથકમાં અનરાધાર વરસાદ વરસ્યો છે. સાવરકુંડલા ગ્રામીણના વીજયાનગર, બાઢડા, જાબાળમાં પણ ભારે પવાન સાથે વરસાદ પડી રહ્યો છે. અમરેલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રંગપુર, વડેરા, નાના ભંડારીયા સહિતના ગામમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ભારે વરસાદના કારણે ગામની બજારો અને ખેતરોમા વરસાદી પાણી ભરાયા છે.
અમરેલીના રાજુલા શહેરમાં પણ ઝરમર વરસાદ વરસ્યો છે. રાજુલા ગ્રામ્ય વિસ્તારમાં ઝરમર વરસાદ વરસતા ખેડુતોમાં ખુશીનો માહોલ છે. હિંડોરણા ચોકડી,છતડીયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે.
અમરેલીના વડેરા ગામમાં ધોધમાર વરસાદ પડ્યો છે. બપોર બાદ અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધોધમાર વરસાદ વરસ્યો છે. સારા વરસાદથી ખેડૂતોને પાકમાં ફાયદો થવાની આશા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બોલિવૂડ
અમદાવાદ
Advertisement