શોધખોળ કરો

Gujarat Rain: નડિયાદમાં પડેલા ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં  ભરાયા પાણી

આણંદના ઉમરેઠ પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો છે.  વહેલી સવારથી જ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો.

આણંદ : આણંદના ઉમરેઠ પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો છે.  વહેલી સવારથી જ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો.  ઉમરેઠ પંથકના સુરેલી, સુંદરપુરા, ભાલેજ, પણસોરા, થામણા સહિતના વિસ્તારમાં  વરસાદ નોંધાયો છે.  ઉમરેઠના મુખ્ય માર્ગો અને શેરીઓમાં વરસાદી પાણી  ફરી વળ્યા છે. 

નડિયાદમાં પડેલા ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં  વરસાદી પાણી ભરાયા છે.  રબારીવાડ, વૈશાલી ગરનાળા, માઈ મંદિર ગરનાળા, ખોડીયાર ગરનાળામાં  પાણી ભરાયા હતા.  શહેરના ચારેય ગરનાળામાં પાણી ભરાતા પૂર્વ અને પશ્ચિમ વિસ્તારના લોકો અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. 

Gujarat Rain: નડિયાદમાં પડેલા ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં  ભરાયા પાણી

નડિયાદમાં ભારે વરસાદના કારણે પાણી ભરાતા ગરનાળામાં કોલેજની બસ ફસાઈ ગઈ હતી.  શ્રેયસ ગરનાળામાં કોલેજની બસ બંધ પડી જતાં વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો છે.  સ્થાનિકોએ વિદ્યાર્થીઓને બસમાંથી બહાર કાઢવામાં મદદ કરી હતી.  

હવામાન વિભાગની આગાહીના પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં શરુ થયો વરસાદ

હવામાન વિભાગની આગાહીના પગલે રાજ્યમાં અનેક જગ્યાએ વાતાવરણમાં પલટો આવ્યો છે. બપોર બાદ કેટલાક વિલ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. સૌ પ્રથમ વાત કરીએ સૌરાષ્ટ્રની તો અહીં રાજકોટના જેતપુરમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. જેતપુરમાં સવારથી જ અસહ્ય ઉકળાટ જોવા મળ્યો હતો. બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. બપોર બાદ વરસાદનું આગમન થયું છે. જેતપુર પંથકમા ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. વરસાદ શરૂ થતા લોકોને ગરમીમાં રાહત મળી છે. ધીમી ધારે જેતપુર પંથકમાં વરસાદ શરૂ થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે.

અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વાદળ છાયા વાતાવરણ વચ્ચે વરસાદનુ આગમન થયું છે. સવારથી અસહ્ય ઉકળાટ બાદ સાવરકુંડલા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. સાવરકુંડલા શહેર અને ગ્રામ્યમા વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં ખુશી છવાઈ ગઈ છે. હાથસણી, નાના ભમોદ્રા, અમૃતવેલ, ભુવા, ધાર, મોલડી, મોટા ઝિંઝુડા, ઠવી, વીરડી, નાળ સહિત આસપાસના વિસ્તારમાં વરસાદનું આગમન થયું છે. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. અસહ્ય ઉકળાટ બાદ ચલાલા શહેરમાં પણ વરસાદનું આગમન થયું છે.

ભાવનગર જિલ્લાના વાતાવરણમાં પલટો

જેસર તાલુકા પથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ શરૂ થયો છે. બપોર બાદ વરસાદી વાતાવરણ બધાતા મેઘરાજાએ એન્ટ્રી કરી છે. રાજપરા, રાણપડા, રાણીગામ, ચીરોડ સહિતનાં ગામડાઓમાં વરસાદનું આગમન થયું છે. વાવણી લાયક વરસાદ વરસવાનું શરૂ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય,  PAK-કેનેડા કરતાં પણ વધારે.....
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય, PAK-કેનેડા કરતાં પણ વધારે.....
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેનેડાને પૂરું કરોHun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષે તો સુધરોVav by-Poll 2024: વાવ ચૂંટણીમાં હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, હર્ષ સંઘવી અને ગુલાબસિંહ રાજપૂત વચ્ચે શાબ્દિક જંગIsudan Gadhvi: અમદાવાદમાં AAPના કાર્યાલયમાં તાળું તૂટ્યું, મહત્ત્વની વસ્તુ ચોરાયાનો ઈસુદાનનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય,  PAK-કેનેડા કરતાં પણ વધારે.....
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય, PAK-કેનેડા કરતાં પણ વધારે.....
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આવો મેસેજ આવે તો ક્લિક ન કરતા, બેંકે એલર્ટ જાહેર કર્યું
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આવો મેસેજ આવે તો ક્લિક ન કરતા, બેંકે એલર્ટ જાહેર કર્યું
Chhath Puja 2024: છઠ પૂજા પર કરો આ કામ, પિતૃ દોષમાંથી મળશે મુક્તિ, બાળકો રહેશે ખુશ
Chhath Puja 2024: છઠ પૂજા પર કરો આ કામ, પિતૃ દોષમાંથી મળશે મુક્તિ, બાળકો રહેશે ખુશ
2025 માં આવશે Reliance Jio IPO, સૌથી મોટા આઈપીઓને લઈને મોટા સમાચાર
2025 માં આવશે Reliance Jio IPO, સૌથી મોટા આઈપીઓને લઈને મોટા સમાચાર
અરવિંદ કેજરીવાલના નિશાને ભાજપ, કહ્યું - 'ભૂલથી BJP ને વોટ આપ્યો તો દિલ્હીને યુપી-બિહાર...'
અરવિંદ કેજરીવાલના નિશાને ભાજપ, કહ્યું - 'ભૂલથી BJP ને વોટ આપ્યો તો દિલ્હીને યુપી-બિહાર...'
Embed widget