શોધખોળ કરો

ગુજરાતના કયા વિસ્તારોમાં ધોધમાર વરસાદ તુટી પડ્યો? વરસાદને કારણે ખેડૂતોની હાલ થઈ આવી

હાલ ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે ગુજરાતમાં 20 ઓક્ટોબર સુધી વરસાદની આગાહી કરી છે

ગાંધીનગરઃહાલ ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે ગુજરાતમાં 20 ઓક્ટોબર સુધી વરસાદની આગાહી કરી છે. જોકે રવિવારે હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજકોટ, ગોંડલ, મોરબી, ખંભાળિયા, વલસાડ, જૂનાગઢ, વંથલી, માણાવદર, ઉપલેટા, વડોદરા, જેતપુર, ભાવનગર, સાબરકાંઠા, ખેડા, અરવલ્લી, બાબરા,  માળિયા અને કચ્છ સહિતના વિસ્તારોમાં વરસાદ તુટી પડ્યો હતો. રવિવારે ગુજરાતમાંકમોસમી વરસાદ ખાબક્યો હતો જેને લઈ ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું ત્યાર બાદ વરસાદ તુટી પડ્યો હતો. જેમાં રાજકોટમાં 1 કલાકમાં 2 ઈંચ  જેટલો વરસાદ ખાબક્યો હતો તો ગોંડલમાં વીજળીના કડાકા-ભડાકા સાથે 1.5 ઈંચ  વરસાદ તુટી પડ્યો હતો. ભારે વરસાદને કારણે રસ્તાઓ પાણીની નદીઓ વહેતી જોવા મળી હતી. વરસાદ બાદ સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ હતી. જૂનાગઢ શહેર સહિત માણાવદર, કેશોદ, વંથલી, ભેસાણ, ટીંબાવાડી અને મેંદરડામાં ભારે વરસાદ ખાબક્યો હતો. વંથલી તાલુકાના ગામોમાં કમોસમી વરસાદ જોવા મળ્યો હતો. દ્વારકાના ખંભાળિયા પંથકમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. દાત્રાણા ગામે પણ ધોધમાર વરસાદ ખાબકતાં ખેડૂતોના પાકને નુકસાન થતાં ચિંતામાં મુકાઈ ગયા હતા. વલસાડ જિલ્લાના કેટલાક વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ જોવા મળ્યો હતો જ્યારે વાપી અને ભીલાડમાં પણ વરસાદ પડ્યો હતો.  આ ઉપરાંત સૌરાષ્ટ્રના જેતપૂર અને આસપાસના ગામોમાં પણ વરસાદ થયો હતો. વડોદરા શહેરના મકરપુરા, માંજલપુર, જામ્બુવા, તરસાલી, દાંડિયા બજાર વિસ્તારમાં પણ વરસાદ થયો છે. આ ઉપરાંત સાબરકાંઠા, અરવલ્લી, શામળાજી અને ખેડા જિલ્લામાં વરસાદ પડ્યો હતો. ખેડૂતો માટે આફતરૂપ વરસાદ ખાબક્યો હતો. હિંમતનગર માર્કેટયાર્ડની મગફળી પલળી ગઈ હતી જેના દ્રશ્યો સામે આવ્યા હતાં. રવિવારે ભાવનગર જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદ તુટી પડ્યો હતો. જેને લઈને રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા. આ ઉપરાં ભાવનગર જિલ્લામાં વરસાદથી ખેડૂતો ચિંતિત બન્યા હતાં. માર્કેટિંગ યાર્ડમાં રાખેલ મગફળીનો જથ્થો પલળી ગયો હતો. યાર્ડમાં ખુલ્લામાં પડેલી હજારો ગુણી મગફળી બગડી ગઈ છે. વેચાયા વિનાની મગફળી બગડી જતા ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે.
ધ્રોલ - 4 ઇંચ ગોંડલ - 3.5 ઇંચ અંબડાસા - 2 ઇંચ જૂનાગઢ - 2 ઇંચ રાજકોટ - 2 ઇંચ વિજાપુર - 2 ઇંચ નેત્રંગ - 2 ઇંચ મહેસાણા - 2 ઇંચ ટંકારા - 2 ઇંચ ભાવનગર - 1 ઇંચ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
CM ભૂપેન્દ્ર પટેલ અમેરિકાના પ્રવાસે રવાના, Vibrant Gujarat 2027 માટે વિદેશી રોકાણકારોને આપશે આમંત્રણ
CM ભૂપેન્દ્ર પટેલ અમેરિકાના પ્રવાસે રવાના, Vibrant Gujarat 2027 માટે વિદેશી રોકાણકારોને આપશે આમંત્રણ
ખેડાના ઠાસરામાં બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો; ગ્રામજનોએ અધિકારીઓનો કર્યો ઘેરાવ
ખેડાના ઠાસરામાં બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો; ગ્રામજનોએ અધિકારીઓનો કર્યો ઘેરાવ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
Embed widget