શોધખોળ કરો
Advertisement
અમરેલી: ખાંભા અને ગીર પંથકમાં ધોધમાર વરસાદ, મગફળી, કપાસ સહિતના પાકને નુકસાન
આજે રાજ્યના અનેક વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા વરસાદ વરસ્યો હતો. ક્યાંક ઘીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો હતો.
અમરેલી: આજે રાજ્યના અનેક વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા વરસાદ વરસ્યો હતો. ક્યાંક ઘીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો હતો. વધુ વરસાદથી પાક બગડવાની ભીતિથી ધરતીપુત્રોની ચિંતા વધી છે.
અમરેલી જિલ્લાના ખાંભા, રાજુલા સહિત ગીરના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો છે. દશેરા બાદ પણ અવિરત વરસાદ રહેતા મગફળી, કપાસ સહિતના પાકને નુકસાન પહોંચ્યું છે. ખાંભા પંથકમાં ધોધમાર વરસાદ પડતા ખેતરોમાં પાણી ભરાઈ જવાના કારણે ઉભો પાક ઢળી પડ્યો હતો.
થોડા દિવસના વિરામ બાદ વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. થોડા દિવસથી વરસાદે વિરામ લેતા ખેડૂતોએ કપાસ, મગફળી ખેતરમાંથી ઉપાડવાનું શરૂ કર્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
ક્રિકેટ
બિઝનેસ
Advertisement