શોધખોળ કરો
રાજ્યમાં ફરી વખત વરસાદની ધમાકેદાર બેટિંગ, જોડિયામાં 5 ઈંચ વરસાદ
ગુજરાતમાં 125 ટકા કરતા પણ વધારે વરસાદ વરસી ચૂક્યો છે. અત્યાર સુધીમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડ્યો છે.

ગાંધીનગર: રાજ્યમાં ફરી વખત વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી. રાજ્યના અનેક જિલ્લામાં એકથી 3 ઈંચ સુધીનો વરસાદ પડ્યો છે. મોડાસા, ભાવનગર, પાટણ, પાલનપુર, થરાદ વાવ સહિતના વિસ્તારોમાં 3 ઈંચ વરસાદ પડ્યો હતો.
ગુજરાતમાં 125 ટકા કરતા પણ વધારે વરસાદ વરસી ચૂક્યો છે. અત્યાર સુધીમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડ્યો છે. સારા વરસાદના કારણે અનેક જળાશયોમાં પાણીની આવક થઈ છે. દક્ષિણ ગુજરાત સિવાય રાજ્યના અનેક વિસ્તારમાં આજે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. સતત વરસાદથી ખેડૂતોના પાકને નુકસાનની શક્યતા છે. સતત વરસી રહેલા વરસાદને કારણે ખેડૂતો લીલા દુષ્કાળની આશંકા સેવી રહ્યા છે.
રાજ્યમાં સાંજે 4 વાગ્યા સુધીમાં જામનગરના જોડિયામાં 5 ઈંચ, ગાંધીધામમાં 2.9 ઈંચ, રાજકોટના જેતપુરમાં 2.7 ઈંચ, ચોટિલામાં 2.4 ઈંચ, અમરેલી જિલ્લાના રાજુલામાં 2.4 ઈંચ, ખાંભામાં 1.8 ઈંચ વરસાદ વરસ્યો હતો. ભાવનગરમાં 1.8 ઈંચ, સુરેન્દ્રનગરના દસાડામાં 1.8 ઈંચ, કચ્છના મુન્દ્રામાં 1.6 ઈંચ, ભાવનગરના તળાજામાં 1.6 ઈંચ, કચ્છના અંજારમાં 1.5 ઈંચ, જામનગરના ધ્રોલમાં 1.4 ઈંચ વરસાદ વરસ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ધર્મ-જ્યોતિષ
દેશ
ક્રિકેટ
Advertisement
