શોધખોળ કરો

Gir Somnath: સુત્રાપાડામાં ધોધમાર વરસાદ, 6 ઈંચ ખાબકતા જળબંબાકારની સ્થિતિ

હવામાન વિભાગની ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે.

ગીર સોમનાથ: હવામાન વિભાગની ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. કોડિનાર અને સુત્રાપાડામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સુત્રાપાડમાં છેલ્લા 2 કલાક 3 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. આજે વહેલી સવારથી જ સુત્રાપાડામાં અનરાધાર વરસાદના પગલે દિવસ દરમિયાન 6 ઇંચથી વધુ  વરસાદ નોંધાયો છે.  ધોધમાર વરસાદના પગલે સુત્રાપાડા પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા છે.    

Gir Somnath: સુત્રાપાડામાં ધોધમાર વરસાદ, 6 ઈંચ ખાબકતા જળબંબાકારની સ્થિતિ

અંબાલાલ પટેલે કરી નવી આગાહી

આગામી 30 દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે 30 દિવસ સુધી ગુજરાતમાં વરસાદ વરસશે તેવી આગાહી કરી છે.  હાલમાં ડીપ ડિપ્રેશન બન્યું છે જેના કારણે 18થી 22 તારીખ ભારેથી અતિભારે વરસાદ વરસશે.  દક્ષિણ ગુજરાત, વડોદરાથી અમદાવાદ સુધીના વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા છે. મહેસાણા, પાલનપુર, ડીસા, થરાદ અને સાબરકાંઠાના વિસ્તારમાં ભારે વરસાદ પડશે.

સરદાર સરોવર બંધ ઓવરફ્લો થશે

19, 20 અને 21 જુલાઈએ કચ્છ, સૌરાષ્ટ્રના વિસ્તારમાં અતિભારે વરસાદની શક્યતા છે.  19થી 21 જુલાઈના રોજ ભારે પવન સાથે અતિભારે વરસાદ પડશે.  સાબરમતી, નર્મદા અને તાપી નદી બે કાંઠે વહેતી થવાની શક્યતા છે.   સરદાર સરોવર બંધ ઓવરફ્લો થશે.  

ઓગસ્ટ મહિનામાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. ભૂમધ્ય સાગરના 3 જબરદસ્ત સ્ટ્રોમ બની રહ્યા છે. ઓગસ્ટ મહિનામાં ભારે પવન સાથે દરિયામાં હલચલ વધશે.  

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસશે

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું કે,  27, 28 અને 29 જુલાઈના રોજ પણ ભારેથી અતિભારે વરસાદ પડશે. હિન્દ મહાસાગરના હવામાન સાનુકૂળ હોવાથી સારો વરસાદ રહેશે. 2, 3 અને 4 ઓગસ્ટના રોજ સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ રહેશે. 8થી 12 ઓગસ્ટ દરમિયાન ઉત્તર અને મધ્ય ગુજરાતમાં , સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ રહેશે.  

આગામી 7 દિવસ વરસાદની આગાહી

હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી કરી છે. આજે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે. આજે સુરત, તાપી, વલસાડ,નવસારી, ડાંગમાં વરસાદ થઈ શકે છે. બનાસકાંઠા, પાટણમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે ગીર સોમનાથ, જૂનાગઢમાં 24 કલાકમાં ભારે વરસાદની શક્યતા છે. આવતીકાલે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ શકે  છે. આવતી કાલે ગીર સોમનાથ, જૂનાગઢ અમરેલી, સુરત, ભરૂચ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

ટોપ સ્ટોરી

જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
ગુજરાતના આ 8 જિલ્લાઓમાં ખુલશે નોકરીના દ્વાર: 25 નવા એકમો માટે સરકારે 3903 કરોડ મંજૂર કર્યા
ગુજરાતના આ 8 જિલ્લાઓમાં ખુલશે નોકરીના દ્વાર: 25 નવા એકમો માટે સરકારે 3903 કરોડ મંજૂર કર્યા
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ

વિડિઓઝ

Patan | પાટણ જિલ્લા પંચાયતમાં ‘પતિરાજ’નો આરોપ! ઉપપ્રમુખની ખુરશી પર પતિ વજાભાઈ આયરનો વીડિયો વાયરલ
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
જંતર-મંતર પર વિરોધ બંધ! દિલ્હી પોલીસના નિર્ણય પર સૌરવ દાસે કહ્યું - ‘ભારતમાં લોકશાહી પણ...’
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી
કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ
કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
અમદાવાદમાં AC ડોમમાં ખેલૈયાઓની સુરક્ષા રામ ભરોશે, NOC વગર જ ગરબાનું આયોજન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Stock Market Today: શેર બજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 740 પોઈન્ટ તૂટ્યો
Stock Market Today: શેર બજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 740 પોઈન્ટ તૂટ્યો
Embed widget