શોધખોળ કરો
Advertisement
દક્ષિણ-ઉત્તર ગુજરાતના કયા વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો? બીજા કયા તાલુકાઓમાં કેટલા ઈંચ વરસાદ ખાબક્યો? જાણો
છેલ્લા 24 કલાકમાં ગુજરાતના અનેક તાલુકાઓમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે જેને કારણે જ્યાં જુઓ ત્યાં પાણી જોવા મળી રહ્યું હતું. ત્યારે દક્ષિણ ગુજરાતના કપરાડા અને વઘઈમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો.
છેલ્લા ત્રણ-ચાર દિવસથી ગુજરાતમાં વરસાદી ખાબકી રહ્યો છે ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતના અનેક તાલુકાઓમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે જેને કારણે જ્યાં જુઓ ત્યાં પાણી જોવા મળી રહ્યું હતું. ત્યારે દક્ષિણ ગુજરાતના કપરાડા અને વઘઈમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. કપરાડામાં 7 ઈંચ વરસાદ ખાબક્યો જ્યારે વઘઈમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો હતો. કપરાડા અને વઘઈમાં ધોધમાર વરસાદને પગલે જ્યાં જુઓ ત્યાં લિલોતરી જોવા મળી રહી હતી. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.
આગામી ચાર દિવસ ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે જેને લઈને એનડીઆરએફની 13 ટીમોને એલર્ટ કરી દેવામાં આવી છે અને અલગ-અલગ વિસ્તારોમાં મોકલી દેવામાં આવી છે. નોંધનીય છે કે, આજે પણ દક્ષિણ ગુજરાતના ઘણાં વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદ શરૂ થઈ ગયો હતો.
- વલસાડના કપરાડામાં 7 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો
- ડાંગના વઘઈમાં 5 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો
- મહેસાણાના ઊંઝામાં 4થી વધુ વરસાદ નોંધાયો હતો
- જૂનાગઢના વિસાવદરમાં 4 ઈંચ વરસાદ નોંધાયો
- નવસારી શહેર અને વાસદામાં 3.5 ઈંચ વરસાદ નોંધાયો હતો
- મોરબીના વાંકાનેર અને નવસારીના જલાલપોરમાં 3.1 ઈંચ વરસાદ નોંધાયો હતો જ્યારે નવસારીના ગણદેવીમાં 3.1 ઈંચ વરસાદ નોંધાયો.
- પાટણ શહેરમાં 8.3 ઈંચ વરસાદ નોંધાયો હતો.
16 ઓગસ્ટ એટલે આજે દ્વારકા, પાટણ, બનાસકાંઠા, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, જામગર, મોરબી અને કચ્છમાં અતિભારે વરસાદ થશે. મહેસાણા, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે.
17 ઓગસ્ટે બનાસકાંઠા, દમણ, દાદરા નગર હવેલી અને કચ્છમાં અતિભારે વરસાદ પડશે, મહેસાણા, પાટણ, દ્વારકા, જામનગર અને મોરબીમાં ભારે વરસાદ પડશે.
18 ઓગસ્ટે બનાસકાંઠા, સાબરકાંઠા, તાપી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ગીર સોમનાથ તથા કચ્છમાં અતિભારે વરસાદ પડશે. અરવલ્લી, દાહોદ, ગાંધીનગર, ખેડા વગેરે વિસ્તારોમાં ભારે વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
બિઝનેસ
Advertisement