શોધખોળ કરો
Advertisement
આગામી 5 દિવસ ગુજરાતના કયા શહેરોમાં ગાજવીજ સાથે પડશે ભારે વરસાદ? હવામાન વિભાગે શું કરી આગાહી?
સમગ્ર ગુજરાતમાં હાલ ચોમાસાની સિઝનની શરૂઆત થઈ નથી પણ હાલ વરસાદી માહોલ જામ્યો છે ત્યારે હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે.
સમગ્ર ગુજરાતમાં હાલ ચોમાસાની સિઝનની શરૂઆત થઈ નથી પણ હાલ વરસાદી માહોલ જામ્યો છે ત્યારે હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે. આગામી પાંચ દિવસ ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ઉત્તર ગુજરાત અને તેલે સંલગ્ન દક્ષિણ રાજસ્થાનમાં અપર એર સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સર્જાઈ છે. જેને કારણે આગામી પાંચ દિવસ દરમિયાન દમણ, દાદરાનગર હવેલી, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, કચ્છ, નવસારી, સુરત, બનાસકાંઠા, સાબરકાંઠા અને પંચમહાલમાં ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદ પડે તેવી સંભાવના છે.
અમદાવાદમાં દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહ્યું હતું અને સરેરાશ તાપમાન ઘટીને 34.2 ડિગ્રી પર પહોંચ્યું હતું. આગામી પાંચ દિવસ સુધી અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. જોકે હાલ છેલ્લા બે દિવસથી અમદાવાદમાં વરસાદી ઝાપટાં પડી રહ્યાં છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બોલિવૂડ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion