શોધખોળ કરો
Advertisement
રાજ્યમાં આવતીકાલથી ભારેથી અતિભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
આવતીકાલથી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદના કારણે માછીમારોને 4થી 7 તારીખ સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
ગાંધીનગર: આવતીકાલથી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદના કારણે માછીમારોને 4થી 7 તારીખ સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં આવતીકાલથી મંગળવાર સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે.
રાજયમાં શનિવારથી મંગળવાર સુધી ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. શનિવારે સુરત, તાપી, ડાંગ, ભરૂચ, વલસાડ, નવસારી, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
સૌરાષ્ટ્રના ભાવનગરમાં પણ સારા વરસાદની શક્યતા છે. રવિવારે સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, અમરેલીમાં અને સોમવારે કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. અમદાવાદ શહેરમાં પણ 5 તારીખથી ભારે વરસાદની આગાહી કરવામા આવી છે.
ભારે વરસાદની આગાહીના કારણે 4 થી 7 તારીખ સુધી રાજયમા માછીમારોને દરિયો ના ખેડવા સૂચના આપવામા આવી છે. હવામાન વિભાગના મતે દક્ષિણ ગુજરાતમાં સિઝનના વરસાદની જે ઘટ છે તે ચાર દિવસમાં પૂર્ણ થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
આરોગ્ય
શિક્ષણ
સમાચાર
Advertisement