શોધખોળ કરો
Advertisement
આગામી બે દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી, આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, જાણો વિગતે
દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી,વલસાડ, દાદરાનગર હવેલી આહવા, ભરૂચ સહીતના શહેરોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
અમદાવાદઃ બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય તેમજ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદ વરસશે. ઉત્તર ગુજરાતમાં અરવલ્લી, બનાસકાંઠા અને મહેસાણા સહીતની જગ્યાએ ભારે વરસાદ પડશે .
હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી,વલસાડ, દાદરાનગર હવેલી આહવા, ભરૂચ સહીતના શહેરોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, રાજકોટ, જૂનાગઢ, મોરબી સહિતની જગ્યા પર ભારે વરસાદ પડશે. જ્યારે ઉત્તર ગુજરાતમાં અરવલ્લી, બનાસકાંઠા અને મહેસાણા સહિતની જગ્યાએ ભારે વરસાદ પડશે.
છેલ્લા 24 કલાકમાં ખાબકેલો વરસાદ આફતનો વરસાદ બન્યો છે. સૌરાષ્ટ્રના 15 તાલુકાઓમાં છ ઈંચથી 12 ઈંચ સુધીનો વરસાદ ખાબકી જતા જળબંબાકારની સ્થિતિ ઉભી થઈ છે. જેમાં 24 તાલુકાઓમાં 5થી 12 ઈંચ વરસાદ ખાબક્યો છે.
138 તાલુકાઓ 1થી 4 ઈંચ સુધીનો વરસાદ નોઁધાયો છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ જામજોધપુરમાં સાડા નવ ઈંચ વરસાદ ખાબક્યો છે. તો ખંભાળિયામાં સાડા આઠ ઈંચ વરસાદ નોંધાયો છે.
જામનગર, ગઢડા, મોરબીમાં 8 ઈંચ વરસાદ પડ્યો છે. તો ભાણવડ, દાંતા અને સુત્રાપાડામાં સાડા સાત ઈંચ વરસાદ નોંધાયો છે. વીસાવદર, કલ્યાણપુર, લાલપુરમાં સાત ઈંચ વરસાદ પડ્યો છે. બોટાદ, તાલાલા, કોટડા, સાંગણી, માંગરોળમાં છ-છ ઈંચ વરસાદ ખાબક્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
Advertisement