Gujarat Rain Live Update : બંગાળની ખાડીમાં સિસ્ટમ એક્ટિવ,કચ્છ, બનાસકાંઠામાં ધોધમાર વરસાદ
Gujarat Rain Live Update : રાજ્યમાં ભારે વરસાદથી અનેક જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. બનાસકાંઠા 16 ઇંચ વરસાદ વરસતા આ જિલ્લાના અનેક ગામડા સંપર્ક વિહોણા બન્યાં છે. જાણીએ રાજ્ય વેધર અપડેટ્સ
LIVE

Background
Gujarat Rain Live Update :ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે 8 સપ્ટેમ્બર 2025ના રોજ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી સાથે રેડ એલર્ટ જાહેર કર્યું છે. છેલ્લા 24 કલાકમાં સુઇગામમાં 16.5 ઇંચ વરસાદ નોંધાયો છે, જેના કારણે નડાબેટનો રણ વિસ્તાર સમુદ્રમાં ફેરવાઈ ગયો છે. ભારે વરસાદને કારણે સુઇગામ પલ્લીના ખેતરો પાણીથી ભરાઈ ગયા છે, અને ઘણા ગામોના રસ્તાઓ ધોવાઈ ગયા છે. સાવચેતી રૂપે, જિલ્લા વહીવટીતંત્રે 8 સપ્ટેમ્બરના રોજ તમામ શાળાઓ, કોલેજો અને આંગણવાડી કેન્દ્રો બંધ રાખવાની સૂચના આપી છે.
બનાસકાંઠા જિલ્લામાં આભ ફાટ્યું છે. 24 કલાકમાં 16.14 ઈંચ વરસાદથી સૂઈગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે.24 કલાકમાં ભાભરમાં 12.91,વાવમાં 12.56 ઈંચ વરસાદ વરસ્યો છે. 24 કલાકમાં થરાદમાં 11.73 ઈંચ, દિયોદરમાં 6.69 ઈંચ વરસાદ વરસ્યો છે. મૂશળધાર વરસાદથી સૂઈગામમાં નદી-નાળા છલકાય ગયા છે. ભારે વરસાદના કારણે ખેતરો બેટમાં ફેરવાયા છે
જિલ્લાની જીવાદોરી ગણાતા દાંતીવાડા ડેમના પાણીના સ્તરમાં વધારો થવાને ધ્યાનમાં રાખીને, વહીવટીતંત્રે વ્હાઇટ એલર્ટ જાહેર કર્યું છે, જેથી ડેમમાંથી પાણી છોડવામાં આવે તો આસપાસના વિસ્તારોને અગાઉથી ચેતવણી આપી શકાય. વહીવટીતંત્રે પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દીધી છે, અને લોકોને સલામત સ્થળોએ રહેવા અપીલ કરી છે. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં વરસાદની તીવ્રતામાં વધારો થવાની આગાહી કરી છે, જેના કારણે જિલ્લા વહીવટીતંત્ર અને NDRF ટીમો એલર્ટ મોડ પર છે.
પાટણના સાંતલપુર તાલુકામાં વરસાદથી અનેક રોડ-રસ્તા ધોવાયા
પાટણના સાંતલપુર તાલુકામાં વરસાદથી અનેક રોડ-રસ્તા જળમગ્ન થઇ ગયા છે. એવાલથી જાખોત્રા ગામનો રસ્તો તૂટી જતા વાહન વ્યવહાર ખોરવાયો છે. કેટલાક ગામોમાં વરસાદી પાણી ફરી વળતા લોકો હાલાકી ભોગવી રહ્યાં છે. સાંતલપુર તાલુકાના જામવાળા ફાગણી રોડ પર ફરી પાણી વળ્યા. સાંતલપુર તાલુકાના ખેતરો બેટમાં ફેરવાયા છે.
પાટણના સાંતલપુર તાલુકામાં વરસાદથી અનેક રોડ-રસ્તા ધોવાયા
પાટણના સાંતલપુર તાલુકામાં વરસાદથી અનેક રોડ-રસ્તા જળમગ્ન થઇ ગયા છે. એવાલથી જાખોત્રા ગામનો રસ્તો તૂટી જતા વાહન વ્યવહાર ખોરવાયો છે. કેટલાક ગામોમાં વરસાદી પાણી ફરી વળતા લોકો હાલાકી ભોગવી રહ્યાં છે. સાંતલપુર તાલુકાના જામવાળા ફાગણી રોડ પર ફરી પાણી વળ્યા. સાંતલપુર તાલુકાના ખેતરો બેટમાં ફેરવાયા છે.





















