શોધખોળ કરો

Gujarat Rain: રાજયભરમાં સાર્વત્રિક વરસાદ,  અમરેલી, બનાસકાંઠા, ગીર સોમનાથમાં ગાજવીજ સાથે વરસાદ

હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. બપોરે 2થી 4 વાગ્યા સુધીમાં 62 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે.

ગાંધીનગર:  હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. બપોરે 2થી 4 વાગ્યા સુધીમાં 62 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. જેમાં ભાવનગરના મહુવા પંથકમાં સૌથી વધુ 3 ઈંચ વરસાદ ખાબક્યો છે. ભુજપમાં 2 અને સાણંદમાં પોણા 2 ઈંચ વરસાદ વરસ્યો છે.  આણંદ અને લખતરમાં દોઢ-દોઢ ઈંચ વરસાદ વરસ્યો છે. મહેસાણા શહેરમાં 2 કલાકમાં દોઢ ઈંચ જ્યારે અમદાવાદના દસક્રોઈમાં પણ સવાઈંચ વરસાદ વરસ્યો છે. 

અમરેલીના રાજુલા, સિદ્ધપુરમાં સવા ઈંચ, પલસાણા, વાલોડ, વડિયામાં એક-એક ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે ગાંધીનગરના માણસામાં એક ઈંચ, મહેસાણાના જોટાણા, કડીમાં પોણો ઈંચ, અને ડભોઈ, પોશીનામાં અડધો-અડધો ઈંચ વરસાદ વરસ્યો છે. 

બનાસકાંઠા જિલ્લામાં પણ મેઘમહેર થઈ છે.  બીજા દિવસે પણ જિલ્લામાં વરસાદી વાતાવરણ યથાવત છે. ધાનેરા પંથકમાં ફરી એકવાર મેઘો મહેરબાન થયો છે. ધાનેરાના ખિમત,આલવાડા,વાંછડલા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. અસહ્ય ઉકળાટ બાદ ધોધમાર વરસાદ વરસ્યો છે.  વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.  અમીરગઢ પંથકમા ધોધમાર વરસાદ વરસ્યો છે. ઇકબાલગઢ ના માર્કેટયાર્ડમાં વરસાદ વરસ્યો. ધોધમાર વરસાદને પગલે હાઇવે અને નીચાણવાળા વિસ્તારોમા પાણી ભરાયા હતા.  3 દિવસની આગાહીને પગલે જિલ્લામા વરસાદી માહોલ છે. 

ચોમાસાની સિઝનમાં ગુજરાતમાં અત્યાર સુધી સરેરાશ 107.6 ટકા વરસાદ ખાબક્યો છે.  સૌથી વધુ કચ્છમાં 165.58 ટકા વરસાદ, જ્યારે દક્ષિણ ગુજરાતમાં 115.54 ટકા વરસાદ વરસ્યો છે.  ચોમાસાની સિઝનમાં સૌથી ઓછો પૂર્વ મધ્ય ગુજરાતમાં 87.90 ટકા વરસાદ વરસ્યો છે.  જ્યારે સૌરાષ્ટ્રમાં 96.27 અને ઉત્તર ગુજરાતમાં સરેરાશ 114.29 ટકા વરસાદ વરસ્યો છે.  

અમદાવાદ શહેરમાં વરસ્યો વરસાદ

હવામાન વિભાગની  આગાહી વચ્ચે સતત ત્રીજા દિવસે અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. શહેરના એસ.જી. હાઈવે, પ્રહલાદ નગર, ઈસ્કોન અને શ્યામલ ચાર રસ્તા સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસ્યો વરસાદ. સાયન્સ સીટી, બોપલ ઘુમા, પકવાન, થલતેજ, બોડકદેવ, શીલજ સહિત અનેક વિસ્તારમાં પણ જોરદાર પવન સાથે વરસાદ ખાબક્યો છે. અમદાવાદના ગોતા, સોલા, સરખેજ, સેટેલાઈટ અને આનંદનગર વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. અમદાવાદ શહેરના  મણિનગર, ઈસનપુર અને ખોખરા સહિતના અનેક વિસ્તારમાં વરસાદ પડ્યો છે. કોર્પોરેટ રોડ અને રામદેવનગર  સહિત અનેક વિસ્તારમાં વરસાદના કારણે વરસાદી પાણી ભરાયા છે.  વાહનચાલકો અને રાહદારીઓની પાણી ભરાતા હાલાકી  વધી છે. 

અમદાવાદ કોર્પોરેશના પાપે પાણીમાં વેજલપુરનો વિકાસ ગરકાવ થયો છે.  થોડા વરસાદમાં વેજલપુરમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી.  લોકોના ઘરમાં અને દુકાનોમાં  પાણી ઘૂસ્યા હતા. રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.  વર્ષોથી ચોમાસામાં વેજલપુર વિસ્તારમાં પાણી ભરાય છે  છતાં પ્રશાસન નથી કરતું કોઈ નક્કર કામગીરી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

R Ashwin Retirement: શું હવે IPLમાં નહી રમે અશ્વિન? જાણો નિવૃતિની સ્પીચમાં શું કહ્યુ?
R Ashwin Retirement: શું હવે IPLમાં નહી રમે અશ્વિન? જાણો નિવૃતિની સ્પીચમાં શું કહ્યુ?
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
સંભલમાં મસ્જિદ સર્વે દરમિયાન મળેલી મૂર્તિઓના દાવાથી અસંબંધિત તસવીરો વાયરલ
સંભલમાં મસ્જિદ સર્વે દરમિયાન મળેલી મૂર્તિઓના દાવાથી અસંબંધિત તસવીરો વાયરલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad : ICUમાં ધુણ્યો ભુવો, દવા નહીં ભુવાની વીધીથી થયો દર્દી સાજો| Civil HospitalGujarat Weather News: ગુજરાતમાં વધ્યું ઠંડીનું જોર, કચ્છમાં બે દિવસ કોલ્ડવેવની આગાહીNorth India Cold: ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી, જમ્મુ કાશ્મીરમાં પારો માઈનસ 8 ડિગ્રી | Abp AsmitaAhmedabad: બોપલ ઘુમાના ઓવરબ્રિજમાં તંત્રનું અક્કલ પ્રદર્શન, બ્રિજનો એક તરફનો છેડો તો થઈ જાય છે પુરો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
R Ashwin Retirement: શું હવે IPLમાં નહી રમે અશ્વિન? જાણો નિવૃતિની સ્પીચમાં શું કહ્યુ?
R Ashwin Retirement: શું હવે IPLમાં નહી રમે અશ્વિન? જાણો નિવૃતિની સ્પીચમાં શું કહ્યુ?
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
સંભલમાં મસ્જિદ સર્વે દરમિયાન મળેલી મૂર્તિઓના દાવાથી અસંબંધિત તસવીરો વાયરલ
સંભલમાં મસ્જિદ સર્વે દરમિયાન મળેલી મૂર્તિઓના દાવાથી અસંબંધિત તસવીરો વાયરલ
IPPB SO Recruitment 2024: ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્કમાં બહાર પડી ઓફિસરની ભરતી, જાણો ક્યારથી કરી શકશો અરજી?
IPPB SO Recruitment 2024: ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્કમાં બહાર પડી ઓફિસરની ભરતી, જાણો ક્યારથી કરી શકશો અરજી?
Aadhaar Card: એક મોબાઇલ નંબરથી કેટલા આધાર કાર્ડ કરી શકો છો લિંક? જાણો UIDAIનો નિયમ
Aadhaar Card: એક મોબાઇલ નંબરથી કેટલા આધાર કાર્ડ કરી શકો છો લિંક? જાણો UIDAIનો નિયમ
Fake Loan: તમારા નામ પરથી કોઇએ નથી લીધી ને લોન? નુકસાન અગાઉ આ રીતે જાણો
Fake Loan: તમારા નામ પરથી કોઇએ નથી લીધી ને લોન? નુકસાન અગાઉ આ રીતે જાણો
MahaKumbh 2025: મહાકુંભનો સમુદ્ર મંથન સાથે શું છે સંબંધ, જાણો તેનો ઇતિહાસ
MahaKumbh 2025: મહાકુંભનો સમુદ્ર મંથન સાથે શું છે સંબંધ, જાણો તેનો ઇતિહાસ
Embed widget