Rain Update: પાલનપુરમાં ભારે વરસાદ, દુકાનોમાં ઘૂસ્યા પાણી, 15 થી વધુ ગામડાઓ ને જોડતા માર્ગ જળમગ્ન
પાલનપુરમાં પણ ભારે વરસાદે તારાજી સર્જી છે. અહીં ભારે વરસાદના કારણે પાલનપુર હાઈવે પર દુકાનોમાં પાણી પાણી ઘૂસી ગયા છે. ભારે વરસાદ થી ગઠામણ પાટિયા વિસ્તાર ની દુકાનોમાં પાણી ઘૂસી જતાં વેપારીઓની ચિંતા વધી છે.
Rain Update: પાલનપુરમાં પણ ભારે વરસાદે તારાજી સર્જી છે. અહીં ભારે વરસાદના કારણે પાલનપુર હાઈવે પર દુકાનોમાં પાણી પાણી ઘૂસી ગયા છે. ભારે વરસાદ થી ગઠામણ પાટિયા વિસ્તાર ની દુકાનોમાં પાણી ઘૂસી જતાં વેપારીઓની ચિંતા વધી છે. પાલનપુર થી ગઠામણ પાટિયા ને જોડતા માર્ગ પણ પાણી પાણી થઇ ગયો છે. સતત ભારે વરસાદની અને ભારે પવનની જન જીવન ઉપર ખૂબ જ માઠી અસર પડી છે.આટલું જ નહી ભારે વરસાદે વાહનચાલકોની મુશ્કેલી પણ વઘારી છે. 15 થી વધુ ગામડાઓ ને જોડતા માર્ગ પર પાણી ભરાતા વાહન વ્યવહાર પણ ખોરવાયો છે.
રાજ્યમાંથી બિપરજૉય વાવાઝોડું પસાર થઇ ગયુ છે, પરંતુ હજુ સુધી તેની અસર ઓછી નથી થઇ, હવામાન વિભાગ અનુસાર, હજુ પણ ગુજરાતના માથે સંકટ તોળાઇ રહ્યું છે. હવામાન વિભાગ અનુસાર, હજુ રાજ્યમાં ભારે પવનો ફૂંકાશે અને ઠેક ઠેકાણે ધોધમાર વરસાદી વરસશે. ખાસ કરીને આ અસર ઉત્તર ગુજરાતમાં વધુ રહેવાની વાત કરવામાં આવી છે. ત્યારે આ બધાની વચ્ચે હવે બનાસકાંઠાથી તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે. બનાસકાંઠામાં વાવાઝોડાના કારણે 150થી વધુ વૃક્ષો ધરાશાયી થઇ ગયા છે.
વાવાઝોડાના કારણે બનાસકાંઠા જિલ્લામાં 150થી વધુ વૃક્ષો ધરાશાયી થઇ ગયા છે. અહેવાલ પ્રમાણે, જિલ્લાના ધાનેરામાં 40થી વધુ વૃક્ષો ભારે પવનના કારણે જમીનદોસ્ત થઇ ગયા છે, અને અનેક રહેણાંક વિસ્તારો અને સોસાયટીઓમાં અવરજવરના રસ્તાંઓ આના કારણે બંધ થયા છે. ધાનેરામાં ભારે પવન અને વરસાદના કારણે વૃક્ષો પડવાની ઘટનાથી વાહનવ્યવહાર પણ ખોરવાયો છે, વાહન ચાલકોને મુશ્કેલીઓ નડી રહી છે.
હવામાન વિભાગ અનુસાર, ગુજરાતમાંથી વાવાઝોડુ પસાર થઇ ગયુ છે અને હવે રાજસ્થાનમાં બેથી ત્રણ દિવસ સુધી આની અસર રહી શકે છે. પરંતુ ગુજરાતમાં હજુ પણ ઉત્તર ગુજરાતમાં મહેસાણા, પાટણ અને બનાસકાંઠામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. વાવાઝોડા અંગે હવામાન વિભાગે પ્રતિક્રિયા આપી છે કે, રાત સુધીમાં વાવાઝોડું ડિપ્રેશનમાં બદલાશે, ડિપ્રેશન બનતા સમય લાગે તો આવતીકાલ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. ત્રણ કલાક વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. કાલે સવાર બાદ કચ્છને રાહત મળી શકશે. અમદાવાદમાં થન્ડરસ્ટોમ એક્ટિવિટી સાથે વરસાદી માહોલ રહેશે.