Gujarat Rain: જો આપ ટ્રાવેલ કરવાનું વિચારો છો તો સાવધાન, ભારે વરસાદના કારણે રાજ્યના આ 302 રોડ છે બંધ
Gujarat Rain: રાજ્યમાં અતિ ભારે વરસાદને કારણે 271 પંચાયતના રસ્તાઓ સહિત કુલ 302 રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે.
Gujarat Rain: ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. જૂનાગઢ અને નવસારીમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. હવામાન વિભાગે આજે પણ ભારે વરસાદની આગાહી કરી છે. આજે પોરબંદર અને દ્વારકામા અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ છે. ભારે વરસાદના કારણે જૂનાગઢમાં અનેક લોકો પૂરના પાણી વચ્ચે ફસાયા હતા. અત્યાર સુધીમાં કુલ 736 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે અને લગભગ 358 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. રાજ્યમાં વધુ પડતા વરસાદને કારણે 271 પંચાયતના રસ્તાઓ સહિત કુલ 302 રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે.
રાજ્ય સરકારે ભારે વરસાદને કારણે સર્જાયેલ વિનાશને કારણે પોરબંદર અને કચ્છમાંથી પસાર થતા બે રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને 10 રાજ્ય ધોરીમાર્ગો બંધ કરી દીધા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શનિવારે મોડી રાત્રે ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) ખાતે સમીક્ષા બેઠક યોજી હતી.
ભારે વરસાદથી પ્રભાવિત જિલ્લાઓમાં NDRF (નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ) અને SDRF (સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ)ની કુલ નવ ટીમો તૈનાત કરવામાં આવી છે. NDRF અને SDRFની બે-બે ટીમો જૂનાગઢમાં બચાવ અને રાહત કામગીરી કરી રહી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આવતીકાલે બપોર સુધી દક્ષિણ ગુજરાતના ગીર-સોમનાથ, જૂનાગઢ, કચ્છ, પોરબંદર અને વલસાડ, નવસારીમાં ભારે વરસાદની સંભાવના છે. કમિશનરે લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરી છે. ભારે વરસાદના અનુમાનને લઇને આગામી 5 દિવસ માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ 24 જુલાઇ બાદ રાજ્યમાં વરસાદ વિરામ લેશે.
આ પણ વાંચો
Gujarat Rain Forecast: રાજ્યમાં આજે પણ અતિભારે વરસાદની આગાહી, આ 2 જિલ્લામાં રેડ એલર્ટ
Junagadh Rain: જુનાગઢના મુળિયાસા ગામમાં ભારે વરસાદથી ઘર, ખેતરો ડૂબ્યા, ચોમેર પાણી જ પાણી
Join Our Official Telegram Channel
https://t.me/abpasmitaofficial