શોધખોળ કરો

Rain Alert: ગુજરાત સહિત આ રાજ્યોમાં બે દિવસમાં ગાજવીજ સાથે ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગનું એલર્ટ જાહેર

આગામી 5 દિવસમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું આગળ વધવા માટે અનુકૂળ પરિસ્થિતિઓ, કોંકણ ગોવામાં અતિભારે વરસાદની સંભાવના; ગુજરાતમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને અન્ય વિસ્તારોમાં મેઘ મહેર.

IMD rain alert: દેશના ઉત્તર ભારત અને પશ્ચિમી ભારતના કેટલાક ભાગોમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી ચાલી રહેલી કાળઝાળ ગરમીમાંથી લોકોને રાહત મળવાના સંકેતો છે. કેન્દ્રીય હવામાન વિભાગ (IMD) એ આગામી પાંચ દિવસને લઈને દેશમાં ચોમાસા (Monsoon) ની સ્થિતિ અંગે મહત્વપૂર્ણ આગાહી કરી છે.

ચોમાસાની પ્રગતિ અને વરસાદની આગાહી

IMD અનુસાર, આગામી બે દિવસ દરમિયાન છત્તીસગઢ (Chhattisgarh) અને ઓડિશા (Odisha) ના કેટલાક સ્થળોએ, અને આ પછીના 3 દિવસ એટલે કે સોમવારથી બુધવાર દરમિયાન ગુજરાત (Gujarat), પશ્ચિમ બંગાળ (West Bengal), ઝારખંડ (Jharkhand) અને બિહાર (Bihar) ના કેટલાક ભાગમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાને આગળ વધવા માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે. ગુજરાતના સૌરાષ્ટ્ર (Saurashtra) અને દક્ષિણ ગુજરાત (South Gujarat) માં છૂટોછવાયો વરસાદી માહોલ ઘણા દિવસોથી યથાવત્ છે.

કોંકણ ગોવા (Konkan Goa) માં અતિભારે વરસાદની સંભાવના

હવામાન વિભાગ મુજબ, આગામી જૂન 14 15 દરમિયાન પશ્ચિમી હિમાચલ ક્ષેત્ર સહિત ઉત્તર પશ્ચિમ ભારત (North West India) માં હીટવેવની સ્થિતિ યથાવત્ રહેશે અને આ પછી વાતાવરણ સામાન્ય થવાની સંભાવના છે. જ્યારે જૂન 14 થી 17 સુધીમાં દક્ષિણ દ્વીપકલ્પીય ભારત (South Peninsular India) ના કોંકણ અને ગોવાના અમુક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આ દરમિયાન ચોમાસુ સક્રિય તબક્કામાં રહેવાની શક્યતા છે.

દેશના અન્ય ભાગોમાં વાવાઝોડા ગાજવીજ સાથે વરસાદ

દક્ષિણ દ્વીપકલ્પીય ભારતની વાત કરીએ તો, આગામી 7 દિવસ દરમિયાન કેરળ (Kerala), માહે (Mahe), કર્ણાટક (Karnataka) અને લક્ષદ્વીપ (Lakshadweep) ના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. જેમાં જૂન 13 થી 17 સુધીમાં દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ (Coastal Andhra Pradesh), યનમ (Yanam), રાયલસીમા (Rayalaseema), તેલંગાણા (Telangana), કર્ણાટકના કેટલાક સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. આ સાથે વાવાઝોડું, વીજળી અને 40 50 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. જ્યારે આગામી જૂન 14 થી 18 દરમિયાન તમિલનાડુ (Tamil Nadu), પુડુચેરી (Puducherry), કરાઈકલ (Karaikal), કેરળ, માહે, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, કર્ણાટક (Karnataka) ના અલગ અલગ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે.

ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

પશ્ચિમ ભારત (West India) ની વાત કરીએ તો, જૂન 14 થી 15 માં એટલે કે આગામી બે દિવસમાં મધ્ય મહારાષ્ટ્ર (Central Maharashtra) અને ગુજરાતના ગાજવીજ અને અનેક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જ્યારે જૂન 17 સુધી મરાઠવાડા (Marathwada), સૌરાષ્ટ્ર (Saurashtra), કચ્છ (Kutch) સહિતના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની સંભાવના છે.

IMD અમદાવાદ મુજબ, ગુજરાતમાં આવતીકાલે (જૂન 14) વડોદરા (Vadodara), છોટા ઉદેપુર (Chhota Udaipur), ભરૂચ (Bharuch), નર્મદા (Narmada), સુરત (Surat), તાપી (Tapi), ડાંગ (Dang), નવસારી (Navsari), વલસાડ (Valsad) જિલ્લાના મોટાભાગના સ્થળોએ, કચ્છના છૂટાછવાયા સ્થળોએ અને બનાસકાંઠા (Banaskantha), મહેસાણા (Mehsana), પાટણ (Patan), ગાંધીનગર (Gandhinagar), સાબરકાંઠા (Sabarkantha), અરવલ્લી (Aravalli), મહીસાગર (Mahisagar), ખેડા (Kheda), પંચમહાલ (Panchmahal), દાહોદ (Dahod), આણંદ (Anand), અમદાવાદ (Ahmedabad), સુરેન્દ્રનગર (Surendranagar), મોરબી (Morbi), રાજકોટ (Rajkot), બોટાદ (Botad), ભાવનગર (Bhavnagar), અમરેલી (Amreli), જામનગર (Jamnagar), જૂનાગઢ (Junagadh), ગીર સોમનાથ (Gir Somnath), પોરબંદર (Porbandar), દેવભૂમિ દ્વારકા (Devbhumi Dwarka) જિલ્લાના અમુક સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની આગાહી છે.

જૂન 15 ની આગાહી મુજબ, રાજ્યમાં કચ્છ જિલ્લાના અમુક સ્થળોએ અને આ સિવાયના રાજ્યના 32 જિલ્લાના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

ટોપ સ્ટોરી

Gujarat Rain: અમદાવાદ સહિત 14 જિલ્લામાં આગામી 2 કલાક વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે 
Gujarat Rain: અમદાવાદ સહિત 14 જિલ્લામાં આગામી 2 કલાક વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે 
જામનગરમાં BJP કોર્પોરેટરના પુત્રના ગોડાઉન પર પોલીસે પાડ્યો દરોડો, 19522 દારુની બોટલો જપ્ત
જામનગરમાં BJP કોર્પોરેટરના પુત્રના ગોડાઉન પર પોલીસે પાડ્યો દરોડો, 19522 દારુની બોટલો જપ્ત
વિવિધ માંગો સાથે વનપાલ અને વનરક્ષકો ઉતર્યા હડતાળ પર, મહિલા કર્મચારીઓ બાળકો સાથે હડતાળમાં જોડાઈ
વિવિધ માંગો સાથે વનપાલ અને વનરક્ષકો ઉતર્યા હડતાળ પર, મહિલા કર્મચારીઓ બાળકો સાથે હડતાળમાં જોડાઈ
 રાજ્યના હવામાનમાં મોટો પલટો! ત્રણ દિવસ વરસાદની આગાહી, ઠંડીનો ચમકારો વધશે
 રાજ્યના હવામાનમાં મોટો પલટો! ત્રણ દિવસ વરસાદની આગાહી, ઠંડીનો ચમકારો વધશે

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કરકસરયુક્ત દિવાળી
Hun To Bolish | હું તો બોલીશ | કેટલું અસરદાર ઓપરેશન ગંગાજળ ?
Hun To Bolish | હું તો બોલીશ | આવી રીતે એવોર્ડ થોડી અપાય ?
ચોરવાડમાં રિલાયન્સ પરિવારે યોજ્યો ભવ્ય કાર્યક્રમ, જિયોના 10 વર્ષની સફળતાની ભવ્ય ઉજવણી
Hun To Bolish | હું તો બોલીશ | પકડાયો વ્યાજખોર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cyclone Updates: અર્નબ વાવાઝોડાનો કહેર: દિલ્હીથી બિહાર સુધી વરસાદ, 12 રાજ્યોમાં IMDનું એલર્ટ
Cyclone Updates: અર્નબ વાવાઝોડાનો કહેર: દિલ્હીથી બિહાર સુધી વરસાદ, 12 રાજ્યોમાં IMDનું એલર્ટ
Weather Update: ચક્રવાત 'અર્નબ'નો કહેર, કાલે દેશના 12 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ 
Weather Update: ચક્રવાત 'અર્નબ'નો કહેર, કાલે દેશના 12 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ 
PM મોદી કાલથી બે દિવસના ગુજરાત પ્રવાસે, ભીલડીથી એકતાનગર સુધી જાણો સંપૂર્ણ કાર્યક્રમ? 
PM મોદી કાલથી બે દિવસના ગુજરાત પ્રવાસે, ભીલડીથી એકતાનગર સુધી જાણો સંપૂર્ણ કાર્યક્રમ? 
Gujarat Rain: અમદાવાદ સહિત 14 જિલ્લામાં આગામી 2 કલાક વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે 
Gujarat Rain: અમદાવાદ સહિત 14 જિલ્લામાં આગામી 2 કલાક વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે 
OnePlus એ લોન્ચ કર્યો 16GB રેમ સાથે શાનદાર ગેમિંગ ફોન, મળશે 9000mAh ની દમદાર બેટરી 
OnePlus એ લોન્ચ કર્યો 16GB રેમ સાથે શાનદાર ગેમિંગ ફોન, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Gold-Silver on MCX: દિવાળી તહેવાર પહેલા સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, જાણો શું છે કિંમત 
Gold-Silver on MCX: દિવાળી તહેવાર પહેલા સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, જાણો શું છે કિંમત 
Cyclone Arnab: અર્નબ વાવાઝોડાનો કહેર, ઓડિશાના 300 ગામડા સંપર્કવિહોણા, અનેક ટ્રેન રદ્દ 
Cyclone Arnab: અર્નબ વાવાઝોડાનો કહેર, ઓડિશાના 300 ગામડા સંપર્કવિહોણા, અનેક ટ્રેન રદ્દ 
અલ નીનોની ભારત પર ભયંકર અસર, 6 મહિનામાં દેશમાં 55 હજાર મોતની આશંકા?
અલ નીનોની ભારત પર ભયંકર અસર, 6 મહિનામાં દેશમાં 55 હજાર મોતની આશંકા?
Embed widget