(Source: ECI/ABP News/ABP Majha)
Gujarat Rain: ગુજરાતમાં કેટલા દિવસ સામાન્ય વરસાદની હવામાન વિભાગે કરી આગાહી?
હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે વહેલી સવારથી અમદાવાદમાં જોવા મળી હતી.
રાજ્યમાં આગામી પાંચ દિવસ સામાન્ય વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી. હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે વહેલી સવારથી અમદાવાદમાં જોવા મળી હતી. મળતી જાણકારી અનુસાર, અમદાવાદના એસજી હાઈવે, પ્રહલાદનગર, કર્ણાવતી ક્લબ, મકરબા અને સરખેજ વિસ્તારમાં સામાન્ય વરસાદ વરસ્યો હતો.
આગામી પાંચ દિવસ ગીર સોમનાથ, વલસાડ, નવસારી, પંચમહાલ અને દાહોદ સહિતના જિલ્લામાં સામાન્ય વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી હતી. સાત અને આઠ ઓક્ટોબરે દક્ષિણ ગુજરાતમાં થન્ડર સ્ટોર્મ એક્ટિવિટી થશે તેવી પણ હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યારે દિલ્હી સહિત અન્ય ઘણા રાજ્યોમાં પણ વરસાદનું એલર્ટ હવામાન વિભાગે આપ્યુ છે. દેશના પહાડી વિસ્તારોમાં આજે વરસાદનું એલર્ટ છે. અને આગામી 24 કલાકમાં ભારે વરસાદની ભારતીય હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી હતી.
Ration Card: આ રાજ્ય સરકારે દિવાળી પહેલા રેશનકાર્ડ ધારકોને આપી મોટી ભેટ! માત્ર 100 રૂપિયામાં મળશે કરિયાણાની વસ્તુઓ
New Facility for Ration Card Holders: દેશમાં તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં, જો તમે રાશન કાર્ડ ધારક છો, તો આ સમાચાર તમારા કામના છે. મહારાષ્ટ્ર સરકારે દિવાળીના ખાસ અવસર પર રાજ્યના રેશનકાર્ડ ધારકોને 100 રૂપિયામાં કરિયાણું આપવાનો નિર્ણય કર્યો છે. આ 100 રૂપિયામાં સોજી, ખાદ્ય તેલ, સીંગદાણા અને પીળી દાળનું પેકેજ મળશે. મંગળવારે મહારાષ્ટ્ર કેબિનેટે આ વિશેષ રાશન આઇટમ આપવા માટે મંજૂરી આપી દીધી છે. આ પ્રસ્તાવ ખાદ્ય અને નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગ દ્વારા આપવામાં આવ્યો હતો. આ નિર્ણયથી રાજ્યના 1.70 કરોડ પરિવારો અથવા 7 કરોડ લોકોને ફાયદો થશે. આ 100 રૂપિયાનું કરિયાણાનું પેકેજ રેશનકાર્ડ ધારકો રેશનની દુકાનમાંથી ખરીદી શકે છે.
મોંઘવારીના જમાનામાં સામાન્ય લોકોને મળશે
નોંધપાત્ર વાત એ છે કે મોંઘવારીએ સામાન્ય લોકોની કમર તોડી નાખી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર હાલમાં રિટેલ ફુગાવાનો દર 7% છે. દેશમાં વધી રહેલી મોંઘવારીને જોતા મહારાષ્ટ્રની શિંદે સરકારે ગરીબ અને ઓછી આવક ધરાવતા લોકોને મોટી રાહત આપતા માત્ર 100 રૂપિયામાં કરિયાણાની વસ્તુઓ આપવાનો નિર્ણય કર્યો છે. આ રાશનની વસ્તુ લોકોને મીઠાઈ અને નાસ્તો બનાવવામાં મદદ કરશે.