શોધખોળ કરો
Advertisement
રાજ્યનાં આ વિસ્તારોમાં આગામી 4 દિવસ પડશે ધોધમાર વરસાદ, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
હવામાન વિભાગ અનુસાર સોમવાર અને મંગળવારે નવસારી અને વલસાડમાં ભારે વરસાદ પડી શકે છે.
અમદાવાદઃ રાજ્યમાં ફરી આગામી 4 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લો, નવસારી, વલસાડ, રાજકોટ, જામનગર, પોરબંદર, દ્વારકા, સાબરકાંઠા, બનાસકાંઠા, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, કચ્છ, બોટાદ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ મુજબ રાજ્યમાં મોસમમાં સરેરાશ 108 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ કચ્છમાં જ્યારે સૌથી ઓછો વરસાદ ઉત્તર ગુજરાતમાં નોંધાયો છે.
હવામાન વિભાગ અનુસાર સોમવાર અને મંગળવારે નવસારી અને વલસાડમાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે સૌરાષ્ટ્રના જુનાગઢ, અમરોલી, ભાવનગર, ગીર સોમનાથ વિસ્તારમાં ભારેથી ભારે વરસાદ પડી શકે તેવી આગાહી કરી છે. ઉપરાંત દરિયામાં ૪૦થી ૫૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના હોવાથી દક્ષિણ ગુજરાતના માછીમારોને પાંચ દિવસ દરિયામાં નહીં જવા ચેતવણી આપવામાં આવી છે.
જોકે, છેલ્લા એક સપ્તાહથી નવસારી અને વલસાડમાં મેઘરાજાની અવિરત બેટિંગથી જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. ગત રવિવારથી શરૂ થયેલો વરસાદ આ રવિવારે પણ યથાવત રહ્યો હતો. વરસાદને પગલે જગતનો તાત ખુશખુશાલ જણાય રહ્યો છે.
વલસાડના ઉમરગામમાં ચાર ઇંચ, કપરાડામાં અઢી ઇંચ, ધરમપુરમાં એક ઇંચ, પારડી અને વાપીમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે નવસારી જિલ્લાના ચિખલીમાં સાડા ત્રણ ઇંચ, ખેરગામમાં અઢી ઇંચ, ગણદેવી દોઢ ઇંચ, નવસારી પોણા બે ઇંચ વરસાદ નોંધાયો હતો. સુરત જિલ્લામાં માત્ર ઓલપાડમાં જ એક ઇંચ પાણી પડયું હતું, તે સિવાય બાકીના વિસ્તારમાં ૫ મિમિથી ૧૫ મિમિ વરસાદ નોંધાયો હતો.
રાજ્યના કાંઠા વિસ્તારના ગીર સોમનાથ જિલ્લામાં પણ 24 કલાકથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યાં છે. ભારે વરસાદના કારણે જિલ્લાનાં તમામ તાલુકામાં વરસાદ વરસ્યો છે. ભાદરવો ભરપૂર થવાના લીધે જિલ્લાના બે મોટા ડેમ અને એક ચેકડેમ ઓવરફ્લો થયો છે. વરસાદના પગલે ગીરના જંગલમાં આવેલો શિંગવડા ડેમ અને હિરણ-2 ઓવરફ્લો થયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
આરોગ્ય
ગુજરાત
દેશ
Advertisement