શોધખોળ કરો
Advertisement
લોકડાઉનની સ્થિતિ વચ્ચે ગુજરાતમાં ક્યારથી વધશે ગરમીનો પારો? હવામાન વિભાગે શું કરી મોટી આગાહી? જાણો
ભારતમાં કેટલીક જગ્યાઓ પર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં તાપમાનનો પારો વધવાની આગાહી કરવામાં આવી છે.
અમદાવાદ: સમગ્ર દુનિયા સહિત ભારતમાં પણ કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે ભારતમાં કોરોનાને લઈને લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. જોકે તેની વચ્ચે ભારતમાં કેટલીક જગ્યાઓ પર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં તાપમાનનો પારો વધવાની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં જ્યાં કોરોનાનો હાહાકાર જોવા મળી રહ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આવતીકાલથી ગુજરાતમાં ગરમીનો પારો વધશે તેવી આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યાં પ્રમાણે, 4 તારીખથી ગુજરાતમાં તાપમાનનો પારો વધુ ઉપર જશે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આવતીકાલ એપ્રિલની 4 તારીખથી 6 સુધી ગરમીનો પારો વધશે. જેને લઈને અમદાવાદ, વડોદરા, સુરેન્દ્રનગર, અમરેલી સહિત શહેરોના તાપમાનમાં વધારો થશે. જેને લઈને રાજ્યમાં હવે બેવડી ઋતુનો અહેસાસ થશે નહીં.
ગુજરાતમાં એક બાજુ કોરોના વાયરસના સંક્રમિતોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે આજે ગોધરાના કોરોના દર્દીનું વડોદરા ખાતે સારવાર દરમિયાન મોત થુયં છે જેને લઇને ગુજરાતમાં મૃત્યુનો આંકડો 8 પર પહોંચ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
શિક્ષણ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion