લોકસભા ચૂંટણીને લઈ ગુજરાત કોંગ્રેસ એક્શનમાં, ઉમેદવાર પસંદ કરવા નવતર પ્રયોગ હાથ ધર્યો
કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ આજે 13 જિલ્લાના આગેવાનોને મળશે. જિલ્લા મુજબ આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરશે.
![લોકસભા ચૂંટણીને લઈ ગુજરાત કોંગ્રેસ એક્શનમાં, ઉમેદવાર પસંદ કરવા નવતર પ્રયોગ હાથ ધર્યો In the Congress action for the Lok Sabha elections, the Congress undertook a novel experiment in selecting candidates લોકસભા ચૂંટણીને લઈ ગુજરાત કોંગ્રેસ એક્શનમાં, ઉમેદવાર પસંદ કરવા નવતર પ્રયોગ હાથ ધર્યો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/14/88e5f4c274bba5198ba2eb8bda608e7f1705204910240798_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Lok Sabha Election 2024: લોકસભાની ચૂંટણીને લઈ કૉંગ્રેસ એક્શનમાં આવી છે. કોંગ્રેસે લોકસભાની ચૂંટણીના ઉમેદવારોની પસંદગી હાથ ધરી છે. દરેક જિલ્લાના 50 જેટલા આગેવાનોને ઉમેદવારો માટે એક ફોર્મ અપાશે. આગેવાનોએ 3 ઉમેદવારોનાં નામ અને આ જ ઉમેદવારની પસંદગી શું કામ તેનું કારણ લેખિતમાં આપવાનું રહેશે.
સાથે જ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ આજે 13 જિલ્લાના આગેવાનોને મળશે. જિલ્લા મુજબ આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરશે. ખેડા, આણંદ, સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લાના આગેવાનો સાથે બેઠક કરશે. સાથે જ ભાવનગર, અમરેલી, રાજકોટ અને બોટાદ જિલ્લાના આગેવાનો સાથે પણ બેઠક કરશે. લોકસભાની આગામી ચૂંટણી, મંડળ અને સેક્ટરના સંગઠન અંગે ચર્ચા થશે. તો જિલ્લા કક્ષાના સંમેલન અને ડોનેટ ફોર દેશ અભિયાન અંગે પણ ચર્ચા થશે.
નોંધનીય છે કે, લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત ભાજપ દ્વારા ભરતી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડી ચૂકેલા નેતાઓ સહિત 2000થી વધુ કાર્યકરોને ભાજપમાં સામેલ કરવામાં આવ્યા છે. ગાંધીનગરના કમલમ ખાતે ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ અને સીએમ ભૂપેન્દ્ર પટેલે સૌનું સ્વાગત કર્યું હતું. ભાજપમાં સમાવિષ્ટ આગેવાનો અને કાર્યકરોમાં કોંગ્રેસ અને AAP સાથે સંકળાયેલા 12 જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો, 12 કોર્પોરેટરો, પ્રદેશ આગેવાનો, 3 APMC પ્રમુખો, 50 સહકારી આગેવાનો અને તાલુકા પંચાયત સાથે સંકળાયેલા 45 જિલ્લા કક્ષાના આગેવાનોનો ભાજપમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
ગુજરાત ભાજપના નેતા ભરત બોધરાએ જણાવ્યું હતું કે રાજકોટ, વડોદરા, અરવલ્લી, સાબરકાંઠાના 2100 જેટલા કાર્યકરો પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિશ્વાસ સાથે ભાજપમાં જોડાયા છે. તેઓ પોતે 40થી વધુ બસો લઈને ગાંધીનગરના કમલમ પહોંચ્યા અને ભાજપમાં જોડાયા. કોંગ્રેસ અને AAPની ડૂબતી નાવ અને પાર્ટીમાં નેતૃત્વનો અભાવ જોઈને તેમને પાર્ટી છોડવાની ફરજ પડી હતી.
ભાજપના નેતા ભરત બોધરાએ કહ્યું કે ભાજપની સરકાર છે અને અમે અમારા વચનો પૂરા કરવાની દિશામાં કામ કરી રહ્યા છીએ. રામ મંદિરનું નિર્માણ હોય કે કલમ 370, ભાજપ સરકારે તમામ સ્તરે પરિણામો સાથે કામ કર્યું છે. રામ મંદિરના નિર્માણને કારણે સમગ્ર દેશમાં સનાતનની લહેર ઉભી થઈ છે. દરેક વ્યક્તિ તે લહેરમાં જોડાવા માંગે છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)