શોધખોળ કરો
અમદાવાદઃ પોશ વિસ્તારમાં વિકૃત યુવકે નાગાલેન્ડની 25 વર્ષની યુવતીના પ્રાઈવેટ પાર્ટ્સ પર હાથ નાંખી કરી અશ્લીલ હરકત ને પછી....
આ 25 વર્ષીય યુવતી તેના ફિયાન્સ સાથે ભાડે મકાન રાખીને રહે છે.

અમદાવાદઃ અમદાવાદ શહેરમાં નવા વર્ષની શરૂઆતમાં બનેલી એક આઘાતજનક અને શરમજનક ઘટનામાં 25 વર્ષની યુવતી સાથે વિઠ્ઠલ રાઠોડ નામના યુવકે જાહેરમાં અશ્લીલ કરી હતી. નાગાલેન્ડની આ યુવતી નોકરી પરથી પાછી ઘરે જતી હતી ત્યારે રાઠોડે તેના પ્રાઈવેટ પાર્ટ્સ સાથે ગંદી હરકત કરી હતી. યુવતીએ બૂમાબૂમ કરતાં ભાગવા જતા રાઠોડને લોકોએ પકડીને પોલીસને હવાલે કર્યો છે. પોશ વિસ્તારમાં બનેલી આ ઘટનાએ અમદાવાદમાં મહિલાઓની સુરક્ષા સામે સવાલ ઉભા કર્યો છે.
આ ઘટનાની વિગત એવી છે કે, મૂળ નાગાલેન્ડની 25 વર્ષની યુવતી હાલ રામદેવ નગર ખાતે રહે છે. આ 25 વર્ષીય યુવતી તેના ફિયાન્સ સાથે ભાડે મકાન રાખીને રહે છે. નવી નોકરીના પહેલા દિવસે તે નોકરીએ ગઈ હતી. આ યુવતી નોકરીએથી તેના ઘર તરફ જતી હતી ત્યારે જ રામદેવનગર ચાર રસ્તા તરફ જવાના રોડ ઉપર સાંઈબાબા મંદિર પાસે વિઠ્ઠલ રાઠોડ તેની પાસે આવ્યો હતો. તેણે આ યુવતીના પ્રાઇવેટ પાર્ટ પર હાથ નાંખીને અશ્લીલ હરકતો કરી હતી. યુવતીએ બૂમાબૂમ કરતાં યુવક ત્યાંથી ભાગવાનો પ્રયાસ કરતો હતો પણ લોકોએ તેને પકડી સેટેલાઇટ પોલીસને સોંપ્યો છે. સેટેલાઈટ પોલીસે વિઠ્ઠલ રાઠોડની ધરપકડ કરી તેની સામે કેસ નોંધ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement
