શોધખોળ કરો

ગુજરાતના કયા વિસ્તારોમાં આભ ફાટ્યું, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું, હાલ આવી છે સ્થિતિ

ગુજરાતમાં હાલ મેઘમહેર થઈ રહી છે ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 229 તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. તાપીના ડોલવણમાં સૌથી વધુ 11.54 ઈંચ વરસાદ ખાબક્યો

ગુજરાતમાં હાલ મેઘમહેર થઈ રહી છે ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 229 તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. તાપીના ડોલવણમાં સૌથી વધુ 11.54 ઈંચ વરસાદ ખાબક્યો તો સુરતના માંડવીમાં 10, વ્યારા અને ગીરસોમનાથના તાલાલામાં 7 ઈંચ વરસાદ વરસ્યો હતો. બાકીના તાલુકાઓમાં 2થી છ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને પગલે જ્યાં જુઓ ત્યાં પાણી જોવા મળ્યું હતું. ગુજરાતના કયા વિસ્તારોમાં આભ ફાટ્યું, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું, હાલ આવી છે સ્થિતિ હવામાન વિભાગ અનુસાર હજુ આગામી પાંચ દિવસમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. રાજ્ય પર એકસાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં સારો એવો વરસાદ પડી શકે છે. ત્યારે દક્ષિણ ગુજરાતના માંડવી અને ડોલવણમાં આભ ફાટ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતાં ડોલવણમાં 11.54 ઈંચ જ્યારે માંડવીમાં 10 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ગુજરાતના કયા વિસ્તારોમાં આભ ફાટ્યું, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું, હાલ આવી છે સ્થિતિ માંડવી અને તાલાલામાં ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. તો અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા હતા. કેટલાક ગામોમાં તો લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા હતા. જેના કારણે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ગુજરાતના કયા વિસ્તારોમાં આભ ફાટ્યું, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું, હાલ આવી છે સ્થિતિ છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં વરસાદની વાત કરીએ તો તાપીના ડોલવણમાં આભ ફાટ્યું છે. અહીં 11 ઇંચ વરસાદ ખાબક્યો છે. જેના કારણે અનેક સ્થળો પર પાણી ભરાયા છે. તો છેલ્લા 24 કલાકમાં સુરતના માંડવીમાં 10 ઈંચ વરસાદ પડ્યો છે. ગુજરાતના કયા વિસ્તારોમાં આભ ફાટ્યું, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું, હાલ આવી છે સ્થિતિ તાપીના વ્યારામાં સાડા સાત ઈંચ, સોમનાથના તાલાલામાં સાડા સાત ઈંચ વરસાદ નોધાયો છે અને તાપીના વાલોડમાં સાત ઈંચ વરસાદ પડ્યો છે. તો નવસારીના વાંસદામાં સાડા છ ઈંચ, ડાંગના વઘઈમાં પોણા છ ઈંચ, સુરતના બારડોલીમાં પણ પોણા છ ઈંચ વરસાદ પડ્યો છે. ગુજરાતના કયા વિસ્તારોમાં આભ ફાટ્યું, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું, હાલ આવી છે સ્થિતિ જળ ત્યાં જમીનના આ દ્રશ્યો છે ગીર સોમનાથ જિલ્લાના જ્યાં વરસ્યો ધોધમાર વરસાદ. તાલાલામાં ખાબક્યો 7 ઈંચથી વધુ વરસાદ. દ્રશ્યો છે કોડીનાર શહેરના જ્યાં મેઘરાજા મન મૂકીને વરસતા કોડીનાર થયું પાણી-પાણી. ગુજરાતના કયા વિસ્તારોમાં આભ ફાટ્યું, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું, હાલ આવી છે સ્થિતિ કોડીનાર બ્રિજ પર સિંગોડા નદીના પાણી ફરી વળ્યા હતા. ભારે વરસાદને લઈ કોડીનાર-સોમનાથ નેશનલ હાઈવે પર સોમેત નદીના પાણી ફરી વળ્યા હતાં. સરસ્વતી નદીમાં પૂર આવતા તાલાળા ગીરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતાં. ગુજરાતના કયા વિસ્તારોમાં આભ ફાટ્યું, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું, હાલ આવી છે સ્થિતિ પ્રાચી તીર્થથી તાલાલા જવાનો રસ્તો બંધ થઈ ગયો હતો. રસ્તા પર કમરસમા પાણી ભરાયા હતાં તો ખેતરો તળાવોમાં ફેરવાયા હતાં. ગીર જંગલમાંથી નીકળતી સરસ્વતી નદીએ રૌદ્ર રૂપ ધારણ કર્યું હતું. જાણે અફાટ દરિયો હોય તેમ તેના વહેણ વહી રહ્યા છે. માધવરાય મંદિર હજું પાણીમાં ગરકાવ છે. ગુજરાતના કયા વિસ્તારોમાં આભ ફાટ્યું, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું, હાલ આવી છે સ્થિતિ મંદિરમાં ભગવાનની પ્રતીમા પર 20 ફૂટ ઉપરથી સરસ્વતી નદીનું પાણી વહી રહ્યું છે તો તાલાલાના જાંબુર ગામે હિરણ નદીના ધસમસતા પ્રવાહમાં સિદી યુવાનો જોખમી સ્ટંટ કરતાં દેખાયા. નદીના પાણીના પ્રવાહમાં સિદી યુવાનોએ ભૂસકા માર્યા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પૂજ્ય સંત શ્રી લાલબાપુનું અમદાવાદમાં સફળતાપૂર્વક ઓપરેશન પૂર્ણ
પૂજ્ય સંત શ્રી લાલબાપુનું અમદાવાદમાં સફળતાપૂર્વક ઓપરેશન પૂર્ણ
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ

વિડિઓઝ

Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ

Embed widget