(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાત સરકારની આ પરીક્ષાનું પેપર 5 લાખમાં લેવા વિદ્યાર્થીઓને બોલાવાયા, પોલીસને પડી ગઈ ખબર ને..........
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનારી સબ એકાઉન્ટન્ટની પરીક્ષાના પેપરનુ કૌભાંડ થયુ હોવાનુ વિદ્યાર્થીઓએ આક્ષેપો કર્યો હતો. આ અંગે પોલીસે આરોપીએનો પકડીને કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.
અમદાવાદઃ સરકારી નોકરી મેળવવા માંગતા વિદ્યાર્થીઓ માટે એક ચોંકવનારી ઘટના સામે આવી છે. અમદાવાદના ધોળકા પાસે પેપર કૌભાંડનો પોલીસે પર્દાફાશ કર્યો છે. માહિતી પ્રમાણે, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનારી સબ એકાઉન્ટન્ટની પરીક્ષાના પેપરનુ કૌભાંડ થયુ હોવાનુ વિદ્યાર્થીઓએ આક્ષેપો કર્યો હતો. આ અંગે પોલીસે આરોપીએનો પકડીને કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.
વિદ્યાર્થીઓનો આક્ષેપ હતો કે -ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનારી સબ એકાઉન્ટન્ટની પરીક્ષાના માટેનુ આ કૌભાંડ હતુ, વિદ્યાર્થી દીઠ 4 થી 5 લાખ રૂપિયામાં પરીક્ષાનું પેપર આપી ઓર્ડરનું કૌભાડ આવ્યું બહાર આવ્યુ છે. આ અંગે ધોળકા પોલીસે સુરભી સોસાયટી બહારથી વિદ્યાર્થીઓ ની પૂછપરછ કરતા આ ભાંડો ફૂટ્યો હતો. 35 જેટલા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓની પૂછપરછ દરમિયાન આ મોટા કૌભાંડમાં ચોંકાવનારા ખુલાસા પણ સામે આવ્યા હતા. જોકે પોલીસ તપાસમાં પેપર લીક ના થયું હોવાની માહિતી આવી સામે આવી છે. વિદ્યાર્થીઓને સુરભી સોસાયટી પાસે કોઈ એક મકાનમાં પેપર લેવા માટે બાવળા ચોકડીથી ધોળકા બોલાવ્યા હતા.
ગુજરાત સરકારે 18મીથી શરૂ થતી ધોરણ 9થી 12ની પરીક્ષા અંગે લીધો શું મોટો નિર્ણય ? વિદ્યાર્થીઓને થશે શું ફાયદો ?
રાજ્યમાં આગામી 18મી ઓક્ટોબરથી શરૂ થનાર ધોરણ 9થી 12ની પ્રથમ પરીક્ષા અંગે ગુજરાત સરકારો મહત્ત્વનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયથી વિદ્યાર્થીઓને ફાયદો થશે.
પ્રથમ પરીક્ષાના પ્રશ્ન પેપર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ કાઢવાનું હતું પરંતુ હવે રાજ્ય સરકારે જે તે શાળાઓ પણ પોતાની રીતે પેપર કાઢી શતે તેવો વિકલ્પ શાળાને આપ્યો છે. જે શાળાઓ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના પેપર ઉપયોગમાં લેવા માગતા હોય તો તે વિકલ્પ પણ ખુલ્લો છે અને જો શાળા જાતે જ પ્રશ્ન પેપર તૈયાર કરીને પરીક્ષા લેવા માગતી હોય તો તે વિદ્યાર્થીઓની પરીક્ષા લઈ શકશે.
રાજ્યના શૈક્ષણિક કેલેન્ડર પ્રમાણે ધોરણ 9 થી 12 ની પ્રથમ પરીક્ષા 18 ઓક્ટોબરથી 27 ઓક્ટોબર દરમિયાન આ પરીક્ષા યોજાશે.
શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલ શૈક્ષણિક કેલેન્ડરમાં ધોરણ 10 અને ધોરણ 12નાં વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા 14 માર્ચ 2022થી 30 માર્ચ 2022 દરમિયાન લેવાશે. જ્યારે ધોરણ 9 અને 11નાં વિદ્યાર્થીઓની વાર્ષિક પરીક્ષા 11-21 એપ્રિલ 2022 દરમિયાન લેવાશે. આ ઉપરાંત ધોરણ 9થી 12નાં વિદ્યાર્થીઓની પ્રથમ કસોટી 18-27 ઓક્ટોબર દરમિયાન લેવામાં આવશે. અને બીજી કસોટી 27 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી દરમિયાન લેવામાં આવશે.