Jamnagar : ATSનું ડ્રગ્સ મામલે મોડી રાત્રે ગુપ્ત ઓપરેશન, રેડને પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા
ATSનું ડ્રગ્સ મામલે મોડી રાત્રે ગુપ્ત ઓપરેશન હાથ ધરાયું હતું. અમદાવાદ ATS ડ્રગ્સની બાતમીના આધારે ઓચિંતિ જામનગર ત્રાટકી હતી. જામનગરમાં દરિયાકાંઠાના નજીકના બેડી વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું.
જામનગર : ATSનું ડ્રગ્સ મામલે મોડી રાત્રે ગુપ્ત ઓપરેશન હાથ ધરાયું હતું. અમદાવાદ ATS ડ્રગ્સની બાતમીના આધારે ઓચિંતિ જામનગર ત્રાટકી હતી. જામનગરમાં દરિયાકાંઠાના નજીકના બેડી વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. જામનગર LCB અને SOG પોલીસને સાથે રાખીને સર્ચ ઓપરેશન હાથ ધરાયું. બેડી વિસ્તારમાં એક વ્યક્તિના ઘરમાંથી ડ્રગ્સ ઝડપાયુ હોવાના પ્રાથમિક અહેવાલ. કેટલી માત્રામાં ડ્રગ્સ છે ? અને ક્યાંથી ડ્રગ્સ લાવવામાં આવ્યું ? તે અંગેની ATS દ્વારા સઘન પૂછપરછ કરવામાં આવી છે. બેડી વિસ્તારમાં અચાનક મોડી રાત્રે ATS ત્રાટકતા લોકોના ટોળેટોળા જોવા મળ્યા હતા.
Gujarat Drugs: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો ઝડપાઈ રહ્યો છે. ગુજરાતના દરિયામાં જવાનોની મુસ્તૈદીથી ડ્રગ્સ તસ્કરોની કારી ફાવતી નથી. રાતના અંધારામાં સુરક્ષાકર્મીઓ ઓપરેશન પાર પાડી રહ્યા છે. તાજેતરમાં જવાનોની સતર્કતાને કારણે ડ્રગ્સના મોટા રેકેટનો પર્દાફાશ થયો છે. ગુજરાતના દરિયામાં નશાના ઝેર પર ગુજરાત ATS કહેર બનીને તૂટી છે. છેલ્લા 6 મહિનામાં જ ગુજરાત ATS એ સુરક્ષા એજંસીઓ સાથે મળી અંદાજે 5 હજાર કરોડનું ડ્રગ્સ પકડ્યું છે. રાતે બોટમાં ડ્રગ્સની હેરાફેરી કરતા નશાના સોદાગરોને જવાનોએ પકડી પાડ્યા છે. ગુજરાતના દરિયામાં જવાનોએ નશાની ખેપ પર સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી.
મોરબીમાં ભાજપનો જૂથવાદ સામે આવ્યો
તો બ્રિજેશ મેરજા ભાજપમાં આવ્યા ત્યારથી બ્રહ્મ સમાજ અને પરશુરામ ધામ પ્રત્યે શ્રદ્ધા અને લાગણી ધરાવે છે. તો બ્રહ્મ સમાજના પ્રમુખ ભૂપત પંડ્યા પણ તેના સમાજ સાથે બ્રિજેશ મેરજને ટેકો આપતા. આજે કાંતિભાઈ અમૃતિયા તુમ આગે બઢોના નારા લાગતા જૂથવાદ બહાર આવ્યો છે. કાંતિ અમૃતિયા પણ નિવેદન આપતા જોવા મળ્યા હતા. બ્રહ્મ સમાજના ધાર્મિક કાર્યક્રમમાં તેમણે સૂચક નિવેદન આપ્યું છે. મોરબીમાં લુખ્ખાગિરિ વધી હોવાથી હવે ખુલીને મેદાને આવવાનો હુકર કર્યો છે. તો બીજી તરફ બ્રહ્મ સમાજ મંત્રી મેરજાથી નારાજ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. બ્રહ્મ સમાજે કાંતિલાલ અમૃતિયા હાથ પકડીને આગામી વિધાનસભા ચૂંટણીમાં શંખનાદ કરવાનો હુકાર કરતા રાજકારણ ગરમાયું છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે એવામાં ભાજપનો જૂથવાદ સામે આવતા અનેક સવાલો ઉઠ્યા છે.