શોધખોળ કરો

જામનગરઃ પરિવારે જેમને મૃત માનીને અંતિમ સંસ્કાર કરી નાંખ્યા એ વૃધ્ધ બીજા દિવસે ઘરે આવ્યા ને..........

જામનગરના કાલાવડ નાકા બહાર વસવાટ કરતા દયાળજીભાઈ દામજી રાઠોડ બે દિવસ પૂર્વે ગુમ થયા હતા.  તેમના પરીવારજનોએ પોતાના પરિવારના સભ્ય ગુમ થવા બાબતે એ ડીવીઝન પોલીસમથકમાં જાણ કરી હતી.

જામનગરઃ જામનગરમાં બનેલી એક અજીબોગરીબ અને આશ્ચર્ય પમાડે તેવી ઘટનામાં પરિવારે જેમને મૃત માનીને અંતિમ સંસ્કાર કરી દીધા હતા એ વૃધ્ધ જીવિત ઘરે પાછા આવતાં સૌ આશ્ચર્યમાં પડી ગયા હતા. પરિવારે તપાસ કરતાં જેમના અંતિમ સંસ્કાર કરી દેવાય એ અન્ય વ્યક્તિ હોવાનું બહાર આવ્યું છે.

આ ઘટનાની પ્રાપ્ત વિગતો પ્રમાણે, જામનગરના કાલાવડ નાકા બહાર વસવાટ કરતા દયાળજીભાઈ દામજી રાઠોડ બે દિવસ પૂર્વે ગુમ થયા હતા.  તેમના પરીવારજનોએ પોતાના પરિવારના સભ્ય ગુમ થવા બાબતે એ ડીવીઝન પોલીસમથકમાં જાણ કરી હતી. બીજી તરફ  છૂટક મજુરી કામ કરતા અન્ય એક વૃદ્ધ કેશુભાઈ બાબુભાઈ મકવાણા પણ ગુમ થયા હતા. શાકમાર્કેટ નજીક વસવાટ કરતા કેશુભાઈ પણ પરિવારના સભ્યોને ના મળતા પરિવારજનો તેની શોધખોળ કરી રહ્યા હતા. દરમિયાન પોલીસે કેશુભાઈ મકવાણાનો મૃતદેહ શાકમાર્કેટ નજીકથી મળી આવ્યો હોવાની જાણ તેમના પરિવારજનોને કરી હતી.  મૃતદેહનો પોલીસે કબજો સંભાળી અને હોસ્પિટલ ખાતે લઇ ગઈ હતી. આ મૃતદેહ કેશુભાઈના પરિવારને અપાતાં  પરિવારજનોએ તેમને કેશુભાઈ મકવાણા સમજી તેમના અંતિમ સંસ્કાર કરી નાખ્યા હતા.

આ ઘટનામાં પરિવારે ખરેખર જેમને પોતાના સમજીને અંતિમ સંસ્કાર કર્યા તે કેશુ મકવાણા જીવિત હતા અને દયાળજી રાઠોડ ગુજરી ગયા હતા. કેશુભાઈ મકવાણા  અંતિમ સંસ્કાર બાદ પોતાના ઘરે બીજા દિવસે પહોચતાં પરિવાર સ્તબ્ધ થઇ ગયો હતો, કે આમના તો ગઈકાલે અંતિમ સંસ્કાર કર્યા તો જીવિત કેમ ?

પરિવારે આ મામલે પોલીસને જાણ કરી તો સમગ્ર બાબત અલગ દિશામાં લઇ જનારી નીકળી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે,  ખરેખર કાલાવડનાકા બહાર વસવાટ કરતા દયાળજીભાઈ દામજી રાઠોડ ગુમ થયા હતા અને તેનો મૃતદેહ શાક માર્કેટ નજીકથી મળી આવ્યો હતો. આ મૃતદેહની ખરાઈ કર્યા વિના જ કેશુ મકવાણાના પરિવારે પોતાના વડીલ સનતીને દયાળજી રાઠોડના અંતિમ સંસ્કર કેશુ બાબુ મકવાણા માનીને કરી નાખ્યા હતા. ખરેખર જે મૃતદેહ મળી આવ્યો હતો તે કેશુભાઈ મકવાણાનો હતો જ નહિ અને તે મૃતદેહ દયાળજીભાઈનો હતો. કેશુભાઈ જીવિત ઘરે પહોચતા આ બાબત સામે આવી હતી.  બંને  પરિવારો પોલીસ મથકે પહોચ્યા અને બાદમાં સ્મશાન ખાતે પહોચીને અસ્થીકુંભમાંથી નામો બદલવાની કાર્યવાહી અને પોલીસ પાસેથી જરૂરી દાખલા લેવાની વિધિ શરુ કરી છે.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast : આજે આ 2 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર
Gujarat Rain Forecast : આજે આ 2 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર
CM ભૂપેન્દ્ર પટેલને સીધી કરવી છે ફરિયાદ? તારીખ નોંધી લો, રૂબરૂ રજૂઆતનો આ રહ્યો રસ્તો
CM ભૂપેન્દ્ર પટેલને સીધી કરવી છે ફરિયાદ? તારીખ નોંધી લો, રૂબરૂ રજૂઆતનો આ રહ્યો રસ્તો
39 ડ્રાઈવર અને 31 કંડક્ટર સહિત 115 મૃતક કોરોના વોરિયર્સના પરિવાર માટે રાજ્ય સરકારની મોટી જાહેરાત
39 ડ્રાઈવર અને 31 કંડક્ટર સહિત 115 મૃતક કોરોના વોરિયર્સના પરિવાર માટે રાજ્ય સરકારની મોટી જાહેરાત
Rain Update: ગુજરાતમાં મેઘતાંડવથી 16 તાલુકામાં 40 ઈંચથી વધુ વરસાદ, તંત્ર એલર્ટ મોડ પર
Rain Update: ગુજરાતમાં મેઘતાંડવથી 16 તાલુકામાં 40 ઈંચથી વધુ વરસાદ, તંત્ર એલર્ટ મોડ પર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાબુઓના બહાના
Hun To Bolish : હું તો બોલીશ : 2-4 ઈંચમાં બેહાલ સુરત
Ahmedabad News: અમદાવાદના ચાંગોદરમાં ગેરકાયદે ફટાકડાના ગોડાઉનનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast: 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે: અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: આજથી બે દિવસ મેઘરાજા બોલાવશે ધબધબાટી: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast : આજે આ 2 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર
Gujarat Rain Forecast : આજે આ 2 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર
આસામમાં પૂરે મચાવી તબાહી, 24 કલાકમાં 21ના મોત, 872 ગામ જળમગ્ન
આસામમાં પૂરે મચાવી તબાહી, 24 કલાકમાં 21ના મોત, 872 ગામ જળમગ્ન
Sonam Wangchuk: ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં વાંગચુકને મળ્યા મંત્રી જેપી નડ્ડા અને જિતેન્દ્ર સિંહ
Sonam Wangchuk: ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં વાંગચુકને મળ્યા મંત્રી જેપી નડ્ડા અને જિતેન્દ્ર સિંહ
સિક્કિમ ટનલ દુર્ઘટનામાં 20ના મોત, હજુ પણ ફસાયેલા છે પાંચથી વધુ શ્રમિકો
સિક્કિમ ટનલ દુર્ઘટનામાં 20ના મોત, હજુ પણ ફસાયેલા છે પાંચથી વધુ શ્રમિકો
રાહુલ ગાંધીના વિરોધ અને રાજીનામાની માંગણી પર પ્રતિક્રિયા આપતા ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું, ‘સરકાર NEET પર...’
રાહુલ ગાંધીના વિરોધ અને રાજીનામાની માંગણી પર પ્રતિક્રિયા આપતા ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું, ‘સરકાર NEET પર...’
ફરી મોંઘી થઈ Maruti Suzukiની કાર, બે મહિનામાં બીજી વખત કરાયો વધારો
ફરી મોંઘી થઈ Maruti Suzukiની કાર, બે મહિનામાં બીજી વખત કરાયો વધારો
દિલ્હીમાં પીએમ આવાસ બહાર હંગામો: રાહુલ-પ્રિયંકાની અટકાયત, રાહુલે કહ્યું- 'આ લડાઈ હવે...'

Embed widget