JUNAGADH : અન્યાય સામે એસટી ડ્રાઈવરે કર્યો આત્મવિલોપનનો પ્રયાસ
Junagadh News : આત્મવિલોપનનો પ્રયાસ કરનાર કર્મચારી ને અન્યાય થતો હોવાનો દાવા સાથે આ પગલું ભર્યું હતું.
Junagadh : જૂનાગઢમાં એસટી વિભાગના એક કર્મચારીએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યાના સમાચાર છે. આત્મવિલોપનનો પ્રયાસ કરનાર કર્મચારી ને અન્યાય થતો હોવાનો દાવા સાથે આ પગલું ભર્યું હતું. મળતી માહિતી મુજબ મહેશ ભેટારીયા નામના એસટી ડ્રાઈવરે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. પગ પર પેટ્રોલ છાંટતા આ એસટી ડ્રાઈવરને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
જામનગરમાં ભાજપના મોટા નેતા AAPમાં જોડાયા
જેમ-જેમ ગુજરાતની ચુંટણીઓ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય નેતાઓનો પ્રવાસ અને સભાઓનો દૌર વધી રહ્યો છે, ત્યારે ગુજરાત વિધાનસભામાં પગ પેસારો કરવા માટે આમ આદમી પાર્ટી પણ તાકાત લગાવી રહી છે, ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હાલમાં ગુજરાતના પ્રવાસે છે. આ દરમિયાન તેમણે જામનગર, વડોદરા અને બોડેલી ખાતે સભા કરી હતી. તો બીજી તરફ વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપને મોટો ફટકો લાગ્યો છે. જામનગરના પૂર્વ મેયર અને ભાજપના વરિષ્ઠ નેતા કનકસિંહ જાડેજા આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. કનકસિંહ જાડેજા અરવિંદ કેજરીવાલની હાજરીમાં પાર્ટીમાં જોડાયા હતા.
અરવિંદ કેજરીવાલે આ પ્રવાસ દરમિયાન સૌ પહેલા જામનગરમાં ઓશવાલ સેન્ટર ખાતે શહેરના વેપારીઓ સાથે વાતચીત કરી અને તેની સમસ્યાઓ જાણવાના એક કાર્યક્રમમાં તેવો હાજર રહ્યા હતા. કેજરીવાલે કહ્યું કે ગુજરાતના લોકો તરફથી બહુ જ સમર્થન મળી રહ્યું છે જેને કારણે ભાજપને તકલીફ થઇ રહી છે અને ભાજપને બહુ અહંકાર આવી ગયો છે. તો વેપારીઓ સાથેની વાતચીત દરમિયાન ગુજરાતમાં દારૂબંધીને લઈને પણ કેજરીવાલે સરકાર પર પ્રહારો કર્યા ને કહ્યું કે ગુજરાતમાં દારૂબંધી વચ્ચે જોઈએ તે બ્રાન્ડનો દારુ હોમ ડીલેવરીથી મળે છે. આ ઉપરાંત કેજરીવાલે લઠાકાંડને લઈને પણ સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને આડે હાથ લીધા હતા.
આ પણ વાંચો :
Lumpy Virus : બોટાદમાં લમ્પી વાયરસ, 988 પશુઓ અસરગ્રસ્ત, 22 પશુઓના મોત, 20 ટિમો કરી રહી છે રસીકરણ