શોધખોળ કરો
Junagadh: બે કાર અને બાઇક વચ્ચે ત્રિપલ અકસ્માતમાં એકનું મોત, છ ઘાયલ
જૂનાગઢના સુખપર ગામના પાટીયા પાસે આજે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો.

જૂનાગઢઃ રાજ્યમાં જીવલેણ અકસ્માતની ઘટના સતત વધી રહી છે. જૂનાગઢના સુખપર ગામના પાટીયા પાસે આજે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં છ લાકો ઇજાગ્રસ્ત થયા હતા અને એક વ્યક્તિનું મોત થયું હતું. મળતી વિગત પ્રમાણે, સુખપરના પાટીયા પાસે બે કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું, જ્યારે બે મહિલા સહિત છ લાકો ઘાયલ થયા હતા. ઈજાગ્રસ્તોને જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
વધુ વાંચો





















