શોધખોળ કરો

જુનિયર ક્લાર્કની મોકુફ રખાયેલી પરીક્ષા 9 એપ્રિલે લેવાશે, ગુજરાત પંચાયત પસંદગી મંડળે સત્તાવાર જાહેરાત કરી

જુનિયર ક્લાર્કની મોકુફ રખાયેલી પરીક્ષા 9 એપ્રિલે લેવાશે.  ગુજરાત પંચાયત પસંદગી મંડળે સત્તાવાર જાહેરાત કરી છે.  

ગાંધીનગર: જુનિયર ક્લાર્કની મોકુફ રખાયેલી પરીક્ષા 9 એપ્રિલે લેવાશે.  ગુજરાત પંચાયત પસંદગી મંડળે સત્તાવાર જાહેરાત કરી છે. જુનિયર ક્લાર્કની પરીક્ષાને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. પંચાયત સેવા પસંદગી બોર્ડ જુનિયર ક્લાર્કની લેખિત પરીક્ષા 9 એપ્રિલના રોજ યોજશે. ત્યારે પૂરતા પરીક્ષા કેન્દ્રો ઉપલબ્ધ છે કે કેમ તેની વિગતો જિલ્લાઓ પાસેથી મંગાવવામાં આવી હતી જે બાદ પરીક્ષાની ફાઈનલ તારીખ જાહેર કરી છે.

જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટ્યા બાદ LRD ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલને પંચાયત સેવા મંડળની જવાબદારી સોંપવામાં આવી હતી. હસમુખ પટેલે ટ્વીટ કરીને માહિતી આપી હતી કે 'પંચાયત સેવા પસંદગી બોર્ડ જુનિયર ક્લાર્કની પરીક્ષા 09મી એપ્રિલે અને તલાટીની પરીક્ષા 23મી એપ્રિલના રોજ લેવા માંગે છે. પરીક્ષા કેન્દ્રોને લઈને જિલ્લાઓ પાસેથી વિગતો માંગવામાં આવી છે.' ત્યારે જુનિયર ક્લાર્ક અને તલાટીની પરીક્ષાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે.

1181 જગ્યા પર યોજાનાર જુનિયર ક્લાર્કની પરિક્ષા મોકૂફ રખાઈ હતી. જૂનિયર ક્લાર્ક પરીક્ષાનું વડોદરાથી પેપર લીક થયું હતું. જેને લઈને 9 લાખ 53 હજારથી વધુ ઉમેદવારોની મહેનત પાણીમાં ગઈ હતી. બીજી બાજુ પેપરલીક કાંડમાં ATSએ કુલ 16 આરોપીની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. જે બાદ આગામી 100 દિવસમા ફરી પરીક્ષા લેવામાં આવશે તેવો દાવો કરવામાં આવ્યો હતો. એટલું જ નહિ નવી પરીક્ષામા ઉમેદવારો વિનામુલ્યે પરીક્ષા કેન્દ્ર પર જઈ શકશે તેવું પણ બોર્ડે જણાવ્યું હતું. ત્યારે આજે પરીક્ષાની તારીખ જાહેર કરી છે.

જુનિયર ક્લાર્કનું પેપરલિક લીક થવા મુદ્દે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના અધ્યક્ષ સંદીપ કુમારે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમણે કહ્યું કે, ગુજરાત બહારની સંગઠિત ગેંગ દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું હોવાની પ્રાથમિક વિગત સામે આવી છે. આ મામલે 15 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

ગુજરાત પંચાયત સેવા પસંદગીના જુનિયર ક્લાર્ક વર્ગ ત્રણની પરીક્ષા હતી. સાડા નવ લાખ જેટલા ઉમેદવારો પરીક્ષા આપવાના હતા પરંતુ પેપર લીક થવાના કારણે આ પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી.  ઉમેદવારો મુશ્કેલીમાં મુકાયા હતા.  આખી રાત મુસાફરી કરીને પરીક્ષા કેન્દ્રમાં પહોંચ્યા અને ત્યારે જ સમાચાર આવ્યા કે પેપર લીક થયું છે. જેને લઈને તમામ ઉમેદવારોમાં એક રોષ જોવા મળ્યો હતો. એક પછી એક દર વર્ષે પેપર લીક થવાના કારણે વિદ્યાર્થીઓનો નિરાશા સાંપડે છે અનેક વિદ્યાર્થીઓ પોતાના વાલીઓ સાથે પણ આવ્યા પરંતુ પ્રશાસનની બેદરકારીના કારણે આ પરીક્ષા મોકૂફ રહી હતી. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
Embed widget