શોધખોળ કરો

કલોલમાં ST બસ ચાલકે કાબુ ગુમાવતા મુસાફરો પર બસ ફરી વળી, ચારના મોત, પાંચ ઘાયલ

કલોલમાં ST બસ ચાલકે કાબુ ગુમાવતા મુસાફરો પર બસ ફરી વળી, ચારના મોત

ગાંધીનગરઃ કલોલમાં એસટી બસના અકસ્મતામાં ચારના મોતના સમાચાર સામે આવ્યા છે. બસની રાહ જોઈને ઉભેલા મુસાફરો પર બસ ફરી વળી હતી જેમાં ત્રણ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. એસટી બસ ચાલકે બસ પરથી કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો. સવારે 7.18 કલાકે આ ઘટના ઘટી હતી. ખાનગી અને એસટી બસ વચ્ચે અકસ્માત થયો હતો. ઘાયલોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

8 વ્યકિતઓ ઈજાગ્રસ્ત થતા સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાયા છે.

અમદાવાદ તરફ જઈ રહેલી વિરમગામ ડેપો ની મીની બસે મુસાફરોને ટક્કર મારી છે. અકસ્માત બાદ બસ ચાલક બસ મૂકીને ફરાર થઈ ગયો છે. 

કલોલ અબિકા નગર બસ સ્ટોપ પાસે આ ઘટના બની છે.

અમદાવાદ જવા બસની રાહ જોઇ ઉભા રહેલાં મુસાફરોને બસે ટક્કર મારી છે.

મળતી માહિતી મુજબ આ ઘટનામાં ચાર લોકોના મોત થયા છે જ્યારે પાંચ લોકો ઘાયલ થયા છે. 

ખાનગી બસે એસટી બસને ટક્કર મારતા આ દુર્ઘટના સર્જાઈ હતી. 

GJ-18-Z-8881 નંબરની સરકારી બસને ખાનગી બસે ટક્કર મારી હતી. 

AR-01-Q-7291 નંબરની ખાનગી બસે ટક્કર મારી હતી. 

ઇજાગ્રસ્તોને સારવાર માટે પહેલા કલોલ અને બાદમાં ગાંધીનગર ખસેડવામાં આવ્યા છે. 

ડાંગમાં ખાનગી બસ પલટી

સાપુતારા માલેગાંવ ઘાટમાં અકસ્માત થયો છે. અહીં ખાનગી બસની બ્રેક ફેલ થતા બસ પલટી મારી ગઈ હતી. અમદાવાદના સાણંદથી નાશીક, શિરડી પ્રવાસેથી પરત ફરતા મુસાફરોને અકસ્માત નડ્યો છે.  માલેગાંવ ફોરેસ્ટ રેસ્ટ હાઉસ ઉપર ના વળાંક માં બ્રેક ફેલ થઈ જતા બસ પલટી મારી ગઈ હતી. બસમાં સવાર કુલ 56 મુસાફરો પૈકી 38 ને નાની મોટી ઇજા થઈ છે. ઇજાગ્રસ્ત મસાફરોમાં 13 ને સામગહાન, 20 ને આહવા સિવિલ, અને 5 ને સુરત રીફર કરવામાં આવ્યા છે. 

રાજકોટમાં હિટ એન્ડ રન

રાજકોટ અમીન માર્ગ રોડ પર હિટ એન્ડ રનની ઘટના બની છે. ગઈકાલે રાત્રે કાર ચાલકે સર્જ્યો હતો હિટ એન્ડ રન. પુરપાટ જતા કાર ચાલકે બાઇક પર જતી યુવતીને હડફેટે લીધી હતી. હિટ એન્ડ રનની ઘટના સીસીટીવી કેમેરામાં લાઈવ કેદ થઈ હતી. ઇજાગ્રસ્ત યુવતીને સામાન્ય ઇજા થઈ છે.

ભરૂચ નજીક હાઈવે પર ટેંકરમાં આગ

ભરૂચ નજીક હાઇવે પર ટોલપ્લાઝા નજીક મહાકાય ટેન્કરમાં આગ લાગી હતી. આગના કારણે નેશનલ હાઇવે પર ભારે ટ્રાફિકજામ જોવા મળ્યો હતો. જોકે બાદમાં ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો હતો અને સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
CM ભૂપેન્દ્ર પટેલ અમેરિકાના પ્રવાસે રવાના, Vibrant Gujarat 2027 માટે વિદેશી રોકાણકારોને આપશે આમંત્રણ
CM ભૂપેન્દ્ર પટેલ અમેરિકાના પ્રવાસે રવાના, Vibrant Gujarat 2027 માટે વિદેશી રોકાણકારોને આપશે આમંત્રણ
ખેડાના ઠાસરામાં બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો; ગ્રામજનોએ અધિકારીઓનો કર્યો ઘેરાવ
ખેડાના ઠાસરામાં બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો; ગ્રામજનોએ અધિકારીઓનો કર્યો ઘેરાવ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
Embed widget