શોધખોળ કરો

Gujarat Election 2022: અપક્ષ ઉમેદવારી નોંધાવનાર કામિની બા રાઠોડે લીધો મોટો નિર્ણય

Gujarat Assembly Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ટિકિટને લઈને નારાજ ચાલી રહેલા કામિની બા એ પોતાનું ફોર્મ પાછું ખેંચી લીધું છે.

Gujarat Assembly Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ટિકિટને લઈને નારાજ ચાલી રહેલા કામિની બા એ પોતાનું ફોર્મ પાછું ખેંચી લીધું છે. દહેગામ બેઠક પર કામિની બા રાઠોડે ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લેતા કોંગ્રેસ રાહતનો શ્વાસ લીધો છે. બીજા તબક્કાનો ચૂંટણી માટે આજે ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે દેહગામ બેઠક પરથી અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવનાર કામિની બાએ ફોર્મ પરત ખેંચ્યું છે. તમને જણાવી દઈએ કે, કામિની બા એ થોડા દિવસ પહેલા એવાં આક્ષેપો પણ કર્યા હતા કે, તેમની પાસે ઉમેદવારી નોંધાવવા પૈસા માંગવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેમણે કોંગ્રેસના સિનિયર નેતાઓ પર પણ આક્ષેપ કરતા કહ્યું હતું કે, મારા ફોનનો જવાબ આપવામાં નથી આવી રહ્યો. 

સુરતથી કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પ્રચંડ પ્રચારની શરુઆત કરી

કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ પ્રચાર માટે આજે ગુજરાતમાં આવ્યા છે. રાહુલ ગાંધીએ સુરતના મહુવામાં જનસભાને સંબોધી હતી. રાહુલ ગાંધીએ મહુવામાં જનસભા સંબોધતા કહ્યું, ભારત જોડો યાત્રાને જનતા ખૂબ જ આર્શીવાદ આપી રહી છે. ખેડૂત, દલિત, આદિવાસી સહિત તમામ વર્ગના લોકો આ યાત્રામાં જોડાઈ રહ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું આ પ્રેમ અને લાગણીની યાત્રા છે. હિંદુસ્તાનને જોડવાનું કામ ગાંધીજીએ કર્યું હતું.  સુરત જિલ્લાના મહુવા તાલુકાના અનવલના પાંચ કાકડામાં રાહુલ ગાંધીની જંગી સભાનું આયોજન થયું છે. સભામાં રાહુલ ગાંધીનું અડધે સુધી ભાષણ ભરતસિંહે અનુવાદ કર્યું હતું. બાદમાં તેઓ બેસી ગયા હતા.  રાહુલ ગાંધીએ કહ્યું,  અનંત પટેલ લોકોના અધિકાર માટે લડી રહ્યા છે. 

રાહુલ ગાંધીએ કહ્યું, દરેક જાતિ અને ધર્મના લોકો ઉત્સાહ અને ઉમંગથી ભારત જોડો યાત્રામાં જોડાય છે અને અમે સૌ આ દેશમાંથી નફરતને ખતમ કરવા આ યાત્રા કરી રહ્યા છીએ. ભાજપ તમને આદિવાસી નહીં પણ વનવાસી કહીને તમારી ઓળખ ભુલાવી રહ્યા છે.  જંગલ જમીન અને પર્યાવરણ વિષે આદિવાસીઓ જેટલું કોઈ જાણતું નથી.  આ દેશના પહેલા માલિક આદિવાસીઓ છે

રાહુલ ગાંધીએ કહ્યું આદિવાસી સમાજ સાથે મારા પરિવારને સંબંધ ખૂબ જ જૂનો છે.  હું નાનો હતો ત્યારે મારા દાદી ઈન્દીરાએ એક ચોપડી આપી હતી. જે મને સૌથી વધુ પ્રિય હતી. જેમાં ફોટો હતો. મને આદિવાસી વિષે વધુ ખબર નહોતી. એક આદિવાસી બાળક પુસ્તકમાં બધા ફોટો જંગલ વિષે અને એ બાળકના જીવવા વિષે હતી. હું દાદી સાથે આ પુસ્તક વાંચતો.દાદી મને સમજાવતી હતી. એક દિવસ મેં પૂછ્યું દાદી, આ પુસ્તક બહુ ગમે છે. તેણીએ કહ્યું આ પુસ્તક આપણા આદિવાસી વિષે છે. આ હિન્દુસ્તાનના પહેલા અને અસલી માલિક છે.

કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, ગઈકાલે યાત્રામાં રામ નામનો યુવાન મળ્યો, જે યુવાન મને મળીને રડી પડ્યો હતો.તેણે કહ્યું, કોરોનામાં મારુ આખું કુટુંબ ચાલ્યું ગયું. આ દુનિયામાં મારુ કોઈ નથી. હોસ્પિટલમાં ડોક્ટરો સામે હાથ જોડ્યા. પરંતુ તેઓએ મારા પરિવારને બચાવ્યું નથી. હું બેરોજગાર છું. મને કોઈ રસ્તો નથી દેખાતો. આજે મને કોઈ રસ્તો નથી દેખાતો. આદિવાસીઓની જમીન લઈ લેવામાં આવે છે. અમને પૂછ્યા વગર જમીનો ઉદ્યોગપતિઓને આપી દેવામાં આવે છે.અમારી જમીનનાં પૈસા આપ્યા વિના અમારી મા એવી જમીનને મફતમાં આપી દેવામાં આવે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Embed widget