ખંભાતમાં ગેરકાયદે દબાણ પર બુલડોઝર ફરી વળ્યું, હિંમતનગરમાં પણ થશે કાર્યવાહી
ગુજરાતમાં રામનવમીના દિવસે શોભાયાત્રા નિકળી હતી ત્યારે હિંમતનગર અને ખંભાતમાં પથ્થર મારો કરવામાં આવ્યો હતો. હવે આ હુમલા બાદ ગુજરાતના ખંભાત વિસ્તારમાં બુલડોઝર ચલાવવામાં આવ્યું છે.
ગુજરાતમાં રામનવમીના દિવસે શોભાયાત્રા નિકળી હતી ત્યારે હિંમતનગર અને ખંભાતમાં પથ્થર મારો કરવામાં આવ્યો હતો. હવે આ હુમલા બાદ ગુજરાતના ખંભાત વિસ્તારમાં બુલડોઝર ચલાવવામાં આવ્યું છે. આ દરમિયાન ગેરકાયદેસર બનેલી અનેક દુકાનો તોડવામાં આવી છે. ખંભાતના સંવેદનશીલ શક્કરપુરમાં રામનવમીના દિવસે પથ્થરમારાની ઘટનાના ઘેરા પડઘા પડ્યા છે. આ ઘટના બાદ પોલીસે ધરપકડ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ, તંત્ર પણ હરકતમાં આવ્યું છે. ખંભાત તાલુકામાં સંવેદનશીલ પોઇન્ટ નક્કી કરીને ત્યાં દબાણો દૂર કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. ખંભાતમાં રામનવમી હિંસા મામલે સરકારે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે આ ગુનામાં 57 લોકો સામે ફરિયાદ નોંધી છે, 11 આરોપીની ધરપકડ થઈ છે. 46 આરોપીની ધરપકડ બાકી છે. શકરપુરાની ઘટનામાં 2 મોલવીની સંડોવણી સામે આવી છે.
રામનવમીના દિવસે શોભાયાત્રા પર થયેલા હુમલા બાદ વિસ્તારમાં બુલડોઝર ચલાવવામાં આવ્યું છે. આ દરમિયાન ગેરકાયદેસર રીતે બનેલી દુકાનો પર અતિક્રમણ હટાવવામાં આવ્યું છે. ગેરકાયદેસર સંપત્તિઓ પર કાર્યવાહી કરવામાં આવી છે. હિંસાના આરોપીઓની પ્રૉપર્ટી પણ ગેરકાયદેસર હોવાની માહિતી પ્રશાસનને મળી છે. જો આ ગેરકાયદેસર છે તો તેને પણ તોડવામાં આવશે.
રામનવમી પર ગુજરાતના આણંદ જિલ્લામાં હિંસા ભડકી હતી. ખંભાત વિસ્તારમાં ભડકેલી હિંસા પર એક પછી એક ખુલાસા થઈ રહ્યા છે. પોલીસની તપાસમાં આ વાત સામે આવી છે કે રામનવમીની શોભાયાત્રા પર હુમલાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. પોલીસે કહ્યું કે જુલૂસ પર પથ્થરમાર માટે બહારથી છોકરાઓને ખંભાતમાં લાવવામાં આવ્યા હતા. તે છોકરાઓને વિશ્વાસ અપાવવમાં આવ્યો હતો કે જો તે પકડાઈ જાય છે તો તેને દરેક પ્રકારની કાયદાકીય અને આર્થિક મદદ આપવામાં આવશે. પોલીસે કહ્યું કે ષડયંત્ર રચનારાઓએ કબ્રિસ્તાન પાસે ઊભા રહીને જુલૂસ પર પત્થરમારાનો નિર્ણય પહેલાથી જ કરવામાં આવ્યો હતો. આનું કારણ એ હતું કે કબ્રિસ્તાનમાં પત્થર સરળતાથી મળી શકે છે.
ખંભાતના શક્કરપુરમાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારાની ઘટનામાં પોલીસે ગુનો નોંધ્યા બાદ ધરપકડનો દોર શરૂ કર્યો છે. હાલ મૌલવી સહિત પકડાયેલા શખસોના રિમાન્ડ લેવામાં આવ્યા છે. બીજી તરફ, જે સ્થળે પથ્થરમારો થયો હતો, છેલ્લાં ઘણાં વર્ષોથી અવારનવાર અને વાર-તહેવારે વિસ્તારમાં કોમી તંગદિલી સર્જાય છે, જેને લઇ હવે પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા એના કાયમી નિરાકરણ માટે કવાયત હાથ ધરી છે. આ અંગે જિલ્લા વહીવટી અને પોલીસતંત્ર દ્વારા તાલુકામાં સંવેદનશીલ પોઇન્ટની ઓળખ કરવામાં આવી છે અને આ સ્થળોની આસપાસ ઝાડીઝાંખરા કે ગેરકાયદે કાચાં કે પાકાં દબાણો સહિતની અડચણ દૂર કરવા કવાયત હાથ ધરવામાં આવી છે.