Kheda: થર્ટી ફર્સ્ટ પહેલા ખેડામાંથી 1200 પેટી દારૂ પકડાયો, LCB રેડ કરી ગઇ ને સ્થાનિક પોલીસ ઊંઘતી રહી, ઠાસરા પીઆઇની બદલી
આગામી 31 ફર્સ્ટ ડિસેમ્બર પહેલા રાજ્યમાં પોલીસ તંત્ર એક્શનમાં આવી ગયુ છે, પોલીસ ઠેર ઠેર દરોડા પાડીને દારૂની હેરાફેરીને પકડી રહી છે
Kheda Police News: આગામી 31 ફર્સ્ટ ડિસેમ્બર પહેલા રાજ્યમાં પોલીસ તંત્ર એક્શનમાં આવી ગયુ છે, પોલીસ ઠેર ઠેર દરોડા પાડીને દારૂની હેરાફેરીને પકડી રહી છે, તાજેતરમાં જ સાબરકાંઠા, સુરત, રાજકોટ અને મહેસાણામાંથી મોટી પ્રમાણમાં દારૂ પકડ્યો હતો, હવે આ કડીમાં ખેડાના ઠાસરામાં પણ એલસીબી પોલીસે એક્શન લેતા 1200 પેટી દારૂ પકડ્યો છે. જોકે, આ એક્શન બાદ ઠાસરા પીઆઇની બદલી પણ કરી દેવામાં આવી હતી, જ્યારે એલસીબીએ દરોડા કરીને દારુ પકડ્યો ત્યારે ઠાસરા પોલીસ ઊંઘતી ઝડપાઇ હતી.
મળતી માહિતી પ્રમાણે, ખેડાના ઠાસરામાં LCB પોલીસે બાતમીના આધારે મોટી રેડ કરી છે, આ દરોડામાં LCB પોલીસને 1200 પેટી દારૂ પકડવામાં સફળતા મળી છે, જ્યારે LCBએ ખેડાના ઠાસરામાં દરોડા પાડીને દારૂ પકડ્યો ત્યારે ઠાસરા પોલીસ ઊંઘતી ઝડપાઇ હતી. તો વળી, એલસીબી પોતાનુ ઓપરેશન સફળ કરીને બહાર નીકળી ગઇ હતી. ખેડાના ઠાસરાના 31 ફર્સ્ટ ડિસેમ્બર પહેલા મોટી માત્રામાં દારૂ પકડાયો છે. LCB પોલીસે ઠાસરાની કોતરોમાં ચાલી રહેલા દારૂના કટિંગ પર અચાનકા દરોડાની કાર્યવાહી કરી જેમાં 1200 પેટીથી વધુ માત્રામાં દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો. આ સમગ્ર ઘટનામાં ઠાસરા પોલીસે બેદરકારી દાખવી હતી. જોકે, બાદમાં જિલ્લા પોલીસ વડા દ્વારા PSI એન. એમ બારોટની બદલી કરી દેવામાં આવી હતી. ઠાસરા PSI એન.એમ. બારોટ સહિતની પોલીસ ટીમ સૂતી રહી LCBએ આ મોટા જથ્થામાં દારૂ પકડ્યો હતો. હાલમાં ઠાસરા PSIની મિસિંગ સેલમાં બદલી કરાઇ છે, તો વળી, મિસિંગ સેલના PSI આર.કે. સોલંકીની ઠાસરા PSI તરીકે બદલી કરાઇ છે. જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયા દ્વારા તાત્કાલીક અસરથી આ મોટી બદલી કરવામાં આવી છે.
શંકરસિંહ વાઘેલાએ ગુજરાતના આ પર્યટન સ્થળો પરથી દારુબંધી હટાવવાની કરી માંગ
હાલમાં ગુજરાત સરકાર દ્વારા ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતે દારૂની છૂટ આપવામાં આવતા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પત્રકાર પરિષદ કરી સરકારના આ નિર્ણયને આવકાર્યો છે. શંકરસિંહ વાઘેલાએ ગિફ્ટ સિટીમાં દારુની છૂટ માટે રાજ્ય સરકારને અભિનંદન પાઠવ્યા છે. શંકરસિંહ વાઘેલાએ સ્ટેચ્યૂ ઓફ યુનિટી, કચ્છ, ધોલેરામાં પણ દારુબંધી હટાવવાની માંગ કરી છે. શંકરસિંહ વાઘેલાએ દાવો કર્યો છે કે સરકાર સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં પણ દારુબંધી હટાવી લેશે.
સરકારે આટલા વર્ષે જે થોડી હિંમત કરી તેને અભિનંદન
પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ કહ્યું, સરકારે આટલા વર્ષે જે થોડી હિંમત કરી તેને અભિનંદન આપુ છું. હાલ જે દારૂબંધીની નીતિ છે તે દંભી નીતિ છે. ગુજરાતની ચારેય બાજુ મળે અને ગુજરાતમાં ટાઇટ કરો તે ખોટું. સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં છૂટ આપે. મારી માગણી છે કે મહાત્મા મંદિરમાં પણ છૂટ આપે. ધોલેરા, કચ્છ તમામ જગ્યાએ છૂટ આપે. આ નીતિના કારણે ગુજરાત ડ્રગ્સનું હબ બની ગયુ છે. શંકરસિંહ વાઘેલાએ કહ્યું માત્ર રુપિયાવાળાને દારુની છૂટ ન આપો. ચોરી છૂપીથી દારુ પીવો એની કરતા છૂટથી સારો આપો. દારુની છૂટથી વેપાર વધશે એ નીતિ ખોટી છે. ગુજરાતમાં દારુ મળતો નથી એટલે ડેસ્ટિનેશન વેડિંગનો ક્રેઝ વધ્યો છે. જેને પીવો છે તેને સારો દારુ મળે તેવી વ્યવસ્થા કરો. ગુજરાતથી બહાર લગ્ન કરવા જાય છે તેની પાછળ દારૂબંધી પણ એક કારણ છે. ગુજરાતની જનતાનું ભલું ઈચ્છતા હોવ તો દારૂબંધી હટાવી લેવી જોઈએ. ગાંધીજીના નામે ડબલ સ્ટાન્ડર્ડના હોવા જોઈએ. આ કોઈ રાજકીય મુદ્દો નથી. દારૂની છૂટથી ઉદ્યોગો વધવાના એવું નથી, દારૂબંધી છે તો પણ ગુજરાતમાં રોકાણ આવ્યું છે. ઘણા લોકો બહેન - દીકરીઓના નામે ચર્ચા કરે છે. દિલ્હી, મુંબઈ અને કલકત્તા જેવા શહેરોમાં પણ આપની બહેન - દીકરી છે જ. દારૂનો કુટીર ઉદ્યોગ આખા ગુજરાતમાં ચાલુ કરવો જોઈએ. અત્યારે ચાલે જ છે પણ નદી કિનારે ચાલે છે.
ફક્ત રૂપિયાવાળા લોકો માટે છુટ આપે તેવું ન હોવું જોઈએ
ફક્ત રૂપિયાવાળા લોકો માટે છુટ આપે તેવું ન હોવું જોઈએ. આદિવાસી વિસ્તારમાં પણ છૂટ આપો. સારા ગાંધીયન લોકોને બોલાવી ચર્ચા કરી નવી નીતિ બનાવવી જોઈએ. આવક માટે દારૂબંધી હટાવવાના મતમાં હું નથી. પોરબંદર, વડનગર અને કરમસદમાં પણ મંજૂરી આપો. ભૂતકાળમાં કોમ્યુનાલ રાઇટ્સ થયા છે અને લઠ્ઠાકાંડ પણ થયા છે.