શોધખોળ કરો
Advertisement
વાવાઝોડા સમયે અપાતા સિગ્નલનો અર્થ શું થાય? જાણો વિગતે
વાવાઝોડાને ધ્યાનમાં રાખતા તંત્ર દ્વારા બંદર પર અલગ અલગ પ્રકારના સિગ્નલ આપવામાં આવતા હોય છે.
અમદાવાદઃ વાયુ વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. આ પહેલા ગઈકાલે મુખ્યંત્રીની આગેવાનીમાં ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી. આ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં 2.91 લાખ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જ્યારે વીજળી પડવા અને વૃક્ષ ધરાશાયી થવાને કારણે રાજ્યમાં ચાર લોકોના મોત થયા છે.
વાવાઝોડાને ધ્યાનમાં રાખતા તંત્ર દ્વારા બંદર પર અલગ અલગ પ્રકારના સિગ્નલ આપવામાં આવતા હોય છે. સિગ્નલના આધારે માછીમારો કે દરિયાની આસપાસ રહેતા લોકો સાવચેત થઇ જતા હોય છે. તો ચાલો સમજીએ દરેક સિગ્નલની વ્યાખ્યા
1 નંબરનું સિગ્નલઃ હવા તોફાની કે સપાટીવાળી છે કે નથી. વાવાઝોડું આવશે કે નહિ તેની ચેતવણી આપતી નિશાની હોય છે. જ્યાં પવન 60 કિમી પ્રતિ કલાકની ઝડપે હોય ત્યારે આ સિગ્નલ આપવામાં આવે છે.
2 નંબરનું સિગ્નલઃ વાવાઝોડું સક્રિય થયું છે. આ નંબરનું સિગ્નલ બતાવે છે કે બંદર છોડ્યા પછી દરિયામાં જતા જહાજોને સમુદ્રી બળનો સામનો કરવો પડશે. આમાં પવનની ગતિ 60-90 પ્રતિ કિલોમીટર હોય ત્યારે આપવામાં આવે છે.
3 નંબરનું સિગ્નલઃ એટલે કે ડિપ્રેશનની અસર શરૂ થઈ છે અને સપાટીવાળી હવાથી બંદર ભયમાં છે.
4 નંબરનું સિગ્નલઃ વાવાઝોડાથી બંદર ભયમાં છે. પરંતુ અત્યાર સુધી ભય એવો ગંભીર જાણતો નથી, કે જેનાથી કોઈ સાવચેતીના પગલા લેવા પડે. આ સિગ્નલનો સંકેત છે કે બંદર રહેલ જહાજોને જોખમ છે.
5 નંબરનું સિગ્નલઃ થોડા અથવા સાધારણ પ્રકારનું વાવાઝોડું બંદરથી દક્ષિણ દિશા તરફ કિનારાઓ ઓળંગવા સંભાવ છે. જેથી બંદરમાં 60-80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સંભવ છે.
6 નંબરનું સિગ્નલ (ભય): થોડા અથવા સાધારણ પ્રકારનું વાવાઝોડું બંદરની ઉતર દિશા તરફનો કિનારાઓ ઓળંગવાની શક્યતા છે, જેથી બંદર ઉપર ભારે હવાનો અનુભવ થાય.
7 નંબરનું સિગ્નલ (ભય): પહોળા અથવા સાધારણ પ્રકારનું વાવાઝોડું બંદર નજીક અથવા બંદરની ઉપર થઈને પસાર થવાની શક્યતા છે. જેથી બંદરને ભારે તોફાની પવનનો સામનો કરવો પડશે. સિગ્નલ 5-6-7 બંદરો માટે જોખમનનો ઈશારો કરે છે.
8 નબરનું સિગ્નલ (મહાભય): ભારે જોરવાળું વાવાઝોડું બંદરથી દક્ષિણ તરફ કિનારો ઓળંગવાનું સંભવ છે, જેથી બંદરે 90-120 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની શક્યતા હોય.
9 નંબરનું સિગ્નલ (મહાભય): ભારે જોરવાળું વાવાઝોડું બંદરથી ઉતર તરફ કિનારો ઓળંગે તેવું સંભવ છે.
10 નંબરનું સિગ્નલ (મહાભય): ભારે જોરવાળું વાવાઝોડું બંદરથી અગર બંદર ઉપર થઈને પસાર થવાની શક્યતા છે. આથી બંદરને 220 કિલોમીટર પ્રતિ કલાક અથવા તેનાથી પણ વધારે પવન ફુંકાવાની શક્યતા છે.
11 નંબરનું સિગ્નલ (મહાભય): તાર વ્યવહાર બંધ થાય. ખુબ ખરાબ હવામાનનો અનુભવ. અત્યંત ભયજનક ગણાય.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
ક્રિકેટ
ગાંધીનગર
Advertisement