શોધખોળ કરો

Gujarat Election: નરેશ પટેલે ખોલ્યા પત્તા, જાણો કઈ રાજકીય પાર્ટીનો કરશે પ્રચાર

રાજકોટ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે,  ત્રણેય પક્ષ અને ઉમેદવારો મારા માટે સરખા છે.

રાજકોટ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે,  ત્રણેય પક્ષ અને ઉમેદવારો મારા માટે સરખા છે. હું દરેક પાર્ટીના રાષ્ટ્રીય નેતાને મળતો હોઉં છું. કોઈપણ વ્યક્તિના પ્રચાર માટે જઇશ નહીં. રાજકોટની દક્ષિણ બેઠકમાં ત્રણે ત્રણ ઉમેદવારો લેઉવા પાટીદાર સમાજના છે. જે સારા ઉમેદવારો છે તેને લોકો મત આપશે. રમેશ ટિલાળા પ્રચારમાં નરેશ પટેલે કહ્યું હું કોઈના પ્રચારમાં આ વખતે નહીં જાવ.

તો બીજી તરફ ખોડલધામના ટ્રસ્ટી રમેશ ટિલાળાએ મોટું નિવેદન આપ્યું છે. આગામી દિવસોમાં ખોડલધામમાંથી રાજીનામું આપીશ તેમ તેમણે જણાવ્યું. ચૂંટણી પ્રચારની વ્યસ્તતાના કારણે રાજીનામું નથી આપી શકાયું. ટ્રસ્ટના નિયમ મુજબ ચૂંટણી લડનાર ટ્રસ્ટીએ રાજીનામું આપવાનું હોય છે. દક્ષિણ વિધાનસભા બેઠકના આપ પાર્ટીના ઉમેદવાર શિવલાલ બારસિયા ટ્રસ્ટી પદેથી રાજીનામું આપી ચૂક્યા છે. તમને જણાવી દઈએ કે, રમેશ ટીલાળા ભાજપના ઉમેદવાર છે. ભાજપ દ્વારા તેમને રાજકોટ દક્ષિણની બેઠક પરથી ટિકિટ. આપી છે.

આખરે અરવિંદ કેજરીવાલે કરી જાહેરાત

આમ આદમી પાર્ટીએ આજે મહત્વની જાહેરાત કરી છે. ગુજરાત આમ આદમી પાર્ટીના સીએમ ફેસ ઈસુદાન ગઢવી ક્યાથી ચૂંટણી લડશે તેની જાહેરાત કરી દીધી છે. આ અંગે અરવિંદ કેજરીવાલે ટ્વિટ કર્યું છે. ઈસુદાન ગઢવી જામ ખંભાળીયાથી ચૂંટણી લડશે. તમને જણાવી દઈએ કે, કોંગ્રેસે જામ ખંભાળીયાથી વિક્રમ માડમને ટિકિટ આપી છે તો બીજેપીએ મુળુ બેરાને ટિકિટ આપી છે.આમ આદમી પાર્ટીનું 16મું લીસ્ટ જાહેર થયું છે. દ્વારકાથી નકુમ લખમણભાઈ બોઘાભા અને  ઈસુદાન ગઢવી જામ ખંભાળીયાના નામ જાહેર કરવામાં આવ્યા છે.

શું કહ્યું અરવિંદ કેજરીવાલે?

અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરતા લખ્યું કે,  ખેડૂતો, બેરોજગાર યુવાનો, મહિલાઓ, વેપારીઓ માટે વર્ષો સુધી અવાજ ઉઠાવનાર ઇસુદાન ગઢવી જામ ખંભાળિયામાંથી ચૂંટણી લડશે! ભગવાન કૃષ્ણની પવિત્ર ભૂમિ પરથી ગુજરાતને નવા અને સારા મુખ્યમંત્રી મળશે.

સુરતમાં આમ આદમી પાર્ટીને લાગ્યો સૌથી મોટો ઝટકો

આવતીકાલે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાના મતદાન માટે ઉમેદવારી ભરવાનો છેલ્લો દિવસ છે. આ પહેલા સુરતમાં આમ આદમી પાર્ટીને મોટો ફટકો લાગ્યો છે. અલ્પેશ કથીરિયાના પાટીદાર અનામત આંદોલન સમિતિના આગેવાનો ભાજપમાં જોડાયા છે. વિજયભાઈ માંગુકિયા સહિત કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે. આ ઉપરાંત ભાવનગર પાસ કન્વીનર નીતિન ઘેલાણી સહિતના લોકો ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે તેમને ટોપી અને ખેસ પહેરાવી પાર્ટીમાં આવકાર્યા હતા. પાસના મુખ્ય કન્વીનાર અલ્પેશ કથીરિયા આપમાંથી લડી રહ્યા હોવાથી તેમના માટે આ મોટો ફટકો છે.

નણંદ કરી રહી છે ભાભીની હારનો પ્રચાર ! રવિન્દ્ર જાડેજાની પત્ની રિવાબા અને બહેન નયના વચ્ચે રાજકીય લડાઈ

ગુજરાતમાં રાજકીય લડાઈ ચરમસીમાએ છે. કોંગ્રેસ અને ભાજપના બે નેતાઓએ તેને વધુ રસપ્રદ બનાવ્યું છે. આ નેતા ખાસ છે કારણ કે તે ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજા સાથે સીધો સંબંધ ધરાવે છે. એક બાજુ તેની પત્ની રિવાબા જાડેજા અને બીજી બાજુ બહેન નયના જાડેજા છે. જામનગરની ઉત્તર બેઠક એ રાજકારણની પીચ છે. આ બેઠક પરથી ભાજપે જાડેજાના પત્ની રિવાબાને ટિકિટ આપી છે. બીજી તરફ હવે કોંગ્રેસની નયના એટલે કે તેની ભાભી ખુલ્લેઆમ તેનો વિરોધ કરી રહી છે. રાજનીતિની આ રમતમાં ભાભી અને ભાભી આમને-સામને છે તે તેમના તાજા નિવેદનો પરથી સ્પષ્ટ થઈ ગયું છે.

આ બેઠક પરથી કોંગ્રેસ નયનાને મેદાનમાં ઉતારશે તેવી અટકળો ચાલી રહી હતી, પરંતુ હજુ ચિત્ર સ્પષ્ટ થયું નથી. જો કે, હરીફાઈ હજુ પણ રસપ્રદ છે કારણ કે નણંદ અહીં તેની ભાભીનો સખત વિરોધ કરી રહી છે અને તેની હાર માટે જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે. નયના જાડેજા કહે છે કે ભાજપે તેમની ભાભી રિવાબાને ટિકિટ આપીને ભૂલ કરી છે, રિવાબા ભલે સેલિબ્રિટી હોય, પણ તેમને અનુભવ નથી તેથી ભાજપ હારી જશે. ચાલો તમને જણાવીએ કે રાજનીતિમાં કોણ આગળ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

BJP અને એકનાથ શિંદેની શિવસેનામાંથી કોણ-કોણ બનશે મંત્રી ? વાંચો સંભવિત યાદી 
BJP અને એકનાથ શિંદેની શિવસેનામાંથી કોણ-કોણ બનશે મંત્રી ? વાંચો સંભવિત યાદી 
South Korea: દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિએ ટીવી પર આવી માર્શલ લોની જાહેરાત કરી
South Korea: દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિએ ટીવી પર આવી માર્શલ લોની જાહેરાત કરી
Silver Price Today: ચાંદીમાં 2,400 રુપિયાનો ઉછાળો, ખરીદતા પહેલા લેટેસ્ટ ભાવ જાણો 
Silver Price Today: ચાંદીમાં 2,400 રુપિયાનો ઉછાળો, ખરીદતા પહેલા લેટેસ્ટ ભાવ જાણો 
IND vs AUS: ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં આટલા બદલાવ નક્કી, શું રોહિત લઈ શકશે આ મોટો નિર્ણય
IND vs AUS: ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં આટલા બદલાવ નક્કી, શું રોહિત લઈ શકશે આ મોટો નિર્ણય
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad News: મોતીવાડામાં યુવતી પર દુષ્કર્મ અને હત્યા કેસમાં આરોપીની પૂછપરછમાં થયો ચોંકાવનારો ખુલાસોAnkleshwar Factory Blast: ધારાસભ્ય ચૈતર વસાવાના કંપનીના સત્તાધીશો પર આરોપVadodara News: વડોદરાની ઊર્મી સ્કૂલમાં સ્પોર્ટ્સ ડે દરમિયાન વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીNavsari News : હિન્દુ સંગઠનો દ્વારા ધર્માંતરણ પ્રવૃત્તિ રોકવા માટે કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP અને એકનાથ શિંદેની શિવસેનામાંથી કોણ-કોણ બનશે મંત્રી ? વાંચો સંભવિત યાદી 
BJP અને એકનાથ શિંદેની શિવસેનામાંથી કોણ-કોણ બનશે મંત્રી ? વાંચો સંભવિત યાદી 
South Korea: દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિએ ટીવી પર આવી માર્શલ લોની જાહેરાત કરી
South Korea: દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિએ ટીવી પર આવી માર્શલ લોની જાહેરાત કરી
Silver Price Today: ચાંદીમાં 2,400 રુપિયાનો ઉછાળો, ખરીદતા પહેલા લેટેસ્ટ ભાવ જાણો 
Silver Price Today: ચાંદીમાં 2,400 રુપિયાનો ઉછાળો, ખરીદતા પહેલા લેટેસ્ટ ભાવ જાણો 
IND vs AUS: ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં આટલા બદલાવ નક્કી, શું રોહિત લઈ શકશે આ મોટો નિર્ણય
IND vs AUS: ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં આટલા બદલાવ નક્કી, શું રોહિત લઈ શકશે આ મોટો નિર્ણય
Virat Kohli: બીજી ટેસ્ટ પહેલા ઈજાગ્રસ્ત થયો કોહલી ? એડિલેડથી આવેલી તસવીરોએ વધાર્યું ટીમ ઈન્ડિયાનું ટેન્શન 
Virat Kohli: બીજી ટેસ્ટ પહેલા ઈજાગ્રસ્ત થયો કોહલી ? એડિલેડથી આવેલી તસવીરોએ વધાર્યું ટીમ ઈન્ડિયાનું ટેન્શન 
Taj Mahal Bomb Threat: તાજ મહેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, મચી ગયો હડકંપ
Taj Mahal Bomb Threat: તાજ મહેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, મચી ગયો હડકંપ
Ration Card E KYC : રાશનકાર્ડમાં e-KYC કરો ઓનલાઈન, મોબાઈલથી ઘરે બેઠા જ થઈ જશે આ કામ 
Ration Card E KYC : રાશનકાર્ડમાં e-KYC કરો ઓનલાઈન, મોબાઈલથી ઘરે બેઠા જ થઈ જશે આ કામ 
શું તમારી પાસે છે 2000 રૂપિયાની નોટ તો વાંચો સારા સમાચાર, મોદી સરકારે આપી જાણકારી
શું તમારી પાસે છે 2000 રૂપિયાની નોટ તો વાંચો સારા સમાચાર, મોદી સરકારે આપી જાણકારી
Embed widget