અમદાવાદ-સુરતમાં કોંગ્રેસ પ્રમુખોનાં રાજીનામાંનો સ્વીકાર, જાણો અમદાવાદ અને સુરતમાં કોને બનાવાયા પ્રમુખ ?
અમદાવાદમાં શહેર કોંગ્રેસ-પ્રમુખ શશિકાંત પટેલે પાર્ટી વિરુદ્ધ કામ કરનારા લોકોને સસ્પેન્ડ કર્યા બાદ પોતે પણ રાજીનામું ધરી દીધું હતું, જ્યારે રાજકોટમાં કોંગ્રેસ-પ્રમુખ અશોક ડાંગરે પણ પરાજયનો સ્વીકાર કરીને રાજીનામું આપ્યું હતું. સુરતમાં બાબુભાઈ રાયકા તથા ભાવનગરમાં પ્રકાશ વાઘાણી અને વડોદરામાં પ્રશાંત પટેલે પણ રાજીનામાં આપ્યા હતા.
અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર થઈ હતી. તેના પગલે અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ શશીકાંત પટેલ અને સુરત શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ બાબુભાઇ રાયકાએ રાજીનામાં આપી દીધાં હતાં. શશીકાંત પટેલ અને બાબુભાઇ રાયકાનું રાજીનામું ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા દ્વારા સ્વીકારવામાં આવ્યું છે.
ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ અમદાવાદ અને સુરતમાં કોંગ્રેસના નવા પ્રમુખની નિમણુંક ન થાય ત્યાં સુધી અમદાવાદ શહેર કોંગ્રેસના ઇન્ચાર્જ પ્રમુખ તરીકે ચેતનભાઈ રાવલ અને સુરત શહેર કોંગ્રેસના ઇન્ચાર્જ પ્રમુખ તરીકે નૈષધભાઈ દેસાઈને જવાબદારી સોંપવામાં આવે છે એવી જાહેરાત કરી છે.
ગુજરાતની મહાનગર પાલિકામાં ભાજપનો ભવ્ય વિજય થતાં કોંગ્રેસના પાંચ શહેરોના પ્રમુખોએ રાજીનામાં આપી દીધાં હતાં. જે બાદ જિલ્લા અને તાલુકા પંચાયત સહિત નગર પાલિકામાં કોંગ્રેસનો રકાસ થતાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભાના વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજીનામું આપી દીધું હતું. આ બંને નેતાઓએ પરાજયની જવાબદારી સ્વીકારી લીધી હતી. જે બાદ કોંગ્રેસ હાઈકમાન્ડને તેમણે મોકલેલા રાજીનામા સ્વીકારી લેવામાં આવ્યાં હતા.
છ મહાનગરપાલિકાનાં પરિણામોમાં કોંગ્રેસનો સફાયો થતાં પાંચ શહેરના નેતાઓએ રાજીનામાં આપી દીધા હતા. અમદાવાદમાં શહેર કોંગ્રેસ-પ્રમુખ શશિકાંત પટેલે પાર્ટી વિરુદ્ધ કામ કરનારા લોકોને સસ્પેન્ડ કર્યા બાદ પોતે પણ રાજીનામું ધરી દીધું હતું, જ્યારે રાજકોટમાં કોંગ્રેસ-પ્રમુખ અશોક ડાંગરે પણ પરાજયનો સ્વીકાર કરીને રાજીનામું આપ્યું હતું. સુરતમાં બાબુભાઈ રાયકા તથા ભાવનગરમાં પ્રકાશ વાઘાણી અને વડોદરામાં પ્રશાંત પટેલે પણ રાજીનામાં આપ્યા હતા.
ગુજરાતમાં હોળી-ધૂળેટીની ઉજવણી મુદ્દે રૂપાણી સરકારનો મોટો નિર્ણય, જાણો નીતિન પટેલે શું કરી જાહેરાત ?
સ્વામીનારાયણ સ્વામીએ હનુમાનજી વિશે વિવાદાસ્પદ નિવેદન આપતાં રોષ, હનુમાનજીને શું ગણાવ્યા ?
કોરોના અંગેના ભાજપ ધારાસભ્યના બકવાસ નિવેદન સામે અમદાવાદની જનતાએ શું દાખવ્યો જોરદાર આક્રોશ ?
Surat: કોરોનાના નવો સ્ટ્રેઈન ખતરનાક, જાણો કેવી થાય છે તકલીફ ? કેવાં લક્ષણો હોય તો આવે છે પોઝિટિવ ?