શોધખોળ કરો

Gujarat Assembly Election Result: સંતરામપુર બેઠક પર જાણો કઈ પાર્ટીના ઉમેદવારને મળી જીત

Gujarat Assembly Election Result: વિધાનસભા બીજેપીની ઐતિહાસિક જીત થઈ છે. તો મધ્ય ગુજરાતના લુણાવાડાની સંતરામપુર વિધાનસભામાં વર્તમાન ધારાસભ્ય કુબેર ડિંડોરની જીત થઈ છે.

Gujarat Assembly Election Result: વિધાનસભા બીજેપીની ઐતિહાસિક જીત થઈ છે. તો મધ્ય ગુજરાતના લુણાવાડાની સંતરામપુર વિધાનસભામાં વર્તમાન ધારાસભ્ય કુબેર ડિંડોરની જીત થઈ છે, ત્યારે ફરીથી એકવાર સંતરામપુર વિધાનસભા બેઠક ઉપર કમળ ખીલ્યું છે. પોતાની જીત બદલ કુબેર ડીંડોરે જનતાનો આભાર માન્યો હતો.

ગુજરાત ચૂંટણી પરિણામ લાઈવ જોવા અહીં ક્લિક કરો : Live Updates

સંતરામપુર વિધાનસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર કુબેર ડીડોરએ જીત મેળવી છે. ભાજપના કુબેર ડીંડોરેએ 14,992 મતથી વિજય મેળવ્યો હતો. સંતરામપુર વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અપક્ષ વચ્ચે મત વહેંચાઈ જતા કુબેર ડીંડોરે જીત મેળવી હતી. કુબેર ડીંડોરે જીત મેળવ્યા બાદ જનતાનો આભાર માન્યો હતો. કુબેર ડીંડોર આ પ્રસંગે કહ્યું કે,  પોતે કરેલા વિકાસના કામોના કારણે તેમની જીત થઈ છે અને આગામી સમયમાં પણ વિકાસને લગતા કામો કરીશું.

ગુજરાતમાં 12 ડિસેમ્બરે બપોરે 2 વાગ્યે શપથવિધિ યોજાશે

ગુજરાતમાં  ભાજપ પ્રચંડ જીત તરફ આગળ વધી રહી છે. બપોરે 2.30 કલાક સુધીના વલણમાં ભાજપ 157 સીટ પર આગળ છે જ્યારે કોંગ્રેસ 16 સીટ પર આગળ છે અને આમ આદમી પાર્ટી પાંચ પર અને અન્ય બે સીટ પર આગળ છે. ભાજપની જીત નિશ્ચીત છે ત્યારે હવે શપથવિધીને લઈને માહિતી સામે આવી છે. ગુજરાત બીજેપીના વડા સીઆર પાટીલે કહ્યું, "ગુજરાતના મુખ્યમંત્રી 12 ડિસેમ્બરે બપોરે 2 વાગ્યે શપથ લેશે. શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ હાજર રહેશે."  ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ પર શપથવિધી કાર્યક્રમ યોજાશે.

શું કહ્યું સી.આર.પાટીલે

સી.આર.પાટીલે કહ્યું, ગુજરાતના લોકોના આશીર્વાદથી ભાજપનો વિજય થયો. ૨૭ વર્ષ પછી ફરીથી ભારતીય જનતા પાર્ટી ૫ વર્ષ માટે સરકાર બનાવવા જઈ રહી છે. આ વિજય માં હું નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરું છું. આ વિજયના શિલ્પકાર નરેન્દ્ર મોદી છે, જેમને કઠોર પરિશ્રમ કર્યો. નરેન્દ્ર મોદીને ગુજરાતની જનતા દિલથી ચાહે છે. અમિત શાહ નો પણ આભાર વ્યક્ત કરું છું, જેમને ૩૩ સભા કરી, રોડ શો કર્યા. જેપી નડ્ડાનો પણ આભાર વ્યક્ત કરું છું, જેમણે અમારું માર્ગદર્શન કર્યું. ભારતીય જનતા પાર્ટી શાસિત રાજ્યોના મુખ્યમંત્રી પ્રચાર માટે આવ્યા તેમનો પણ આભાર વ્યક્ત કરું છું. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ વિકાસ ભાજપની ડબલ એન્જિનવાળી સરકાર કરી શકે તેનું ઉદાહરણ આ પરિણામ છે. ગુજરાતમાં બીજી પાર્ટીએ ઘણા વચનો કર્યા, વાતો કરી પરંતુ તે સરકાર તો બનાવવાની જ નહોતી. આ ગુજરાત છે જે સમર્થ અને અભિવાદનને ઓળખે છે, બીજી પાર્ટીને નકારીને ભાજપને ભવ્ય વિજય અપાવ્યો. મને વિશ્વાસ છે ગુજરાત જનતાનાં આશીર્વાદથી આ સરકાર બની છે. યુવા મહિલા, કિસાન યુવા મતદાતાઓને ગુજરાતને સુરક્ષિત રાખવા માટે જે વિશ્વાસ રાખ્યો છે. શપથ વિધિ ૧૨ તારીખે ૨ વાગ્યે થશે.

ભૂપેન્દ્ર પટેલે શું કહ્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, ભારતીય સંસ્કૃતિ પાર્ટીના વિજય રથની સાથે છે. નરેન્દ્ર ભાઇએ પહેલા જ કહ્યું હતું કે, ગુજરાતની જનતાએ મન બનાવી લીધું હતું કે વિકાસની આ યાત્રા શરૂ રાખવી છે. એક વાર ફરી ગુજરાતની જનતાએ નરેન્દ્ર મોદી ઉપર વિશ્વાસ મૂક્યો છે. ગુજરાતની જનતાના આદેશને વિનમ્રતાથી સ્વીકારીએ છીએ. લોકોએ ઠગવા વાળી પાર્ટીને નકાર્યા છે. અમિત શાહ અમારી નાની વાતોનું ધ્યાન રાખ્યું અને અમારી સાથે રહ્યા. સીઆર પાટીલે સામૂહિક નેતૃત્વ સાથે ભાજપની સરકાર લઈ આવ્યા. બીજેપીનું વચન માત્ર ચૂટણી પૂરતું નથી, અમને બધાને ગર્વ છે ગુજરાત ગ્રોથ એન્જિન બન્યું, નરેન્દ્ર મોદીની કાળી મહેનત અને પરિશ્રમનું આ પરિણામ છે. Apmc કિસાન મંડીના આધુનિકરણ માટે ૧૦ હજાર કરોડ ખર્ચવામાં આવશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઇન્ફ્રાસ્ટ્રકચર મજબૂત કરીશું. સંકલ્પ પત્ર ભાજપની પ્રતિબંધતા દર્શાવે છે, સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસનો મંત્ર આપ્યો તે ચરિતાર્થ કરીશું, આગલા ૨૫ વર્ષ દેશ માટે અમૃત કાળ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

પોરબંદરમાંથી પકડાયેલા ડ્રગ્સ મામલે મોટો ખુલાસો, કોના ઇશારે ગુજરાતમાં ઘૂસ્યુ 2000 કરોડનું ડ્રગ્સ, જાણો
પોરબંદરમાંથી પકડાયેલા ડ્રગ્સ મામલે મોટો ખુલાસો, કોના ઇશારે ગુજરાતમાં ઘૂસ્યુ 2000 કરોડનું ડ્રગ્સ, જાણો
Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?
Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?
Emergency Release date: આ દિવસે થિયેટર્સમાં રીલિઝ થશે 'ઇમરજન્સી', કંગના રનૌતે કરી જાહેરાત
Emergency Release date: આ દિવસે થિયેટર્સમાં રીલિઝ થશે 'ઇમરજન્સી', કંગના રનૌતે કરી જાહેરાત
ગુજરાતમાં દર ચોથો ગુજરાતી સહકારી મંડળીનો સભાસદ, 89 હજાર કરતા વધુ સહકારી સંસ્થાઓ કાર્યરત
ગુજરાતમાં દર ચોથો ગુજરાતી સહકારી મંડળીનો સભાસદ, 89 હજાર કરતા વધુ સહકારી સંસ્થાઓ કાર્યરત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara Murder Case : પુત્રની હત્યા બાદ માતાનો આક્રોશ , પોલીસ સ્ટેશનમાં ફેંકી બંગડીGujarat School Start : દિવાળીનું વેકેશન પૂર્ણ, આજથી સ્કૂલોમાં બીજા સત્રનો પ્રારંભPrantij News : વીજ લાઇન પર ફસાયેલ પતંગ કાઢવા જતાં લાગ્યો કરંટ, બાળકીનું મોતVadodara Murder Case : વડોદરામાં ભાજપ નેતાના પુત્રની હત્યાથી ખળભળાટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પોરબંદરમાંથી પકડાયેલા ડ્રગ્સ મામલે મોટો ખુલાસો, કોના ઇશારે ગુજરાતમાં ઘૂસ્યુ 2000 કરોડનું ડ્રગ્સ, જાણો
પોરબંદરમાંથી પકડાયેલા ડ્રગ્સ મામલે મોટો ખુલાસો, કોના ઇશારે ગુજરાતમાં ઘૂસ્યુ 2000 કરોડનું ડ્રગ્સ, જાણો
Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?
Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?
Emergency Release date: આ દિવસે થિયેટર્સમાં રીલિઝ થશે 'ઇમરજન્સી', કંગના રનૌતે કરી જાહેરાત
Emergency Release date: આ દિવસે થિયેટર્સમાં રીલિઝ થશે 'ઇમરજન્સી', કંગના રનૌતે કરી જાહેરાત
ગુજરાતમાં દર ચોથો ગુજરાતી સહકારી મંડળીનો સભાસદ, 89 હજાર કરતા વધુ સહકારી સંસ્થાઓ કાર્યરત
ગુજરાતમાં દર ચોથો ગુજરાતી સહકારી મંડળીનો સભાસદ, 89 હજાર કરતા વધુ સહકારી સંસ્થાઓ કાર્યરત
ઇન્ડિયન આર્મીમાં લેખિત પરીક્ષા વિના મેળવો નોકરી, બે લાખથી વધુ મળશે પગાર
ઇન્ડિયન આર્મીમાં લેખિત પરીક્ષા વિના મેળવો નોકરી, બે લાખથી વધુ મળશે પગાર
Patan: ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત મામલે મોટી કાર્યવાહી, એન્ટી રેગિંગ કમિટીએ 15 વિદ્યાર્થીઓને કર્યા સસ્પેન્ડ
Patan: ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત મામલે મોટી કાર્યવાહી, એન્ટી રેગિંગ કમિટીએ 15 વિદ્યાર્થીઓને કર્યા સસ્પેન્ડ
zomato:  ઝોમેટોની કિંમત 500ને પાર પહોંચશે, આ રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
zomato: ઝોમેટોની કિંમત 500ને પાર પહોંચશે, આ રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
Weekly Numerology: આજથી શરૂ થતું સપ્તાહ આપના બર્થ ડેટ મુજબ આ મુલાંકના લોકો માટે નથી શુભ
Weekly Numerology: આજથી શરૂ થતું સપ્તાહ આપના બર્થ ડેટ મુજબ આ મુલાંકના લોકો માટે નથી શુભ
Embed widget