Diu: કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના બસ સ્ટેન્ડમાં પ્રાથમિક સુવિધાનો અભાવ, પ્રવાસીઓને હાલાકી
કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ જ્યાં પ્રાથમિક સુવિધાના અભાવે પ્રવાસીઓની પરેશાનીમાં વધારો થયો છે. બસ સ્ટેન્ડ પર પાણી, શૌચાલય સહિતની સુવિધાના અભાવે પ્રવાસીઓને હાલાકી ભોગવવી પડે છે.
દીવ: કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ જ્યાં પ્રાથમિક સુવિધાના અભાવે પ્રવાસીઓની પરેશાનીમાં વધારો થયો છે. બસ સ્ટેન્ડ પર પાણી, શૌચાલય સહિતની સુવિધાના અભાવે પ્રવાસીઓને હાલાકી ભોગવવી પડે છે. દીવનો સ્માર્ટ સીટીમાં સમાવેશ કરાયો હતો. ત્યારે સ્માર્ટ સીટી પ્રોજેકટ અંતર્ગત કરોડો રૂપિયાના ખર્ચે આધુનિક બસ સ્ટેશન ત્યાર થવાનું છે. પરંતુ ક્યારે બનશે તે મોટો સવાલ છે. કારણ કે જૂનું બસ સ્ટેશન તોડી પડાયા બાદ નવું બસ સ્ટેસન ક્યારે બનાવવામાં આવશે તેને લઈ પ્રવાસીઓ સવાલો ઉઠાવી રહ્યા છે.
જૂનું બસ સ્ટેશન તોડી પડાતા દીવમાં આવતા પ્રવાસીઓને તડકામાં ઉભુ રહેવું પડે છે અને મુશ્કેલી પડી રહી છે. પ્રવાસીઓનું માનવું છે કે પ્રશાસને વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ. જેથી બાળકો અને મહિલાઓને સુવિધાના અભાવે પરેશાન ન થવું પડે.
ગુજરાત વિધાનસભાની ગત ચૂંટણી કરતાં આ વખતે ખર્ચમાં થશે આટલા કરોડ રુપિયાનો વધારો
ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજવા માટે કેન્દ્રીય રાજ્ય ભંડોળમાંથી આશરે રૂ. 450 કરોડ ખર્ચવામાં આવનાર છે. તેની દેખરેખ ચૂંટણી પંચની દેખરેખ હેઠળ ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી કરશે. દરેક વિધાનસભા અને લોકસભા ચૂંટણીમાં તમામ ખર્ચનો હિસાબ મુખ્ય ચૂંટણી અધિકારી પાસે રહે છે. દરેક ચૂંટણી પછી CEOની ઓફિસ ચૂંટણીમાં ખર્ચવામાં આવેલા નાણાંની તમામ વિગતો આપે છે.
ગુજરાત સરકારે શું કહ્યું?
ગુજરાત સરકારે પોતાના વાર્ષિક બજેટમાં આ વિધાનસભા ચૂંટણી માટે 387 કરોડ આપવાની વાત કરી છે. જો કે, રાજ્યના ચૂંટણી અધિકારીઓએ TOIને જણાવ્યું છે કે આ ચૂંટણીનો ખર્ચ લગભગ 450 કરોડ છે. વર્ષ 2017માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી માટે સરકારે 250 કરોડ આપવાની વાત કરી હતી, પરંતુ ચૂંટણી બાદ આ આંકડો વધીને 326 કરોડ થઈ ગયો હતો. ત્યાર સુધીમાં આ આંકડો પણ ઘણો વધી ગયો હતો.
ખર્ચ કેમ વધશે?
સૂત્રોએ જણાવ્યું કે, ચૂંટણીમાં 387 કરોડનું બજેટ મળ્યા બાદ પણ આ ચૂંટણી શાંતિપૂર્ણ રીતે કરાવવામાં લગભગ 450 કરોડનો ખર્ચ થઈ શકે છે. કારણ કે આ ચૂંટણીમાં મતદાન મથકમાં વધારો થતાં સ્ટાફની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે. આ માટે વધુ વાહનોનો ઉપયોગ કરવો પડશે, જેમાં વધુ ઈંધણનો વપરાશ થશે.