શોધખોળ કરો

ગુજરાતમાં ગાજવીજ સાથે આગમી પાંચ દિવસ વરસાદની આગાહી, જાણો ક્યા-ક્યા વિસ્તારને ઘમરોળશે વરસાદ

હાલમાં દક્ષિણ-પશ્ચિમ મધ્યપ્રદેશ પર સાયક્લોનિક સરક્યુલેશન છવાયેલું છે.

કેરળની સાથે ગુજરાતમાં પણ ચોમાસાનું આગમન થઈ ગયુ હોય તેવો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આ સંજોગોમાં હવામાન ખાતાએ જુદા જુદા ભાગોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. હાલમાં દક્ષિણ-પશ્ચિમ મધ્યપ્રદેશ પર સાયક્લોનિક સરક્યુલેશન છવાયેલું છે. તેમજ બીજુ સરક્યુલેશન દક્ષિણ ગુજરાતના કાંઠે ઉત્તર પૂર્વ અરબી સમગ્રુ પર છવાયેલું છે. જો કે બંન્ને સમુદ્રની સપાટીથી ઉપર છે. પરંતુ તેમ છતા બંબે સિસ્ટમના કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં સવારે અને સાંજે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે.

આગામી પાંચ દિવસ સુધી હવામાન વિભાગે ગાજવીજ, વીજળી ત્રાટકવાના અને 30થી 40 કિમીની ઝડપે પવન ફુંકાવા સાથે વરસાદની આગાહી કરી છે. જેમાં પ્રથમ દિવસે દમણ, દાદરાનગર હવેલી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ,અમદાવાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ બોટાદમાં વરસાદ પડી શકે છે.

બીજા દિવસે સુરત, ભરૂચ, નવસારી, વલસાડ,દમણ, દાદરાનગર હવેલી ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, દીવમાં વરસાદ પડવાની શક્ય.તા છે.

ત્રીજા દિવસે સુરત, ભરૂચ, વડોદરા, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દીવમાં વરસાદની શક્યતા છે.

ચોથા દિવસે દમણ, દાદરાનગર હવેલી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, ગીર સોમનાથ, જૂનાગઢ, ભાવનગર, અમરેલી, રાજકોટ, પોરબંદર, દીવમાં વરસાદની આગાહી છે.

પાંચમા દિવસે દમણ, દાદરાનગર હવેલી ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, ગીર સોમનાથ, જૂનાગઢ, ભાવનગર, અમરેલી, રાજકોટ, પોરબંદર, દીવમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે.

રવિવારે નવસારી જિલ્લાના વાંસદામાં છ કલાકમા બે ઈંચ જ્યારે સુરતના માંડવામાં બપોરે દોઢ ઈંચ, ઉમરપાડામાં અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો. સુરત, તાપી,ડાંગ, જિલ્લામાં પણ સારો એવો વરસાદ નોંધાયો હતો.

રવિવારે રાજકોટ  શહેરની નજીકના વિસ્તારમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો.  ગોંડલ ચોકડી નજીકના વિસ્તારમાં વરસાદ પડ્યો છે.  ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો.  બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો  હતો.

સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો. સુરતના  ઉમરપાડામાં બપોર બાદ ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો.  આ તરફ ઓલપાડ તાલુકાના કેટલાક વિસ્તારોમાં પણ ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. કીમ, કુદસદ, મૂળદ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધીમીધારે વરસાદ શરૂ થયો છે.

ડાંગ જિલ્લામાં પણ વરસાદી માહોલ છે.  સાપુતારા સહિત ડાંગ જિલ્લામાં બપોર બાદ ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. ડાંગમાં સતત છ દિવસથી વરસી રહેલા વરસાદને પગલે નદીઓમાં નવા નીર આવ્યા છે. આહવા પાસેનો શિવઘાટનો ધોધ પણ સક્રિય થયો છે. ધોધમાર વરસાદને કારણે ખેડૂતોની મુશ્કેલીમાં પણ વધારો થયો હતો. તો નવસારી જિલ્લામાં પણ છૂટોછવાયો વરસાદ થયો છે. વરસાદના આગમનને કારણે લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Amreli Rain: અમરેલી જિલ્લામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ધારી, સાવરકુંડલા, બાબરા, લાઠીમાં વરસાદ
Amreli Rain: અમરેલી જિલ્લામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ધારી, સાવરકુંડલા, બાબરા, લાઠીમાં વરસાદ
અમેરિકાના વુસ્ટરમાં આવેલી હોટલમાં આગ લાગતા નડિયાદના એક જ પરિવારના 3 લોકોના મોત
અમેરિકાના વુસ્ટરમાં આવેલી હોટલમાં આગ લાગતા નડિયાદના એક જ પરિવારના 3 લોકોના મોત
Rain: રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર, જૂનાગઢ-ગીર સોમનાથ પાણી-પાણી, બે કલાકમાં 71 તાલુકાઓ ભીંજાયા
Rain: રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર, જૂનાગઢ-ગીર સોમનાથ પાણી-પાણી, બે કલાકમાં 71 તાલુકાઓ ભીંજાયા
Gujarat Rain: આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ 
Gujarat Rain: આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ 

વિડિઓઝ

USA Gujarati Death : અમેરિકામાં આગ લાગતા 3 ગુજરાતીના મોત
Hun To Bolish: હું તો બોલીશ: પિચકારીના પાપી
Hun To Bolish: હું તો બોલીશ: પાતાળ લોક
Hun To Bolish: હું તો બોલીશ: ખેડૂતોનું સાચું દર્દ
Ahmedabad police: ક્રાઈમ બ્રાન્ચના JCP શરદ સિંઘલ પર છરીથી હુમલો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jamnagar Rain: જામજોધપુરમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી
Jamnagar Rain: જામજોધપુરમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી
Rajkot Rain: વીજળીના કડાકા સાથે ઉપલેટામાં મેઘરાજાની તોફાની બેટિંગ, રસ્તા પર નદી જેવા દ્રશ્યો
Rajkot Rain: વીજળીના કડાકા સાથે ઉપલેટામાં મેઘરાજાની તોફાની બેટિંગ, રસ્તા પર નદી જેવા દ્રશ્યો
Gujarat Rain: આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ 
Gujarat Rain: આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ 
Rain: રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર, જૂનાગઢ-ગીર સોમનાથ પાણી-પાણી, બે કલાકમાં 71 તાલુકાઓ ભીંજાયા
Rain: રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર, જૂનાગઢ-ગીર સોમનાથ પાણી-પાણી, બે કલાકમાં 71 તાલુકાઓ ભીંજાયા
BSNL નો સુપરસ્ટાર બ્રોડબેન્ડ પ્લાન, મળશે Jio કરતા પણ વધુ ડેટા, OTT એપ્સનો પણ લાભ
BSNL નો સુપરસ્ટાર બ્રોડબેન્ડ પ્લાન, મળશે Jio કરતા પણ વધુ ડેટા, OTT એપ્સનો પણ લાભ
Gold Price Today: સોનામાં ₹3000 ઉછાળો, ₹5000 મોંઘી થઈ ચાંદી, જાણો ભાવ વધારાનું કારણ
Gold Price Today: સોનામાં ₹3000 ઉછાળો, ₹5000 મોંઘી થઈ ચાંદી, જાણો ભાવ વધારાનું કારણ
Ahmedabad police: ક્રાઈમ બ્રાન્ચના JCP શરદ સિંઘલ પર છરીથી હુમલો, સ્વબચાવમાં પોલીસે આરોપીના પગમાં ગોળી મારી 
Ahmedabad police: ક્રાઈમ બ્રાન્ચના JCP શરદ સિંઘલ પર છરીથી હુમલો, સ્વબચાવમાં પોલીસે આરોપીના પગમાં ગોળી મારી 
ISRO હેડક્વાર્ટરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, જાણો તપાસ બાદ પોલીસે શું કહ્યું?
ISRO હેડક્વાર્ટરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, જાણો તપાસ બાદ પોલીસે શું કહ્યું?
Embed widget