Banaskantha: 'મામેરા' બાદ 'ઘૂંઘટ' શબ્દની પ્રચારમાં એન્ટ્રી, ગેનીબેને ઘૂંઘટ તાણ્યો તો રેખાબેને નિશાન તાક્યુ, જાણો શું કહ્યું......
ગુજરાતની બનાસકાંઠા બેઠક પર ભાજપ અને કોંગ્રેસે પુરજોશમાં પ્રચાર શરૂ કર્યો છે, ત્યારે નવા નવા શબ્દોની પ્રચારમાં એન્ટ્રી થઇ રહી છે
Banaskantha Lok Sabha Election: લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે દરરોજ નવા નવા શબ્દો પ્રચારમાં સામે આવી રહ્યા છે. બનાસકાંઠા બેઠક પર મામેરા બાદ હવે ઘૂંઘટ શબ્દને લઇને રાજનીતિ શરૂ થઇ ગઇ છે. ખરેખરમાં, લોકસભાની આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ બન્નેએ મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે, બન્ને મહિલાઓ પ્રચાર દરમિયાન ઘૂંઘટ તાણીને વિસ્તારોમાં ફરી રહ્યાં છે.
ગુજરાતની બનાસકાંઠા બેઠક પર ભાજપ અને કોંગ્રેસે પુરજોશમાં પ્રચાર શરૂ કર્યો છે, ત્યારે નવા નવા શબ્દોની પ્રચારમાં એન્ટ્રી થઇ રહી છે. ભાજપના ઉમેદવાર ડૉ રેખાબેન ચૌધરી છે, તો સામે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર છે. બન્ને મહિલા ઉમેદવારો પુરજોશમાં પ્રચાર કરી રહ્યાં છે. પરંતુ હાલમાં જ ગેનીબેનને સાસરિયાં વિસ્તારમાં ઘૂંઘટ તાણીને પ્રચાર કર્યો હતો, જેને લઇને ચર્ચાઓ જામી છે. બનાસકાંઠામાં મામેરા બાદ ઘૂંઘટ શબ્દની ચૂંટણીમાં એન્ટ્રી થઇ છે. બનાસકાંઠામાં બન્ને ઉમેદવારો ઘૂંઘટ તાણીને ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે. ખાસ વાત છે કે ગેનીબેન ઠાકોરે હમણાં જ પોતાના સાસરીયા વિસ્તારમાં ઘૂંઘટ તાણીને પ્રચાર કર્યો હતો, તો રેખાબેન ચૌધરીએ તેમને નિશાન લીધા હતા અને કહ્યું હતુ કે, માથે એક દિવસ નહીં રોજ ઓઢવાનું હોય, હું શિક્ષિત હોવા છતા માથે ઓઢીને પરંપરાને નિભાવુ છું.
સાબરકાંઠામાં 'પત્રિકા વૉર', ભાજપના ભીખાજી ઠાકોરે અટક બદલી ? ડામોરમાંથી ઠાકોર થયાની વાતને લઇને વિરોધ
સાબરકાંઠા બેઠક પર ભાજપના ઉમેદવારને લઇને વિવાદ સર્જાયો છે, તે હવે ધીમે ધીમે વધી રહ્યો છે. ભાજપે પોતાની બીજી યાદીમાં સાત નામોની જાહેરાત કરી હતી, જેમાં સાબરકાંઠા બેઠક પર ભાજપે ભીખાજી દુધાજી ઠાકોરને ઉમેદવાર બનાવ્યા હતા, જોકે, ગણતરીના કલાકોમાં જ ભીખાજી દુધાજી ઠાકોરની અટકને લઇને સમગ્ર મતવિસ્તારમાં વિવાદ ઉભો થયો હતો, સોશ્યલ મીડિયા પર ભીખાજીને ઠાકોરની જગ્યાએ ડામોર અટક હોવાની વાતો ચર્ચાઇ રહી છે. હવે આ મામલે વિવાદ વધુ ઉગ્ર બન્યો છે, સોશ્યલ મીડિયા પર પત્રિકા વૉર શરૂ થયુ છે, જેમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષને સંબોધીને એક પત્રિકા વાયરલ થઇ રહી છે.
સાબરકાંઠા બેઠક પર ભાજપના ઉમેદવારની અટકને લઇને વિવાદ વધુ ઘેરો થયો છે, સાબરકાંઠા મતવિસ્તારમાં બહુમતી ધરાવતા ઠાકોર સમાજના નામે એક પત્રિકા વાયરલ થઇ રહી છે, જેમાં ભીખાજીની અટકને લઇને વિવાદ છે. હાલમાં સાબરકાંઠાના ભાજપ ઉમેદવાર વિરૂદ્ધ આ પત્રિકા વૉર પુરજોશમાં શરૂ થયુ છે. આ પત્રિકામાં ભીખાજીની અટકને લઇને કહેવાઇ રહ્યું છે કે, ભીખાજી ડામોરે જ્ઞાતિ બદલી છે અને ડામોરમાંથી ઠાકોર થયા છે. આ વિવાદને લઇને સમગ્ર બેઠક પર વિરોધના સૂર ઉઠ્યા છે. અરવલ્લી અને સાબરકાંઠાના ઠાકોર સમાજના નામથી આ પત્રિકા પ્રદેશ ભાજપ અધ્યક્ષને સંબોધીને લખાઇ છે.
સાબરકાંઠા જિલ્લામાં બે ટર્મ બાદ ભાજપે પોતાનો લોકસભા ઉમેદવાર બદલ્યો છે, આ પહેલા અહીં દીપસિંહ રાઠોડ ચૂંટાઇ આવ્યા હતા. જોકે, આ વખતે ભાજપે ગયા અઠવાડિયે જાહેર કરેલી પોતાની બીજી યાદીમાં ભીખાજી ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે. ભીખાજી ઠાકોરના નામની જાહેરાત થતાં જ સોશ્યલ મીડિયા વૉટ્સએપ પર ભીખાજી ઠાકોરની અટકને લઇને એક વિવાદ શરૂ થયો હતો, જેમાં તેમને ભીખાજી ડામોર તરીકે દર્શાવવામાં આવ્યા હતા.
ભાજપ દ્વારા સાબરકાંઠા બેઠક પરનાઉમેદવાર ભીખાજી ઠાકોરને લઇને વૉટ્સએપ પર એક પૉસ્ટ વાયરલ થઇ રહી હતી, જેમાં દર્શાવવામાં આવ્યુ હતુ કે ભીખાજી લાંબા સમય અગાઉ ડામોર અટક લખવતા હતા અને થોડા સમય અગાઉથી તેઓ ઠાકોર અટક લખવતાં થયા છે, આ વાતને લઇને સોશ્યલ મીડિયા પર વિવાદ છેડાયો હતો.
સાબરકાંઠા જિલ્લાની લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટી એ ઉમેદવાર જાહેર કરતા તેની પેટા જ્ઞાતિ ને લઈ સોશિયલ મીડિયા પર વિવાદ છેડાયો છે જેનો આજે લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર ભીખાજી ઠાકોર દ્વારા ખુલાસો કરવામાં આવ્યો. અગાઉના વર્ષમાં ભીખાજી ઠાકોર પોતાની અટક તરીકે ભીખાજી ડામોર લખાવતા હતા અને ત્યારબાદ તેઓ ઠાકોર અટક લખાવી રહ્યા છે જેને લઇને તેઓની ઉમેદવારી
સાબરકાંઠા લોકસભા ભાજપ ઉમેદવાર ભીખાજી ઠાકોરે શું કર્યો ખુલાસો -
ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર કરાયેલા ઉમેદવાર ભીખાજી ઠાકોરે પોતાની અટક, જ્ઞાતિ અને પેટા જ્ઞાતિ અંગે ખુલાસો કર્યો છે. ગઇકાલે હિંમતનગર ખાતે સર્કિટ હાઉસમાં પત્રકાર પરિષદને સંબોધતા તેમને સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા મેસેજને લઈને ખુલાસો કર્યો હતો, ભીખાજી ઠાકોરે કહ્યું હતું કે, હું ઠાકોર કૉમ્યુનિટીનો જ વ્યક્તિ છું, અને અગાઉ પણ ભારતીય જનતા પાર્ટીના ઓબીસી મોરચાના અલગ-અલગ હોદ્દા ઉપર પણ સેવાઓ આપેલી છે, તેમજ પ્રદેશ કક્ષાએ સામાજિક સંગઠનોમાં પણ સેવાઓ આપેલી છે, તેઓ ખૂલાસો કરવામાં આવ્યો છે જોકે એટલું જ નહીં પરંતુ ઠાકોર કૉમ્યુનિટીના લોકો ડામોર અટક લખાવતા હોય અને તેવા 50,000 કરતાં વધુ મતદારો હોવાનો પણ તેઓએ દાવો કર્યો છે. ચૂંટણીટાણે વિપક્ષ દ્વારા આ પ્રચાર કરવામાં આવી રહ્યો હોવાની પણ વાત કરી હતી.