Mahisagar : યુવકને વિધવા યુવતી સાથે બંધાયા શારીરિક સંબંધ, યુવતીના પિતાને પડી ગઈ ખબર ને પછી તો.....
જેસોલા ગામે કુવામાંથી મળેલ લાશની હત્યાનો ભેદ ઉકેલાયો છે. આરોપીની પોલીસે અટકાયત કરી લીધી છે. લુણાવાડા તાલુકાના જેસોલા ગામે કૂવામાંથી કોહોવાઇ ગયેલી હાલતમાં લાશ મળી આવી હતી
મહીસાગરઃ જેસોલા ગામે કુવામાંથી મળેલ લાશની હત્યાનો ભેદ ઉકેલાયો છે. આરોપીની પોલીસે અટકાયત કરી લીધી છે. લુણાવાડા તાલુકાના જેસોલા ગામે કૂવામાંથી કોહોવાઇ ગયેલી હાલતમાં લાશ મળી આવી હતી. મૃતક ભવાનભાઈ માછીને આરોપીની વિધવા દીકરી સાથે પ્રેમ સંબધ ધરાવતો હોવાથી માથામાં ડંડો મારી આરોપીએ હત્યા કરી કૂવામાં લાશ ફેંકી હતી. મહીસાગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ કોઠબા પોલીસે હત્યાનો ભેદ ઉકેલ્યો.
ગુજરાતના વાતાવરણમાં પલટોઃ ક્યાંક વાદળછાયું વાતાવરણ છવાયું, કેટલીક જગ્યાએ છાંટા પડ્યા
અમદાવાદઃ હવામાન વિભાગ દ્વારા આજે અને આવતીકાલે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને પગલે રાજ્યભરના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. જામનગરના વાતાવરણમાં આજે વહેલીસવારથી જોવા મળ્યો પલટો. સવારથી છવાયું વાદળછાયુ વાતાવરણ છે. રાજકોટમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો. વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ. ભર ઉનાળે વાદળછાયું વાતાવરણ. વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોની ચિંતા વધી. ખુલ્લામાં પડેલા માલ પહેલા નિકાલ કરવામાં આવશે. રાજકોટ યાર્ડમાં નવી આવકો બંધ કરવામાં આવી. ખુલ્લામાં ખેડૂતોનો જણસ નહી ઉતારવા સૂચના આપવામાં આવી છે. ખેડુતોએ પાલમાં નહિ કોથળામાં જ જણસ લઈ આવવા માટે સૂચના. હાલમાં સૌથી વધુ ચણા,ઘઉં,લસણ,મગફળી સહિતના પાકની આવક.
જૂનાગઢ પંથકમાં વાતાવરણમા પલટો આવ્યો છે. સવારથી વાદળછાયું વાતાવરણ છે. માળીયા હાટીના તાલુકાના ગડોદર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા હતા. ગીર સોમનાથમાં અચાનક વાતાવરનમાં પલટો આવ્યો. ગાઢ વાદળો છવાયા વરસાદ જેવો માહોલ છે. કેસર કેરી પકાવતા ખેડૂતો ની ચિંતા વધી. કમોસમી વરસાદથી વરસાદ પડે તો ભારે નુકશાન.
ગોંડલના વાતાવરણમાં પલટો આવ્યો છે. સવારથી વાદળછાયુ વાતાવરણ છવાયું. આકાશમાં છવાયા કાળાડિબાંગ વાદળો. ધીમી ગતિએ પવન પણ ફૂકાઈ રહ્યો છે.
આજે રાજ્યના ખેડૂતો પર આફત વરસશે. ભરઉનાળે કમોસમી વરસાદની હવામાન વિભાગે કરી છે આગાહી. હવામાન વિભાગના અનુસાર આગામી 24 કલાકમાં જ રાજ્યના વાતાવરણમાં આવશે અચાનક પલટો અને 2 દિવસ પડશે છૂટોછવાયો વરસાદ. હવામાન વિભાગના મતે 20 એપ્રિલે અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, સુરેંદ્રનગર, બનાસકાંઠા, મહેસાણા, વડોદરા, ભરૂચ અને દાહોદ જિલ્લામાં કમોસમી વરસાદ વરસશે.
તો 21 એપ્રિલે ભાવનગર, બોટાદ, સાબરકાંઠા અને બનાસકાંઠામાં પડશે માવઠું. હવામાન વિભાગના મતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે 2 દિવસ રાજ્યમાં છૂટોછવાયો વરસાદ વરસશે. સાથે જ ભારે પવન પણ ફૂંકાશે,30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહીને લઈ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
બીજી તરફ રાજ્યમાં ગરમીથી પણ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અમદાવાદ સહિત રાજ્યના પાંચ શહેરોમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર થઈ ચુક્યો છે. રાજકોટમાં તો ગરમીનો પારો 42.6 ડિગ્રી પર પહોંચી ગયો હતો. સોમવારે રાજ્યના અલગ અલગ શહેરોમાં નોંધાયેલા ગરમીના આંકડાની વાત કરીએ તો રાજકોટમાં ગરમીનો પારો 42.6 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યુ હતુ.
તો અમરેલીમાં પણ ગરમીનો પારો 42.4 ડિગ્રી પર પહોંચ્યો હતો. અમદાવાદ અને કંડલા એયરપોર્ટ પર ગરમીનો પારો 42.2 ડિગ્રી પર પહોંચ્યો હતો. તો સુરેંદ્રનગરમાં ગરમીનો પારો 42 ડિગ્રી પર પહોંચ્યો હતો. ગાંધીનગરમાં ગરમીનો પારો 41.5 ડિગ્રી પર પહોંચ્યો હતો. તો વડોદરા અને ભૂજમાં ગરમીનો પારો 40.4 ડિગ્રી પર પહોંચ્યો હતો. ડીસામાં ગરમીનો પારો 39 ડિગ્રી પર પહોંચ્યો હતો.