Mahisagar : ગોઠિબ ગામે ભાડાના મકાનમાં ચાલતા સામૂહિક આરોગ્ય કેન્દ્રને મકાન માલિકે મારી દીધું તાળું, જાણો સમગ્ર વિગત
Mahisagar News : મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ગોઠિબ ગામે ભાડાના મકાનમાં ચાલતા સામૂહિક આરોગ્ય કેન્દ્રને મકાન માલિકે તાળું મારી દીધું.
Mahisagar : મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ગોઠિબ ગામે ભાડાના મકાનમાં ચાલતા સામૂહિક આરોગ્ય કેન્દ્રને મકાન માલિકે તાળું મારી દીધું છે. ભાડાના મકાનમાં ચાલતા સામૂહિક આરોગ્ય કેન્દ્રનું નક્કી કરેલ ભાડું મકાન માલિકને ન ચૂકવતા મકાન માલિકે તાળાબંધી કરી છે. ગોઠીબ ગામે જૂનું સામૂહિક આરોગ્ય કેન્દ્ર જર્જરિત હાલતમાં હોવાના કારણે વર્ષ 2021થી ભાડાના મકાનમાં આ આરોગ્ય કેન્દ્ર ચાલે છે.
ભાડાના મકાનમાં ચાલતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને તાળાબંધી કરાતા દર્દીઓને હાલાકી ભોગાવવાવાનો વારો આવ્યો છે. મકાન મલિક અને પ્રશાસન વચ્ચેના વિવાદમાં ગરીબ જનતા પીસાઈ રહી છે. મકાન માલિક ભાડા માટે અનેકવાર રજૂઆત કરી હોવા છતાં મકાનનું ભાડું ન ચૂકવતા તાળાબંધી કરી હોવાનું જણાવી રહ્યા છે.
હવે સ્થાનિક પ્રશાસન અને મકાન માલિક વચ્ચે આ વિવાદનો અંત ક્યારે આવશે અને ક્યારે આ સામુહિક આરોગ્ય કેન્દ્ર ફરી ખુલશે એ જોવું રહ્યું. પણ સૌથી મોટો પ્રશ્ન એ છે કે જ્યાં સુધી આ સામુહિક આરોગ્ય કેન્દ્ર બંધ રહેશે ત્યાં સુધી રોગોથી પીડાતા દર્દીઓનું શું થશે?
સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં થયો વધારો
સરદાર સરોવર નર્મદા ડેમ સપાટીમાં વધારો થયો છે. 24 કલાકમાં 42 સેમીનો વધારો થયો છે. 1200 મેગાવોટ વીજ ઉત્પાદનની ક્ષમતા ધરાવતા રિવર બેડ પાવર હાઉસ તમામ યુનિટી શરૂ કરાયા છે. સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 122.95 મીટરે પહોંચી છે. પાણીની આવક 62390 ક્યુસેકની થઈ છે. સરદાર સરોવરમાં કુલ પાણી સ્ટોરેજ 1685 મિલિયન ક્યુબીક મીટર છે. મધ્ય પ્રદેશના ભારે વરસાદના કારણે પાણીની આવક વધી રહી છે.
તો બીજી તરફ સુરત માટે રાહતના સમાચાર છે. ઉકાઇ ડેમમાંથી પાણી છોડવાનું ઓછું કરાયું છે. આજે માત્ર એક લાખ એક હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ઉપરવાસમાં પાણીની આવક ઘટતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. પાણી છોડવાનું ઓછું થતા તાપી કિનારેના ગામોને રાહત મળી છે. ઉકાઈ ડેમમાંથી હાલ 6 દરવાજા ખોલી પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ ઉકાઇ ડેમમાં 87,438 ક્યુસેક પાણીની આવક થઈ છે. ડેમમાંથી 101858 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ ડેમની સપાટી પર 333.32 ફૂટ પહોચી છે.